Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:15 - પવિત્ર બાઇબલ C.L.

15 મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ મારા પહેલાં જે રાજ્યપાલો હતા, તેઓના ખર્ચનો ભાર એ લોકો પર પડતો, તેઓ તેઓની પાસેથી અન્ન, દ્રાક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકેલ ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેઓના ચાકરો લોકો પર ત્રાસ ગુજારતા હતા. પણ મેં ઈશ્વરથી ડરીને તેઓની સાથે એવો વર્તાવ કર્યો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 મારી પહેલાનાં પ્રશાસકો લોકોને ભારરૂપ થઇ પડ્યા હતા; તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષારસ તેમજ 40 શેકેલ ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેમના નોકર લોકો પર ત્રાસ ગુજારતા તે તો જુદું. પણ મેં દેવથી ડરીને તેમની સાથે એવો વર્તાવ કર્યો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:15
19 Iomraidhean Croise  

અબ્રાહામે કહ્યું, “મને થયું કે આ દેશમાં ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે આ લોકો મને મારી નાખશે.


ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો.


મેં મારી બધી શક્તિ કોટના મરામતના કામમાં લગાડી અને મેં કોઈ જમીનજાગીર ખરીદી નહિ. મારી સાથેના સર્વ કાર્યકરો કોટના બાંધકામ જ ચાલુ રહ્યા.


પછી મેં કહ્યું, “આ તમે બહુ જ ખોટું કરો છો. તમારે તો ઈશ્વરથી ડરીને સદાચારથી વર્તવું જોઈએ. એવું કરશો તો તમે આપણા બિનયહૂદી શત્રુઓને આપણી નિંદા કરવાનું નિમિત્ત આપશો નહિ.


કારણ, ઈશ્વર તરફથી શિક્ષારૂપે આવતી આફતથી હું ડરતો હતો, અને તેમની પ્રતિભાના પ્રતાપને લીધે હું એવું કરી શક્તો નહોતો.


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર જનને ધન્ય છે! તે તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ પ્રસન્‍ન થાય છે.


પરંતુ તે તો તેમના ભક્તો, એટલે તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓથી જ પ્રસન્‍ન થાય છે.


પ્રભુના પ્રેમ અને વિશ્વાસુપણાને આધારે પાપનું પ્રાયશ્ર્વિત થાય છે, અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી માણસ ભૂંડાઈથી બચી જાય છે.


જો શાસનર્ક્તા અફવાઓ પર લક્ષ આપશે, તો તેના અધિકારીઓ નિ:શંક દુષ્ટ બનશે.


તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે.


તેથી મેં મારા કાકાના પુત્ર હનામએલ પાસેથી અનાથોથમાંનું તેનું ખેતર ખરીદી લીધું અને તેની કિંમત ચાંદીની સત્તર મહોર જેટલી થઈ; જે મેં તેને તોળીને ચૂકવી.


ગુલામ જેવા માણસો અમારા પર રાજ કરે છે અને અમને તેમની સત્તામાંથી છોડાવનાર કોઈ નથી.


જો તમે તમારા મિત્રોને જ શુભેચ્છા પાઠવો તો તેમાં તમે વિશેષ શું કરો છો? બિનયહૂદીઓ પણ તેવું કરે છે!


વળી, હું તમારી સાથે હતો ત્યારે જરૂર હોવા છતાં મેં તમને તકલીફ આપી નહોતી. કારણ, મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી. જેમ ભૂતકાળમાં તેમ ભવિષ્યમાં પણ હું કદી તમને બોજારૂપ નહિ થાઉં.


મેં બીજી મંડળીઓ કરતાં શું તમને વધારે પરેશાન કર્યા હતા? તમારી પાસેથી મદદ મેળવવાની મેં આશા રાખી નહિ એટલું જ ને! જો એથી મેં તમને દુ:ખી કર્યા હોય, તો મારો એટલો અપરાધ માફ કરજો.


તેના દરબારીઓ અને બીજા અધિકારીઓ માટે તે તમારા અનાજનો અને તમારી દ્રાક્ષોનો દશમો ભાગ લેશે.


Lean sinn:

Sanasan


Sanasan