Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:2 - પવિત્ર બાઇબલ C.L.

2 કેટલાકે કહ્યું, “અમારાં કુટુંબો ઘણાં મોટાં છે અને અમે જીવતા રહીએ તે માટે અમારે અનાજની જરૂર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેટલાકે કહ્યું, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણા માણસો છીએ; અમને અન્ન આપો કે અમે ખાઈને જીવતાં રહીએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેમાંના કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ. તેથી અમને અનાજ આપો કે જેથી અમે તે ખાઈને જીવતાં રહીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એમાંના કેટલાક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ; અમને અનાજ આપો કે જેથી અમે તેને ખાઇને જીવતાં રહીએ.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:2
11 Iomraidhean Croise  

બધા દેશોના લોકો ઇજિપ્તમાં યોસેફ પાસે અનાજ વેચાતું લેવા માટે આવતા હતા. કારણ, આખી પૃથ્વી પર ભારે દુકાળ હતો.


તેથી તેણે પોતાના દીકરાઓને કહ્યું, “તમે એકબીજાની સામે જોઈ કેમ બેસી રહ્યા છો? મારા સાંભળવામાં આવ્યું છે કે ઇજિપ્તમાં અનાજ મળે છે; ત્યાં જાઓ અને આપણે માટે કંઈક ખરીદી લાવો કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.”


વળી, યહૂદાએ પોતાના પિતા ઇઝરાયલને કહ્યું, “છોકરાને મારી સાથે મોકલો તો અમે ઉપડીએ. જેથી આપણે સૌ એટલે તમે, અમારાં છોકરાં અને અમે જીવતાં રહીએ, અને મરી જઈએ નહિ.


શું અમે તમારી નજર આગળ જ ખતમ થઈ જઈશું! શું અમારી જમીનો પણ ધણી વગરની થઈ જશે? અનાજના બદલામાં તમે અમને અને અમારી જમીનોને ખરીદી લો. એટલે અમે તથા અમારી જમીનો ફેરોના તાબામાં રહીશું. અમને બિયારણ આપો, જેથી અમે મરી ન જઈએ પણ જીવતા રહીએ, વળી, અમારી જમીનો પણ વેરાન થઈ જાય નહિ.”


સંદેશવાહકોના સંઘના એક સભ્યની વિધવાએ એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, તમારા સેવક મારા પતિ મરણ પામ્યા છે! તમે જાણો છો કે તે ઈશ્વરથી ડરીને ચાલનાર હતા, પણ હવે તેમનો લેણદાર દેવા પેટે મારા બે પુત્રોને ગુલામ તરીકે લઈ જવા આવ્યો છે.”


બીજા કેટલાકે કહ્યું, “અમારે ભૂખમરાથી બચવા માટે અનાજ ખરીદવા માટે અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ ગીરે મૂકવાં પડયાં છે.”


તમે વાવો છો ઘણું, પણ અતિ ઓછો પાક લણો છો. ખાવાને તમારી પાસે ખોરાક છે, પણ તેથી તમે ધરાઈ શક્તા નથી. પીવાને તમારી પાસે દ્રાક્ષાસવ છે, પણ તેનાથી તમે તૃપ્ત થઈ શક્તા નથી. તમારી પાસે વસ્ત્ર છે, પણ તેનાથી તમને હૂંફ વળતી નથી. તમે કમાઓ છો, પણ તમારી કમાણી કાણી કોથળીમાં નાખવા બરાબર થાય છે.


તમારે તમારાં કાર્યથી મારું સન્માન કરવું જોઈએ. તમે મારું કહેવું નહિ માનો તો હું તમારા પર શાપ મોકલીશ. તમને તમારા પોષણ માટે મળતી વસ્તુઓને હું શાપિત કરીશ. વાસ્તવમાં હું તેમને શાપિત કરી ચૂક્યો છું. કારણ, તમે મારી આજ્ઞાને ગંભીરતાપૂર્વક લેખવતા નથી.


“તમે તમારા સાથી ઇઝરાયલીને નાણાં ધીરો ત્યારે વ્યાજ લેશો નહિ. તમારે તેમની પાસેથી નાણાંનું, અનાજનું કે ધીરેલી બીજી કોઈ વસ્તુનું વ્યાજ લેવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan