Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:12 - પવિત્ર બાઇબલ C.L.

12 આગેવાનોએ જવાબ આપ્યો, “અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું. અમે માલમિલક્ત પાછી આપી દઈશું અને તેમની પાસેથી દેવું વસૂલ નહિ કરીએ.” મેં યજ્ઞકારોને બોલાવ્યા અને તેમની સમક્ષ આગેવાનોને તેમણે આપેલું વચન તેઓ પાળે તેવા સમ ખવડાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે તેઓએ કહ્યું, “અમે તે પાછાં આપીશું ને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તમારા કહેવા પ્રમાણે અમે કરીશું.” તેઓ પોતાનું વચન પાળે માટે મેં યાજકોને બોલાવીને તેઓની પાસે પ્રતિજ્ઞા લેવડાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી તેઓએ કહ્યું, “અમે તે પાછાં આપીશું અને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તારા કહેવા મુજબ અમે કરીશું,” પછી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ ખવડાવ્યા, કે તેઓ પોતાનું વચન પાળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી તેમણે કહ્યું કે, “અમે બધું પાછું સોંપી દઇશું અને હવે અમે બીજી કોઇ વસ્તુની માંગ નહિ કરીએ. અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું.” તેથી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ લેવડાવ્યાં, તેઓ પોતાનું વચન પાળશે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:12
15 Iomraidhean Croise  

બધા લોકોએ મોટે અવાજે ઉત્તર આપ્યો, “અમે તારા કહ્યા પ્રમાણે વર્તીશું.”


એટલે શખાન્યાએ કરેલા સૂચન પ્રમાણે કરવા એઝરાએ મુખ્ય યજ્ઞકારો, લેવીઓ તથા સર્વ ઇઝરાયલીઓને શપથ લેવડાવ્યા.


આથી અમે અમારા આગેવાનોની સાથે સાથે શપથ લઈએ છીએ. જો અમે એ તોડીએ તો અમારા પર શાપની શિક્ષા આવો. શપથ એ છે કે પોતાના સેવક મોશે દ્વારા ઈશ્વરે આપેલા તેમના નિયમ પ્રમાણે અમે જીવીશું, અને અમારા પ્રભુ યાહવે અમને જે જે આજ્ઞા આપે તે બધી અમે પાળીશું, અને તેમના સર્વ નિયમોનું પાલન કરીશું અને તેમની સર્વ માગણીઓ પૂરી કરીશું.


અમારા દેશમાં વસતી પરપ્રજાઓ સાથે અમે આંતરલગ્નથી જોડાઈશું નહિ.


પરપ્રજાઓ સાબ્બાથને દિવસે અથવા બીજા પવિત્ર દિવસોએ અનાજ કે બીજું કંઈપણ અમને વેચાતું આપવા આવે, તો અમે તેમની પાસેથી ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે જમીનમાં ખેતી કરીશું નહિ, અને અમારા દેણદારોનું બધું દેવું માફ કરી દઈશું.


મેં એ માણસોને ઠપકો આપ્યો, તેમને શાપ આપ્યો, તેમને માર્યા અને તેમના વાળ ફાંસી નાખ્યા. પછી મેં તેમને ઈશ્વરના નામે શપથ લેવડાવ્યા કે તેઓ કે તેમનાં સંતાનો ફરી કદી વિધર્મી પરપ્રજા સાથે આંતરલગ્ન નહિ કરે.


તેમને તમારું પૈસા કે અનાજ કે દ્રાક્ષાસવ કે ઓલિવ તેલનું તેમનું જે કંઈ દેવુ હોય તે રદ બાતલ કરી દો અને હમણાં જ તેમને તેમનાં ખેતરો, દ્રાક્ષવાડીઓ, ઓલિવવાડીઓ અને ઘરો પરત કરી દો.”


પણ ઈસુ શાંત રહ્યા. મુખ યજ્ઞકારે ફરીથી તેમને પૂછયું, જીવંત ઈશ્વરના સોંગદ લઈને કહે; શું તું ઈશ્વરનો પુત્ર ખ્રિસ્ત છે?


જાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, “પ્રભુ, મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ; અને જો મેં કોઈને છેતર્યો હોય, તો હું તેને ચારગણું પાછું ભરપાઈ કરી આપીશ.”


Lean sinn:

Sanasan


Sanasan