Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:26 - પવિત્ર બાઇબલ C.L.

26 પણ તમારા લોકોએ તમારી વિરુદ્ધ બળવો કર્યો અને તમારી આજ્ઞા પાળી નહિ; તમારા નિયમશાસ્ત્રથી તેઓ વિમુખ થયા. તેમને ચેતવણી આપવાને તેમજ તમારી તરફ પાછા ફરવાનું કહેવાને તમે જે સંદેશવાહકો મોકલ્યા, તેમને તેમણે મારી નાખ્યા. તેમણે અવારનવાર તમારું અપમાન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તોપણ તેઓ તમને આધીન રહ્યા નહિ અને તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યું. તેઓએ તમારા નિયમશાસ્ત્રને પોતાની પીઠ પાછળ ફેંક્યું. જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા અને ઘણાં ક્રોધજનક કામો કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પરંતુ આ બધુંય હોવા છતાં તેઓ તમને આધીન રહ્યા નહિ. અને તારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ. તેઓએ તમારા નિયમશાસ્ત્રને નકાર્યા. અને જે પ્રબોધકોએ તેઓને તારા તરફ પાછા ફરવા કહ્યું તેઓને તેઓએ મારી નાખ્યા. વળી તેઓએ બીજાં અનેક ભયંકર કૃત્યો કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:26
35 Iomraidhean Croise  

તારી અગાઉના શાસકો કરતાં યે તેં ઘણાં મોટાં પાપકર્મો આચર્યાં છે. તેેં મારો ત્યાગ કર્યો છે અને ઉપાસના માટે મૂર્તિઓ અને ધાતુની પ્રતિમાઓ બનાવી તેં મને કોપાયમાન કર્યો છે.


ઇઝબેલ પ્રભુના સંદેશવાહકોને મારી નાખતી હતી ત્યારે મેં પચાસ પચાસના બે જૂથમાં સો સંદેશવાહકોને ગુફામાં સંતાડી રાખી તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં તે શું તમારા જાણવામાં નથી આવ્યું?


અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.)


તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે; પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!”


પ્રભુએ પોતાના સેવકો એટલે સંદેશવાહકો મારફતે કહેવડાવ્યું,


“મનાશ્શાએ કનાનીઓ કરતાં પણ વધારે ઘૃણાસ્પદ કામો કર્યાં છે, અને પોતે સ્થાપેલી મૂર્તિઓની પૂજા કરવાના પાપમાં યહૂદિયાના લોકોને દોર્યા છે.


પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ.


તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી અને કહ્યું કે ઇજિપ્તમાંથી અમને મુક્ત કરનાર અમારો દેવ આ જ છે! હે પ્રભુ, તેમણે તમારું કેવું ભારે અપમાન કર્યું!


તમારા શિક્ષણ પ્રમાણે વર્તવાને તમે તેમને ચેતવણી આપી, પણ પોતાના ઘમંડમાં તેમણે તમારા નિયમનો અનાદર કર્યો; - જો કે તમારા નિયમનું પાલન તો જીવનપ્રાપ્તિનો માર્ગ છે! તુમાખીભર્યા અને હઠીલા હોવાથી તેઓ આધીન થયા નહિ.


વરસોવરસ તમે તેમને ધીરજપૂર્વક ચેતવણી આપતા રહ્યા; તમે તમારા સંદેશવાહકોને સંદેશો પ્રગટ કરવાની પ્રેરણા કરી; પણ તમારા લોકો બહેરા બન્યા, તેથી તમે અન્ય પ્રજાઓને તેમના પર જીત મેળવવા દીધી.


કારણ, તમે તો શિસ્તને ધિક્કારો છો, અને મારી આજ્ઞાઓનો અનાદર કરો છો.


ત્યારે તું તેમને કહેજે: પ્રભુ કહે છે, કે તમારા પૂર્વજો મને તરછોડીને અન્ય દેવોને અનુસર્યા, અને તેમણે તેમની સેવાપૂજા કરી. તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રના શિક્ષણનું પાલન કર્યું નહિ.


મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે.


વળી, હું તમને ફળદ્રુપ પ્રદેશમાં લાવ્યો કે જેથી તમે મબલક પાક અને અન્ય ઊપજ ભોગવો, પણ તમે તો અહીં આવીને મારી ભૂમિને ભ્રષ્ટ કરી છે અને મેં તમને વારસા તરીકે આપેલ દેશને ઘૃણાપાત્ર બનાવ્યો છે.


પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો.


પછી યર્મિયાએ કહ્યું, “હે યહૂદિયાના શેષ રહેતા લોકો, પ્રભુએ તમને ઇજિપ્ત જવાની ના પાડી છે, તેથી હું તમને ચેતવણી આપું છું કે,


“હે પ્રભુ, અમે પાપ કર્યું છે અને તમારી વિરુદ્ધ બળવો કર્યો છે પણ તમે અમને ભૂલી ગયા નથી.”


પણ તે પેઢીએ પણ મારી સામે બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે વર્ત્યા નહિ અને મારા આદેશોનો અનાદર કર્યો, કે જેમનું પાલન કરવાથી તો મનુષ્ય જીવન પ્રાપ્ત કરે છે. તેમણે સાબ્બાથદિનને અપવિત્ર કર્યા. ત્યારે મેં ફરી તેમના ઉપર રણપ્રદેશમાં મારો કોપ ઠાલવીને મારો રોષ શમાવવા વિચાર કર્યો.


ખેડૂતોએ એ નોકરોને પકડયા. કોઈને માર માર્યો, તો કોઈને મારી નાખ્યો, તો કોઈને પથ્થરે માર્યો.


શું કોઈ એવો સંદેશવાહક છે કે જેને તમારા પૂર્વજોએ સતાવ્યો ન હોય? ઘણા સમય પહેલાં ઈશ્વરના ન્યાયી સેવકના આગમન વિષે જાહેરાત કરનાર ઈશ્વરના સંદેશવાહકોને તેમણે મારી નાખ્યા. હવે તમે તે ઈશ્વરના ન્યાયી સેવકને ય દગો દઈને મારી નાખ્યા.


વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું.


“પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું.


Lean sinn:

Sanasan


Sanasan