Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:5 - પવિત્ર બાઇબલ C.L.

5 યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યેશૂઆ, કાહ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા, એ લેવીઓએ કહ્યું, “ઊભા થઈને આપણા ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો; અને એમ બોલો કે, તમારું બુલંદ નામ કે કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, તેને ધન્ય હો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યાર બાદ લેવીઓ એટલે યેશૂઆ, કાદમીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને આપણા યહોવાહ જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો. અને એવું બોલો કે તમારું બુલંદ નામ જે સર્વ આશીર્વાદ અને સ્તુતિની પરિસીમાથી પણ પર છે, તે મહિમાવંત હો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારબાદ લેવીઓ, યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને તમારા યહોવા દેવની સ્તુતિ કરો! “જે અનાદિ અને અનંત છે, ધન્ય છે તારું મહિમાવંતુ નામ જે કોઇપણ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:5
36 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકો ઊભા હતા અને શલોમોન રાજાએ તેમના તરફ ફરીને તેમના પર ઈશ્વરની આશિષ માગી.


તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું, છે. તેમણે એમ કહ્યું હતું કે,


પછી ઇઝરાયલના સર્વ લોકો સમક્ષ શલોમોન વેદી પાસે ઊભો રહ્યો અને આકાશ તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરી:


“પણ હે ઈશ્વર, શું તમે પૃથ્વી પર સાચેસાચ નિવાસ કરી શકો? બધાં આકાશો પણ તમારો સમાવેશ કરી શકે તેમ નથી, તો પછી મેં બાંધેલા આ મંદિરમાં તમારો કેવી રીતે સમાવેશ થાય?


ઇઝરાયલના ઈશ્વર યાહવે અનાદિકાળથી અનંતકાળ પર્યંત સ્તુત્ય હો! ત્યારે સર્વ લોકોએ “આમીન” બોલીને પ્રભુની સ્તુતિ કરી.


તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો.


તેથી હવે હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ગૌરવી નામની સ્તુતિ કરીએ છીએ.”


પછી દાવિદે લોકોને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ કરો!” આખી સભાએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુને તેમજ રાજાને માન આપવા નતમસ્તકે પ્રણામ કર્યા.


યહૂદિયાના સર્વ પુરુષો તેમની પત્નીઓ અને તેમનાં સંતાનો સહિત પ્રભુના મંદિરે ઊભા હતા.


કહાથ અને કોરાહ ગોત્રના લેવીઓએ ઊભા થઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિનો પોકાર કર્યો.


તેમણે પ્રભુનું ભજન કરતાં સ્તોત્ર ગાયું અને તેમાં આ ટેકનો પુનરોચ્ચાર કર્યો: “પ્રભુ દયાળુ છે, અને ઇઝરાયલ પર તેમનો પ્રેમ સનાતન છે.” મંદિરના પાયા ઉપર કામ ચાલુ થઈ ગયું હોવાથી સૌએ મોટા પોકારસહિત પ્રભુનું ભજન કર્યું.


લેવીઓ માટે એક મંચ બાંધેલો હતો અને તેના પર યેશૂઆ, બાની, ક્દ્મીએલ, શબાન્યા, બૂન્‍ની, શેરેબ્યા, બાની તથા કનાની ઊભા હતા. તેમણે તેમના ઈશ્વર પ્રભુને મોટે ઘાંટે પ્રાર્થના કરી.


પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે.


અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!”


પ્રભુનાં મહાન કાર્યોને કોણ વર્ણવી શકે? કોણ તેમની સંપૂર્ણ સ્તુતિ કરી શકે?


પ્રભુના મંદિરમાં દર રાત્રે ઊભા રહીને સેવા ભક્તિ કરનારા હે પ્રભુના સેવકો, તમે સૌ પ્રભુને ધન્ય કહો!


પ્રતિદિન હું તમને ધન્ય કહીશ; હું સદાસર્વદા તમારા નામની સ્તુતિ કરીશ.


તેઓ તમારા ગૌરવની મહત્તા અને ભવ્યતાનું વર્ણન કરશે, અને હું પણ તમારાં અજાયબ કાર્યો પર મનન કરીશ.


હું જીવનભર પ્રભુની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું ઈશ્વરનાં સ્તવનો ગાઈશ.


હે યાહવે, હું કબૂલ કરું છું કે, તમે જ મારા પ્રભુ છો, તમે જ મારું સકલ હિત છો, તમારા સમાન કોઈ જ નથી.


તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ, તેમનાં યશોગાનને મહિમાવાન બનાવો.


તેથી તેઓ સૌ તમારા મહાન અને આરાધ્ય નામની સ્તુતિ કરો; તે પવિત્ર ઈશ્વર છે.


હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્‍ભુત કાર્યો કરનાર બીજો કોણ છે?


હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે.


“ઈશ્વર જ્ઞાની અને પરાક્રમી છે, તેમની સદાસર્વદા સ્તુતિ થાઓ.


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


“જો તમે તમારા ઈશ્વર યાહવેના ગૌરવી અને ભયાવહ નામનું સન્માન કરવા માટે આ પુસ્તકમાં લખેલા સર્વ નિયમોનું કાળજીપૂર્વક પાલન નહિ કરો;


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે.


દૂતે કહ્યું, “તું મારું નામ કેમ જાણવા માગે છે? એ તો અદ્‍ભુત નામ છે!”


Lean sinn:

Sanasan


Sanasan