Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 6:11 - પવિત્ર બાઇબલ C.L.

11 મેં જવાબ આપ્યો, “હું નાસીને સંતાઈ જાઉં એવો કંઈ ક્ચોપોચો માણસ નથી. તું એમ માને છે કે મારો જીવ બચાવવા હું મંદિરમાં સંતાઈ જઈશ? હું કંઈ એવું કરવાનો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મેં કહ્યું, “શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા માટે કોણ મંદિરમાં [ભરાઈ] જાય? હું અંદર નહિ જાઉં.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મેં જવાબ આપ્યો, “શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા માટે કોણ ભક્તિસ્થાનમાં ભરાઈ જાય? હું અંદર નહિ જાઉં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ત્યારે મેં કહ્યું, “શું મારા જેવા માણસે નાસી જવું જોઇએ? મારા જેવો માણસ જીવ બચાવવા મંદિરમાં ભરાય? હું નહિ જાઉં.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 6:11
20 Iomraidhean Croise  

વિચાર કરતાં મને સમજ પડી કે ઈશ્વરે શમાયાની સાથે કંઈ વાત કરી નથી, પણ મને આ ચેતવણી આપવા ટોબિયા અને સાનબાલ્લાટે તેને લાંચ આપી હતી.


મેં તેમને સંદેશકો દ્વારા આમ કહેવડાવ્યું, “હું મહત્ત્વના કામમાં રોક્યેલો હોવાથી મારાથી ત્યાં આવી શકાય તેમ નથી. ત્યાં આવી તમને મળવા માટે હું કંઈ કામ અટકાવવાનો નથી.”


અમે કામ પડતું મૂકીએ તે માટે તેઓ અમને ડરાવવા માગતા હતા. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તમે મને બળ આપો!”


સાચે જ એ નેકજન કદી ડગશે નહિ; તેની સ્મૃતિ સદા ટકશે.


તેનું હૃદય અચલ છે, અને તે ભયભીત થતો નથી. અંતે તે પોતાના શત્રુઓનો પરાજય જોશે.


કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે.


મરેલી માખીઓ અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે, તેમ થોડી મૂર્ખાઈ જ્ઞાન અને સન્માનને દબાવી દે છે.


એક જ દિવસમાં તે કાંટા ઝાંખરા સહિત બધું બાળી નાખશે.


આરોન તથા તેના પુત્રોની તું યજ્ઞકાર તરીકે નિમણૂક કર. જો બીજું કોઈ એ પદ ભોગવવાનો પ્રયત્ન કરે તો તે માર્યો જશે.”


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.”


એ જ દિવસથી યરુશાલેમમાંની મંડળીની આકરી સતાવણી શરૂ થઈ ગઈ. પ્રેષિતો સિવાય બધા વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.


તમારા વિશ્વાસના અર્પણ પર જો મારે પેયાર્પણ તરીકે રેડાઈ જવું પડે તો તે માટે હું ખુશી છું અને તમારા સૌની સાથે આનંદ કરું છું.


કારણ, ખ્રિસ્તના કાર્યને લીધે પોતાના જીવનું જોખમ વહોરીને, તે મરણની નજીક આવી ગયો. એ માટે કે જે મદદ તમે મને આપી શક્યા નહિ તે તેના દ્વારા પૂરી કરવામાં આવે.


વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.


ગોલ્યાથને મારી નાખવામાં તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, અને પ્રભુએ ઇઝરાયલને માટે મહાન વિજય હાંસલ કર્યો હતો. એ જોઈને તમે ખુશ પણ થયા હતા. તો પછી દાવિદનું વિના કારણ ખૂન કરીને તમે નિર્દોષ માણસનું લોહી વહેવડાવાનો અપરાધ શા માટે કરો છો?”


Lean sinn:

Sanasan


Sanasan