Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 8:17 - પવિત્ર બાઇબલ C.L.

17 દેશનિકાલમાંથી પાછા ફરેલા બધા લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમય પછી પ્રથમ જ વાર આ રીતે આ પર્વ ઊજવવામાં આવ્યું. લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જેઓ બંદિવાસમાંથી પાછા આવ્યા હતા તેઓની સમગ્ર પ્રજા માંડવા કરીને તેઓમાં વસી; કેમ કે નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયલી લોકોએ એવું કર્યું ન હતું. અને મહા આનંદ થઈ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 બંદીવાસમાંથી પાછા આવેલા સર્વ લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયલીઓએ કદી આવું કર્યુ નહોતું. તેઓના આનંદનો કોઈ પાર નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જેઓ બંદીવાસમાંથી પાછા આવ્યા હતા તેમણે બધાએ કામચલાઉ માંડવાઓ બાંધીને તેમાં વાસ કર્યો. નૂનના પુત્ર યહોશુઆના દિવસોથી માંડીને આજપર્યત ઇસ્રાએલીઓએ કદી આવું કર્યુ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 8:17
13 Iomraidhean Croise  

એમ એ દિવસે તેમણે પ્રભુની સમક્ષ ખાધુંપીધું અને આનંદ કર્યો. તેમણે શલોમોનને બીજીવાર રાજા તરીકે જાહેર કર્યો. ઈશ્વર યાહવેને નામે તેમણે તેનો રાજા તરીકે અને સાદોકનો યજ્ઞકાર તરીકે અભિષેક કર્યો.


યરુશાલેમ નગરમાં આનંદ આનંદ થઈ રહ્યો; કારણ, દાવિદના પુત્ર શલોમોન રાજાના સમય પછી એના જેવો ઉત્સવ ક્યારેય થયો નહોતો.


શમૂએલ સંદેશવાહકના દિવસો પછી ઇઝરાયલમાં ક્યારેય આવી રીતે પાસ્ખાપર્વ પળાયું નહોતું. યોશિયા રાજાના અમલના અઢારમે વર્ષે યોશિયા રાજા, યજ્ઞકારો, લેવીઓ તેમજ યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમના લોકોએ જેવું પાસ્ખાપર્વ ઊજવ્યું તેવું અગાઉના કોઈ રાજાઓએ ઊજવ્યું નહોતું.


તેણે મોશેના નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે પ્રત્યેક પવિત્ર દિવસે એટલે, સાબ્બાથદિને, ચાંદ્ર માસને પ્રથમ દિવસે અને ખમીરરહિત રોટલીનું પર્વ, કાપણીનું સાપ્તાહિક પર્વ અને માંડવાપર્વ એ ત્રણ વાર્ષિક ઉત્સવોએ દહનબલિ ચઢાવ્યા.


નિયમની સૂચનાઓ પ્રમાણે તેમણે માંડવાપર્વ ઊજવ્યું. તે માટે પ્રત્યેક દિવસે નિયત બલિદાનો ચડાવ્યાં.


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે તેમણે પસંદ કરેલા એક સ્થાને સાત દિવસ સુધી તમારે તે પર્વ પાળવું. તમારા ઈશ્વર પ્રભુએ તમારી ઊપજમાં તથા તમારા હાથનાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપ્યો હોવાથી આનંદોત્સવ કરજો.


આ બધા માણસો વિશ્વાસમાં જારી રહેતાં મૃત્યુ પામ્યા. ઈશ્વરે જે બાબતોનું વચન આપ્યું તે તેઓ પામી શક્યા નહિ. પરંતુ તેમણે તેમને દૂરથી જોઈને તેમનો આવકાર કર્યો, અને પોતે આ દુનિયામાં પરદેશી તથા પ્રવાસી છે એવો તેમણે એકરાર કર્યો.


વિશ્વાસને લીધે જ, ઈશ્વરે જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે પરદેશી તરીકે રહ્યો. ઇસ્હાક અને યાકોબ, જેમને ઈશ્વરે એ જ વચન આપ્યું હતું, તેમની સાથે અબ્રાહામ તંબૂઓમાં રહ્યો.


જો યહોશુઆ લોકોને ઈશ્વરના વિશ્રામમાં દોરી ગયો હોત તો ઈશ્વર બીજા દિવસ સંબંધી પાછળથી બોલ્યા ન હોત. છતાં પણ, જેમ ઈશ્વરે સાતમે દિવસે વિશ્રામ કર્યો,


પ્રભુના સેવક મોશેના મરણ બાદ પ્રભુએ મોશેના મદદનીશ નૂનના દીકરા યહોશુઆ સાથે વાત કરી.


Lean sinn:

Sanasan


Sanasan