Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:38 - પવિત્ર બાઇબલ C.L.

38 “આ જે સઘળું બન્યું છે તેને લીધે અમે ઇઝરાયલી લોકો લેખિતમાં ગંભીર પ્રતિજ્ઞા કરીએ છીએ, અને અમારા આગેવાનો, અમારા લેવીઓ અને અમારા યજ્ઞકારો તે પર પોતાની મહોર મારે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 એ સર્વને લીધે અમે નક્કી કરાર કરીએ છીએ; અને તે નોંધીએ છીએ. તે પર અમારા સરદારો, અમારા લેવીઓ [તથા] અમારા યાજકો પોતપોતાની મુદ્રા કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 એ સર્વને લીધે હવે અમે ચોક્કસ કરાર કરીએ છીએ અને તે નોંધીએ છીએ. તે પર અમારા આગેવાનો, લેવીઓ તથા યાજકો પોતપોતાની મહોર મારે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 આ બધી બાબતોને લીધે અમે ફરીથી એક કરાર કરીએ છીએ. અને તેની નોંધ કરીને તેના પર અમારા અધિકારીઓ, અમારા લેવીઓ અને યાજકો પોતપોતાની મહોર મારે છે.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:38
10 Iomraidhean Croise  

રાજસ્તંભ પાસે ઊભા રહીને તેણે પ્રભુને આધીન થવા, પોતાના પૂરા મનથી અને જીવથી તેમના બધા નિયમો અને આજ્ઞાઓનું પાલન કરવા અને પુસ્તકમાં લખ્યા પ્રમાણે કરારની માગણીઓ વ્યવહારમાં મૂકવા પ્રભુની સાથે કરાર કર્યો. સર્વ લોકોએ એ કરારનું પાલન કરવા વચન આપ્યું.


યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા, લોકો અને પોતાના તરફથી એવો કરાર કર્યો કે તેઓ સૌએ પ્રભુના નિષ્ઠાવાન લોક બની રહેવું.


“પ્રભુનો આપણા પરનો કોપ શમી જાય તે માટે મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સાથે કરાર કરવાનો નિર્ણય કર્યો છે.


રાજા પોતે તો સ્તંભ પાસે ઊભો હતો. તેણે પ્રભુને આધીન થઈને પોતાના પૂરા દયથી અને પૂરા જીવથી તેમને અનુસરવા, તેમના નિયમો, આદેશો અને આજ્ઞાઓ પાળવા, અને પુસ્તકમાં લખ્યા પ્રમાણે કરારની માગણી વ્યવહારમાં મૂકવા પ્રભુ સાથે કરાર કર્યો.


આપણે આપણા ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા કરીએ કે આપણે આ સ્ત્રીઓ તથા તેમનાં બાળકોને તજી દઈશું. એટલે, તમે તથા ઈશ્વરથી ડરીને તેમની આજ્ઞાનું પાલન કરનાર અન્ય આગેવાનો જે સલાહ આપે તે પ્રમાણે કરીએ.


કરારમાં સૌ પ્રથમ સહી કરનાર હખાલ્યાનો પુત્ર રાજ્યપાલ નહેમ્યા હતો. તેના પછી સિદકિયાએ સહી કરી. નીચેના માણસોએ પણ સહીઓ કરી:


આથી અમે અમારા આગેવાનોની સાથે સાથે શપથ લઈએ છીએ. જો અમે એ તોડીએ તો અમારા પર શાપની શિક્ષા આવો. શપથ એ છે કે પોતાના સેવક મોશે દ્વારા ઈશ્વરે આપેલા તેમના નિયમ પ્રમાણે અમે જીવીશું, અને અમારા પ્રભુ યાહવે અમને જે જે આજ્ઞા આપે તે બધી અમે પાળીશું, અને તેમના સર્વ નિયમોનું પાલન કરીશું અને તેમની સર્વ માગણીઓ પૂરી કરીશું.


ત્યારે લોકોમાંથી એક જણ કહેશે, ‘હું પ્રભુનો છું;’ બીજો યાકોબનું નામ ધારણ કરશે; અને ત્રીજો પોતાના હાથ પર ‘પ્રભુને સમર્પિત’ એવી છાપ મરાવશે, અને ‘ઇઝરાયલ’ એવી અટક રાખશે.”


આથી તેમણે જઈને કબરના પથ્થરને સીલબંધ કરીને પહેરો ગોઠવી દીધો.


Lean sinn:

Sanasan


Sanasan