Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તમે તેમને પ્રજાઓ અને રાજ્યો પર તેમ જ તેમની સરહદ નજીકના દેશો પર જય પમાડયો. તેમણે જ્યાં સિહોન રાજ કરતો હતો તે હેશ્બોનનો દેશ જીતી લીધો અને જ્યાં ઓગનું રાજ હતું તે બાશાનનો દેશ જીતી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 વળી તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં, ને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. અને હેશ્બોનના રાજા સીહોનના દેશનું, તથા બાશાનના રાજા ઓગના દેશનું વતન તેઓને પ્રાપ્ત થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં. અને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. હેશ્બોનના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના દેશમાં તમે તેઓને વતન આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તેં તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાઁ. તેથી તેઓએ હેશ્બોનના રાજા સીહોન તથા બાશાનના રાજા ઓગની ભૂમિ લઇ લીધી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:22
16 Iomraidhean Croise  

ઈશ્વરે તેમને અન્ય પ્રજાઓના પ્રદેશો સોંપ્યા અને તેમણે બીજાઓએ કરેલ શ્રમનાં ફળ પર કબજો લીધો.


આખરે પ્રભુ જાણે નિદ્રામાંથી જાગ્રત થયા, અને મદિરાપાન પછી ગર્જના કરતા વીરયોદ્ધાની જેમ ઊઠયા.


મેં મારી મહાન શક્તિથી અને મારા પ્રચંડ બાહુબળથી પૃથ્વીને, માનવજાતને અને તેમાં વસતાં બધાં પ્રાણીઓને બનાવ્યાં છે અને મારી ઇચ્છા પ્રમાણે ચાહું તેને એ ભૂમિ આપું છું.


પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો.


જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો.


હેશ્બોન નગરમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનનો અને આશ્તારોથ તથા એડ્રેઈ નગરોમાં રાજ કરનાર બાશાનના રાજા ઓગનો સંહાર કર્યા પછીનો એ બનાવ છે.


મેં તેમનો સંપૂર્ણપણે વિનાશ કર્યો હોત, કોઈ તેમનું સ્મરણ સુધાં ન કરે એવું કર્યું હોત;


તે સમયે ઇઝરાયલીઓ યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં હતા. આ વિસ્તાર હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોન જેને મોશે તથા ઇઝરાયલીઓએ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશની હદમાં હતો.


ઇઝરાયલીઓએ તેના દેશનો તથા ઓગ રાજાના દેશનો કબજો કરી લીધો હતો. આ બે રાજાઓ તો યર્દન નદીની પૂર્વે વસનાર અમોરીઓના રાજાઓ હતા.


અમોરીઓ ઇઝરાયલી સૈન્ય આગળથી ઘાટમાં થઈને નાસી રહ્યા હતા ત્યારે છેક અઝેકા સુધી પ્રભુએ તેમના પર મોટા કરા વરસાવીને તેમને માર્યા. ઇઝરાયલીઓ દ્વારા જેટલા માર્યા ગયા તેના કરતાં કરાથી માર્યા ગયેલાઓની સંખ્યા વધારે હતી.


પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા અનુસાર યહોશુઆએ આખો દેશ જીતી લીધો. યહોશુઆએ ઇઝરાયલીઓને એ દેશ તેમને પોતાના વતન તરીકે કુળવાર વહેંચી આપ્યો. પછી દેશમાં લડાઈ બંધ થઈ.


Lean sinn:

Sanasan


Sanasan