Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 6:7 - પવિત્ર બાઇબલ C.L.

7 વળી, તું યહૂદિયાનો રાજા છે એવું જાહેર કરવા માટે તેં યરુશાલેમમાં કેટલાક સંદેશવાહકોની પણ ગોઠવણ કરી છે. સમ્રાટને આની જાણ થયા વગર રહેવાની નથી, તેથી આ પરિસ્થિતિ અંગે મંત્રણા કરવા આપણે બન્‍ને મળીએ એવું મારું સૂચન છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહૂદિયામાં રાજા છે, એવું તારા વિષે યરુશાલેમમાં જાહેર કરવા માટે તેં પ્રબોધકો નીમ્યા છે; હવે આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. માટે હવે આવ, અને આપણે ભેગા મળીને મસલત કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને તારા વિષે યરુશાલેમમાં જાહેર કરવા માટે તેં પ્રબોધકો નિમ્યા તેઓ કહે કે, ‘યહૂદિયામાં રાજા છે!’ આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. માટે હવે આવ આપણે ભેગા મળીને વિચારણા કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને યરૂશાલેમ વિષે તને માહિતી આપવા માટે અને યહૂદામાં રાજા છે તેમ કહેવા માટે તેઁ પ્રબોધક નીમ્યા છે. રાજા આ અફવા વિષે સાંભળશે. તેથી ચાલ, આપણે સાથે યોજના ઘડીયે. “રાજાને આ અફવાની જાણ થયા વગર રહેવાની નથી. માટે આવો આપણે મળીને યોજના બનાવીએ.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 6:7
10 Iomraidhean Croise  

પણ હવે તો અદોનિયા રાજા બની બેઠો છે અને તમને તેની કંઈ ખબર નથી.


તેણે આજે બળદો, ઘેટાંઓ અને માતેલા વાછરડાઓનો યજ્ઞ કર્યો છે. તેણે તમારા પુત્રોને, તમારા સેનાપતિ યોઆબને અને અબ્યાથાર યજ્ઞકારને આમંત્રણ આપ્યું છે, અને અત્યારે તેઓ તેની સાથે મિજબાની માણી રહ્યા છે અને ‘અદોનિયા રાજા અમર રહો,’ એવો સૂત્રોચ્ચાર કરે છે.


ત્યાં સાદોક અને નાથાન ઇઝરાયલના રાજા તરીકે તેનો અભિષેક કરે. પછી તમે રણશિંગડું વગાડીને “શલોમોન રાજા અમર રહો,” એવો પોકાર કરજો.


તેણે યોઆબ (જેની માતાનું નામ સરુયા હતું) અને યજ્ઞકાર અબ્યાથાર સાથે મસલત કરી અને તેઓ તેને ટેકો આપવા સંમત થયા.


તેમાં આમ લખેલું હતું: “ગેશેમ કહે છે કે આસપાસના લોકોમાં એવી અફવા ઊડી છે કે યહૂદી લોકો બળવો કરવા માગે છે અને તેથી તેઓ કોટની મરામત કરવા લાગ્યા છે. તું પોતાને રાજા બનાવવા માગે છે એમ પણ તે કહે છે


મેં તેને જવાબ મોકલાવ્યો, “તું જે કહે છે તેમાં કંઈ તથ્ય નથી. એ તો તારી ઉપજાવી કાઢેલી વાત છે.”


હવે પાઉલ સંબંધી તમારે જાણે વધારે સચોટ વિગતો જોઈએ છે એવો દેખાવ કરીને તમે અને ન્યાયસભા તેને તમારી પાસે લાવવા રોમન અફસરને સંદેશો મોકલો. પણ તે અહીં આવે તે પહેલાં તેને ખતમ કરી નાખવા અમે તૈયાર રહીશું”


Lean sinn:

Sanasan


Sanasan