Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 6:9 - પવિત્ર બાઇબલ C.L.

9 અમે કામ પડતું મૂકીએ તે માટે તેઓ અમને ડરાવવા માગતા હતા. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તમે મને બળ આપો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અમે છેક નાહિમ્મત થઈને તે કામ છોડી દઈએ કે, પછી તે થાય જ નહિ, એ હેતુથી તેઓ અમને બીવડાવતા હતા. “ [હે ઈશ્વર,] મારા હાથ તમે બળવાન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા કે, “અમે નાહિંમત થઈને કામ છોડી દઈએ અને પછી તે પૂરું થાય જ નહિ. પણ હવે ઈશ્વર, મારા હાથ તમે મજબૂત કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા, એમ વિચારીને કે તેમના હાથ ચણતરકામ અટકાવશે અને તે પૂરું નહિ થાય પણ “હે દેવ, મારા હાથ મજબૂત કરો.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 6:9
23 Iomraidhean Croise  

પણ તમે દૃઢ અને હિંમતવાન થાઓ! તમને તમારાં કાર્યોનું પ્રતિફળ મળશે.”


નગરના કોટ પરના યરુશાલેમના લોકોને ડરાવવા અને તેમને હતાશ કરવા અમલદારોએ હિબ્રૂમાં મોટે અવાજે એ કહ્યું, કે જેથી શહેરનો કબજો મેળવવામાં સરળતા રહે.


તેમના સર્વ પડોશીઓએ તેમને ઘણી વસ્તુઓની મદદ કરી: રૂપાનાં પાત્રો, સોનું, સરસામાન, પ્રાણીઓ, અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને મંદિર માટે અર્પણો આપ્યાં.


મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, ટોબિયા અને સાનબાલ્લાટનું આ કૃત્ય સંભારીને તેમને શિક્ષા કરો. પેલી નોઆદ્યા સંદેશવાહિકા અને અન્ય સંદેશવાહકો જેમણે મને ડરાવવા પ્રયાસ કર્યા છે તેમનેય યાદ રાખજો.”


મેં તમને વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મને આત્મબળ બક્ષીને દઢ બનાવ્યો.


હે સર્વોચ્ચ ઈશ્વર, જ્યારે હું ભયભીત થાઉં છું. ત્યારે હું તમારા પર ભરોસો રાખું છું.


ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં કેવા ભયાવહ છે! ઇઝરાયલના ઈશ્વર પોતાની પ્રજાને શક્તિ બક્ષીને બળવાન કરે છે. ઈશ્વરને ધન્ય હો!


હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું. મને કદી લજ્જિત ન થવા દો.


તે નિર્ગત થઈ ગયેલાને બળ આપે છે, અને કમજોરને તાક્તવાન બનાવે છે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


પછી એ અધિકારીઓએ રાજા પાસે જઈને કહ્યું, “આ માણસને ખતમ કરો. આવા સંદેશા આપીને તે આપણા સૈનિકોને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત કરી દે છે. કારણ, આ માણસ લોકોનું કલ્યાણ નહિ, પણ તેમનું નુક્સાન ઇચ્છે છે.”


હું બેબિલોનના રાજાના હાથ મજબૂત કરીશ અને મારી તલવાર તેના હાથમાં આપીશ. પણ હું ઇજિપ્તના રાજાના હાથ તોડી નાખીશ અને તે મરણતોલ ઘાયલ થઈને પોતાના શત્રુઓ સમક્ષ કણસશે.


હું મારા લોકને બળવાન બનાવીશ; તેઓ મારી ભક્તિ કરશે અને મને આધીન રહેશે.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


પણ તેમણે મને કહ્યું, “મારી કૃપા તારે માટે પૂરતી છે. કારણ, તારી નિર્બળતામાં મારું સામર્થ્ય સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે.” મારી કોઈપણ નિર્બળતામાં ગર્વ કરતાં હું આનંદ અનુભવું છું; એ માટે કે મારા પરના ખ્રિસ્તના પરાક્રમના રક્ષણનો મને અનુભવ થાય.


હું ઈશ્વર પાસે માગું છું કે તે તેમના મહિમાની સંપત્તિમાંથી તેમના પવિત્ર આત્માની મારફતે તમને બળ આપે; જેથી તમે આંતરિક રીતે બળવાન થાઓ,


અંતમાં, પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાક્તવાન બનો.


ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું.


માટે તમારા ઢીલા પડી ગયેલા હાથોને ઊંચા કરો, અને તમારા લથડતા ધૂંટણોને મજબૂત બનાવો.


ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે.


દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.


Lean sinn:

Sanasan


Sanasan