Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:33 - પવિત્ર બાઇબલ C.L.

33 અમને શિક્ષા કરવામાં તમે વાજબી રીતે વર્ત્યા છો; અમે પાપ કર્યું હોવા છતાં તમે વિશ્વાસુ રહ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 પરંતુ અમારા પર જે વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વાજબી કર્યું છે, પણ અમે તો દુષ્ટતા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વિશ્વાસુપણે વાજબી કર્યું છે અને અમે દુષ્ટતા આચરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 અમારા પર જે કઇં વીત્યું છે, તેમાં તું દેવ તો ન્યાયી જ રહ્યો છે. તેં તો તારુ ન્યાયપણુ સાચવ્યું છે, ખોટું તો અમે કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:33
16 Iomraidhean Croise  

દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે ન્યાયી છો, છતાં આજે છે તેમ તમે અમને બચાવ્યા છે. અમે તો અપરાધી છીએ અને તેથી તમારી સમક્ષ આવવાનો અમને કોઈ અધિકાર નથી.”


અમારા પૂર્વજો, અમારા રાજાઓ, આગેવાનો અને યજ્ઞકારોએ તમારો નિયમ પાળ્યો નથી. તેમણે તમારી આજ્ઞાઓ અને ચેતવણીઓ પર લક્ષ આપ્યું નથી.


તે તમને વિશ્વાસુ માલૂમ પડયો અને તમે તેની સાથે કરાર કર્યો. ભવિષ્યમાં તેનાં સંતાનોને વસવા માટે તમે તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો પરિઝ્ઝીઓનો, યબૂસીઓનો, અને ગિર્ગાશીઓનો દેશ આપવાનું કરારયુક્ત વચન આપ્યું. તમે તમારું વચન પાળ્યું પણ ખરું; કારણ, તમે વિશ્વાસુ છો.


તે લોકો સમક્ષ ગાતાં ગાતાં કહેશે, ‘મેં પાપ કર્યું હતું અને હું આડે માર્ગે ગયો હતો, છતાં ઈશ્વરે મને એની સજા કરી નહિ;


ઈશ્વરને માણસના ન્યાયચુકાદા માટે કોઈ સમય મુકરર કરવાની જરૂર નથી.


અમારા પૂર્વજોની જેમ અમે પણ પાપો કર્યાં છે, અમે દુરાચાર કર્યો છે અને દુષ્ટતા આચરી છે.


હે પ્રભુ, તમે ન્યાયી છો; તમારા ચુકાદા સાચા છે.


પ્રભુ પોતાના સર્વ માર્ગોમાં વાજબી છે, અને પોતાનાં સર્વ કાર્યોમાં કૃપાળુ છે.


પછી મોશેએ પ્રભુની પાસે પાછા જઈને કહ્યું, “આ લોકોએ અઘોર પાપ કર્યું છે. તેમણે સોનાનો દેવ બનાવીને તેની પૂજા કરી છે.


હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે?


કારણ, મને રોષ ચડાવવા માટે તેમણે ભૂંડાં કાર્યો કર્યાં. જે દેવોને તેઓ, તમે કે તમારા પૂર્વજો ઓળખતા નહોતા તેમને અનુસરીને તમે તેમને ધૂપ ચડાવ્યો અને તેમની પૂજા કરી.


“પ્રભુ ન્યાયી છે. કારણ, હું તેમને આધીન થઈ નથી. હે સર્વ લોકો, મારું સાંભળો. મારા દુ:ખમાં મને નિહાળો. મારાં યુવાન - યુવતીઓ બંદીવાસમાં લઈ જવાયાં છે.


ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું: કારણ, તમે મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમોનો અમલ કર્યો નથી, પણ તમે તો તમારી આસપાસની પ્રજાઓના રીતરિવાજોને અપનાવ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan