Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 6:10 - પવિત્ર બાઇબલ C.L.

10 એ દરમિયાન હું મહેટાબએલના પુત્ર દલાયાના પુત્ર શમાયાને મળવા તેને ઘેર ગયો, કારણ, તે ઘર બહાર નીકળી શકે તેમ નહોતો. તેણે મને કહ્યું, “તું અને હું મંદિરના પવિત્રસ્થાનમાં જઈને ત્યાં સંતાઈ જઈએ અને બારણાં બંધ કરી દઈએ. કારણ, તેઓ તને મારી નાખવા આવનાર છે. ગમે તે રાતે તેઓ તને મારી નાખવા આવી ચડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મહેટાબેલના પુત્ર દલાયાના પુત્ર, શમાયાને ઘેર હું ગયો. [બારણાં] બંધ કરીને તે અંદર ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, “આપણે ઈશ્વરના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ; કેમ કે તેઓ તને મારી નાખવા માટે આવશે. હા, તેઓ તને રાત્રે મારી નાખવા આવશે”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મહેટાબેલના દીકરા દલાયાના દીકરા, શમાયાને ઘરે હું ગયો. ત્યારે તે બારણાં બંધ કરીને પોતાના જ ઘરમાં ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, “આપણે આપણા ઈશ્વરના ઘરમાં, સભાસ્થાનની અંદર મળીએ. અને ભક્તિસ્થાનનાં બારણાં બંધ રાખીએ, કેમ કે તેઓ તને રાત્રે મારી નાખવા આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 એ સમયે હું, દલાયાના પુત્ર શમાયાને ઘેર ગયો, દલાયા મહેટાબએલનો પુત્ર હતો. તે પોતાના જ ઘરમાં પૂરાયો હતો. તેણે કહ્યું: “આપણે દેવનાં ઘરમાં, મંદિરની મધ્યમાં મળીએ અને આપણે મંદિરના બારણાં વાસી દઇએ, કારણકે તેઓ તને મારી નાખવા માટે આવનાર છે.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 6:10
21 Iomraidhean Croise  

બાઆલ- હાનાનના મૃત્યુ પછી હદારે રાજ કર્યું. હદારના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાલના પુત્ર માટરેદની પુત્રી હતી.


મંદિરની ભીંતને અડીને, મંદિરની બે બાજુએ અને તેની પાછળની બાજુએ 2.2 મીટર ઊંચી એવી ત્રણ માળવાળી ઓરડીઓ હતી.


છ વર્ષ સુધી યહોશેબાએ છોકરાની સારસંભાળ લીધી અને તેને મંદિરમાં સંતાડી રાખ્યો. એ વખતે અથાલ્યા રાણી રાજ કરતી હતી.


આહાબનું આખું કુટુંબ અને વંશજો માર્યા જશે; હું તેના કુટુંબના સગીર કે પુખ્ત સર્વ પુરુષોનું નિકંદન કરીશ.


વળી તેણે પ્રભુના મંદિરમાં સઘળાં સાધનોનો ભૂક્કો કર્યો. તેણે પ્રભુનું મંદિર બંધ કર્યું અને યરુશાલેમના પ્રત્યેક ભાગમાં વેદીઓ ઊભી કરી.


હિઝકિયા રાજા બન્યો એ વર્ષના પ્રથમ માસમાં તેણે પ્રભુના મંદિરના દરવાજા ખોલી નાખ્યા અને તેમને સમાર્યા.


તેમણે મંદિરનાં દ્વાર બંધ કરી દઇ દીવા હોલવાઈ જવા દીધા છે. અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરમાં નથી ધૂપ બાળ્યો કે નથી દહનબલિ ચડાવ્યાં.


હારીમના ગોત્રમાંના: એલિએઝેર, યિશ્શીયા, માલકિયા, શમાયા, શિમયોન,


તેથી મેં આગેવાનોમાંથી આ નવને બોલાવ્યા: એલિએઝેર, અરિયેલ, શમાયા, એલ્નાથાન, યારીબ, એલ્નાથાન, નાથાન, ઝખાર્યા અને મશુલ્લામ. આ બે શિક્ષકોને પણ બોલાવ્યા: યોયારીબ અને એલ્નાથાન.


વિચાર કરતાં મને સમજ પડી કે ઈશ્વરે શમાયાની સાથે કંઈ વાત કરી નથી, પણ મને આ ચેતવણી આપવા ટોબિયા અને સાનબાલ્લાટે તેને લાંચ આપી હતી.


માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે.


દુષ્ટ માણસ નેકજનની વિરુદ્ધ ષડયંત્રો રચે છે અને તેની સામે ગુસ્સાથી દાંત પીસે છે.


નાસ્તિકની વાતોથી બીજાનો વિનાશ થાય છે, પણ નેકજનની વિદ્યા તેને બચાવી લે છે.


પછી યર્મિયાએ બારૂખને આવી સૂચના આપી, “મારા પર પ્રતિબંધ છે તેથી હું પ્રભુના મંદિરમાં જઈ શકું તેમ નથી;


પણ પ્રભુના આત્માએ મારામાં પ્રવેશ કરી મને મારા પગ પર ખડો કર્યો અને મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારે ઘેર જા અને બારણાં બંધ કરીને અંદર ભરાઈ જા.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તો એવું ચાહું છું કે તમારામાંનો કોઈ મંદિરનાં દ્વાર બંધ કરી દઈને તમને મારી વેદી પર નિરર્થક અગ્નિ પેટાવતાં અટકાવે. હું તમારો સ્વીકાર કરીશ નહિ; ન તો તમારાં ચઢાવેલાં અર્પણો સ્વીકારીશ.


જુઠ્ઠા સંદેશવાહકોથી સાવધ રહો. બહારથી તો તેઓ ઘેટા જેવો દેખાવ કરીને આવે છે, પણ અંદરથી તેઓ ફાડી ખાનાર વરૂના જેવા હોય છે.


જે કોઈ ભૂંડાં કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે, અને પ્રકાશ પાસે આવવા માગતો નથી, કારણ, તે પોતાનાં કાર્યો ખુલ્લાં પડી જાય તેવું ઇચ્છતો નથી.


આખા શહેરમાં ધાંધલ મચી ગયું. બધા લોકો દોડી આવ્યા અને પાઉલને મંદિરની બહાર ઢસડી ગયા. તરત જ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan