Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 7:65 - પવિત્ર બાઇબલ C.L.

65 યહૂદી રાજ્યપાલે તેમને કહ્યું કે ઉરીમ અને થુમ્મીમનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નક્કી થાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પિત ખોરાકમાંથી કંઈ ખાવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

65 સરસૂબાએ તેઓને કહ્યું, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

65 આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

65 પ્રશાસકે તેઓને કહ્યું કે જ્યાં સુધી, ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 7:65
16 Iomraidhean Croise  

તેથી તેમનું યજ્ઞકારપદ માન્ય રાખવામાં આવ્યું નહિ. યહૂદી રાજ્યપાલે તેમને જણાવ્યું કે ઉરીમ અને થુમ્મીમ એ પવિત્ર પથ્થરોનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નીમાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુઓમાંથી કંઈ જ ખાવું નહિ.


કરારમાં સૌ પ્રથમ સહી કરનાર હખાલ્યાનો પુત્ર રાજ્યપાલ નહેમ્યા હતો. તેના પછી સિદકિયાએ સહી કરી. નીચેના માણસોએ પણ સહીઓ કરી:


દેશનિકાલમાં પાછા ફરેલા લોકોની કુલ સંખ્યા 42,360 હતી. તેમના સ્ત્રીપુરુષ નોકરો — 7,337 તેમનાં ગાયકો અને ગાયિકાઓ — 245 ઘોડા — 736 ખચ્ચર — 245 ઊંટ — 435 ગધેડાં — 6,720


મંદિરના પુનરોદ્ધાર માટે ઘણા લોકોએ ફાળો આપ્યો: રાજ્યપાલ તરફથી 8.5 કિલોગ્રામ સોનું 50 ક્રિયાકાંડમાં વપરાતા પ્યાલા 530 યજ્ઞકારો માટેના ઝભ્ભા ગોત્રોના આગેવાનો તરફથી 170 કિલોગ્રામ સોનું 1.2 મેટ્રિક ટન ચાંદી બાકીના લોકો તરફથી 170 કિલોગ્રામ સોનું 1.1 મેટ્રિક ટન ચાંદી 67 યજ્ઞકારો માટેના ઝભ્ભા


નિયમની માગણીઓ વિષે સાંભળીને લોકો હચમચી ગયા અને રડવા લાગ્યા. તેથી રાજ્યપાલ નહેમ્યા, યજ્ઞકાર અને નિયમશાસ્ત્રનો વિદ્વાન એઝરા અને લોકોને નિયમશાસ્ત્ર સમજાવનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું, “આ દિવસ તો તમારા ઈશ્વર પ્રભુનો પવિત્ર દિવસ છે, તેથી તમારે શોક કે રુદન કરવાનું નથી.


તારે ઉરીમ અને થુમ્મીમને ઉરપત્રમાં મૂકવા અને આરોન મારી પવિત્ર હાજરીમાં આવે ત્યારે તે તેમને પોતાની સાથે લાવે. તે હમેશાં ઉરપત્ર પહેરીને જ આવે, જેથી ઇઝરાયલીઓ માટે મારી શી ઇચ્છા છે તે તે જાણી શકે.


ધાન્યઅર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.


ધાન્ય અર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.


પછી તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું; તેમાં ઉરીમ અને થુમ્મીમ જડેલાં હતાં.


તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”


તેણે લેવીના કુળ વિષે કહ્યું: “તમારાં તુમ્મીમ અને ઉરીમ તમારાં પસંદ કરાયેલ લેવી યજ્ઞકારને અપાયેલાં છે; તમે માસ્સામાં તેની પરીક્ષા કરી હતી, તમે મરીબામાં તેની સાથે વિવાદ કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan