Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેમાં આમ લખેલું હતું: “ગેશેમ કહે છે કે આસપાસના લોકોમાં એવી અફવા ઊડી છે કે યહૂદી લોકો બળવો કરવા માગે છે અને તેથી તેઓ કોટની મરામત કરવા લાગ્યા છે. તું પોતાને રાજા બનાવવા માગે છે એમ પણ તે કહે છે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેમાં એવું લખેલું હતું, “પ્રજઓમાં એવી અફવા ચાલે છે, ને ગાશ્મૂ પણ કહે છે કે, તું યહૂદીઓ સાથે મળીને બંડ કરવાનો ઈરાદો કરે છે. એ જ હેતુથી તું કોટ બાંધે છે. અને તું તેઓનો રાજા થવા ઈચ્છે છે એવી અફવા‍ ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેમાં એવું લખેલું હતું: “પ્રજાઓમાં એવી અફવા ચાલે છે અને ગેશેમ પણ કહે છે કે, તું યહૂદીઓ સાથે મળીને બળવો કરવાનો ઇરાદો કરે છે. તે કારણથી જ તું કોટ ફરીથી બાંધે છે. તું પોતે તેઓનો રાજા થવા ઇચ્છે છે એવી અફવા પણ ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે આ પ્રમાણે હતો, “પ્રજાઓમાં એવી અફવા ચાલે છે, ને ગેશેમ પણ કહે છે કે, તું અને યહૂદીઓ બળવો કરવાનું વિચારો છો, અને તે કારણથી જ તેં દીવાલની મરામત કરવા માંડી છે.” એમ પણ કહેવાય છે કે તું પોતે એમનો રાજા બનવાની ઇચ્છા રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 6:6
16 Iomraidhean Croise  

નામદાર, અમે આપને જણાવવા માગીએ છીએ કે આપના અન્ય પ્રાંતોમાંથી અત્રે આવીને યરુશાલેમમાં વસેલા યહૂદીઓ દુષ્ટ અને બંડખોર શહેરને ફરીથી બાંધવા લાગ્યા છે. તેમણે કોટનું બાંધકામ ચાલુ કર્યું છે અને થોડા જ વખતમાં કોટ બંધાઈ જશે.


તેથી આપ આપના પૂર્વજોના ઇતિહાસમાંથી આ શહેર વિષેની વિગતોની તપાસ કરાવો. એના પરથી આપને ખ્યાલ આવશે કે આ શહેર બંડખોર છે અને પ્રાચીન સમયથી જ રાજાઓ અને પ્રાંતના અધિકારીઓને હેરાન કરતું આવ્યું છે. તેના લોકોને કાબૂમાં રાખવાનું કાર્ય હમેશાં દુષ્કર બન્યું છે. આ જ કારણથી એ શહેરનો નાશ કરવામાં આવ્યો હતો.


પણ સાનબાલ્લાટ, ટોબિયા અને અરબી ગેશેમને અમે જે કરીએ છીએ તેની ખબર પડી ત્યારે તેમણે અમારી મજાકમશ્કરી કરી. તેમણે કહ્યું, “તમે આ શું કરી રહ્યા છો? શું તમે રાજાની વિરુદ્ધ બળવો કરવાના છો?”


મને ગભરાવી દઈને પાપમાં પાડવા માટે તેમણે તેને પૈસા ચૂકવ્યા હતા કે જેથી તેઓ મારી અપકીર્તિ કરે અને મને ઉતારી પાડે.


પછી સાનબાલ્લાટે તેના એક નોકર સાથે પાંચમી વખત સંદેશો મોકલ્યો. આ વખતનો સંદેશો મહોર કર્યા વગરના ખુલ્લા પત્રમાં મોકલ્યો.


વળી, તું યહૂદિયાનો રાજા છે એવું જાહેર કરવા માટે તેં યરુશાલેમમાં કેટલાક સંદેશવાહકોની પણ ગોઠવણ કરી છે. સમ્રાટને આની જાણ થયા વગર રહેવાની નથી, તેથી આ પરિસ્થિતિ અંગે મંત્રણા કરવા આપણે બન્‍ને મળીએ એવું મારું સૂચન છે.”


હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’


મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરુદ્ધ જાતજાતની જુઠ્ઠી વાતો બોલે ત્યારે તમને ધન્ય છે.


અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.”


પિલાતે એ શબ્દો સાંભળ્યા ત્યારે તે ઈસુને બહાર લઈ ગયો અને પોતે હિબ્રૂમાં ‘ગાબ્બાથા’ એટલે ‘શિલામાર્ગ’ નામની જગ્યાએ ન્યાયાસન પર બેઠો.


ભૂંડું કરવાથી કોઈનું ભલું થતું હોય તો તેમ કરવું જોઈએ એવું શિક્ષણ અમે આપીએ છીએ, એમ કહીને કેટલાક લોકો અમારી નિંદા કરે છે. એવાઓને સજા થાય એ વાજબી છે.


અમને માન મળ્યું, ને અમારી નિંદા પણ થઈ; અમારું અપમાન થયું, ને અમારાં વખાણ પણ થયાં. અમને જુઠ્ઠા ગણવામાં આવ્યા હોવા છતાં અમે સત્ય બોલીએ છીએ.


તમારી પ્રેરકબુદ્ધિ શુદ્ધ રાખો, જેથી તમારી નિંદા થાય અને ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તમારી સારી વર્તણૂક વિષે ભૂંડું બોલાય ત્યારે તેવું બોલનારા શરમાઈ જાય.


Lean sinn:

Sanasan


Sanasan