Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પછી મેં કહ્યું, “આ તમે બહુ જ ખોટું કરો છો. તમારે તો ઈશ્વરથી ડરીને સદાચારથી વર્તવું જોઈએ. એવું કરશો તો તમે આપણા બિનયહૂદી શત્રુઓને આપણી નિંદા કરવાનું નિમિત્ત આપશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 વળી મેં કહ્યું, “જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. રખેને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે [એવી બીક રાખીને] તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 વળી મેં કહ્યું કે, “તમે જે કરી રહ્યા છો તે સારું નથી. આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે એવી બીક રાખીને શું તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 વળી મેં કહ્યું કે, “તમે આ બધું ખોટું કરી રહ્યા છો! શું તમારે દેવથી ડરીને ચાલવું નથી જેથી આપણા શત્રુઓ વિદેશીઓ આપણી હાંસી ન ઉડાવે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:9
21 Iomraidhean Croise  

અબ્રાહામે કહ્યું, “મને થયું કે આ દેશમાં ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે આ લોકો મને મારી નાખશે.


ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો.


પણ પ્રભુના શત્રુઓ કરે તેમ તેં આ કૃત્યથી પ્રભુનો અત્યંત તિરસ્કાર કર્યો છે અને તેથી તારું નવજાત બાળક મરી જશે.”


મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તેઓ અમારી કેવી મજાક કરે છે તે સાંભળો. તેમની ઠઠ્ઠામશ્કરીનું પરિણામ તેમને જ ભોગવવા દો. તેમનું સર્વસ્વ લૂંટાઈ જાય અને વિદેશમાં તેઓ કેદી તરીકે લઈ જવાય એવું કરો.


મેં, મારા સાથીદારો અને મારા નોકરોએ પણ લોકોને ઉછીના પૈસા અને અનાજ આપ્યાં છે. તો હવે તેમને બધી વસૂલાત માફ કરી દઈએ.


મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી.


તમારા ક્રોધની ઉગ્રતા કોણ જાણે છે? એવા રોષ માટે કેટલો ભય રાખવો ઘટે!


ઘાતકી માણસ પોતાના મિત્રોને છેતરીને તેમને વિનાશને પંથે દોરી જાય છે.


નેકજનને દંડ કરવો અયોગ્ય છે, અને સજ્જનને તેની પ્રામાણિક્તાને લીધે ફટકારવો એ ગેરવાજબી છે.


ન્યાય તોળતી વખતે દુષ્ટો પ્રત્યે પક્ષપાત દાખવવો, અને નેકજનોનો ન્યાય ઊંધો વાળવો એ વાજબી નથી.


વિદ્યા વિનાનો ઉત્સાહ નકામો છે; એમ જ ઉતાવળે જવું અને માર્ગ ચૂકી જવો એ અર્થહીન છે.


આ પણ જ્ઞાનીઓનાં કથનો છે: ન્યાય તોળવામાં પક્ષપાત કરવો અયોગ્ય છે.


જે પ્રજાઓમાં તેઓ ગયા તેમની મધ્યે તેમણે મારા પવિત્ર નામને કલંક લગાડયું, લોકો તેમને વિશે એવું કહેવા લાગ્યા, ‘આ તો પ્રભુના લોકો છે, છતાં એમને પ્રભુએ આપેલો દેશ છોડવો પડયો છે.’


તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો લેવો નહિ. પણ તમારે તમારા ઈશ્વરની બીક રાખવી અને તેને તમારી સાથે રાખવો.


અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.


ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “તમ યહૂદીઓને લીધે ઈશ્વરનું નામ બિનયહૂદીઓમાં નિંદાય છે.”


આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ.


તથા આત્મસંયમી, શુદ્ધ અને પોતાના પતિને આધીન રહેનાર સારી ગૃહિણી બને, અને એમ ઈશ્વર તરફથી આપવામાં આવેલ શુભસંદેશની નિંદા થાય નહિ.


વિદેશીઓ તમારા પર દુરાચરણનો ખોટો દોષ મૂક્તા હોય તોયે તેમની વચમાં તમારી વર્તણૂક યથાયોગ્ય રાખો. જેથી પ્રભુ ન્યાય કરવા આવે તે દિવસે તેઓ તમારાં સારાં કાર્યોને લીધે ઈશ્વરની સ્તુતિ કરે.


મારા પુત્રો, એ બધુ બંધ કરો. પ્રભુના લોકો તમારે વિશે આ જે બધું કહે છે એ ભયંકર વાત છે.


Lean sinn:

Sanasan


Sanasan