Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 4:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પણ અમે ઈશ્વરને પ્રાર્થના કરી અને રાતદિવસ તેમની તપાસ રાખવા અમે માણસો મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ અમે અમારા ઈશ્વરની પ્રાર્થના કરી, ને રાતદિવસ તેઓની તપાસ રાખવાને ચોકિદારો મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ અમે અમારા ઈશ્વરને પ્રાર્થના કરી અને તેઓની સામે ચોકી કરવા રાતદિવસનો જાપ્તો ગોઠવી દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પણ અમે અમારા દેવને પ્રાર્થના કરી અને તેમની સામે ચોકી કરવા રાતદિવસનો પહેરો ગોઠવી દીધો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 4:9
15 Iomraidhean Croise  

ત્યારે તેણે કહ્યું, “હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ (ઈશ્વર સાથે જંગ ખેલનાર) કહેવાશે. કારણ, ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કરીને તું જીત્યો છે.”


યહૂદિયાના લોકો કહેતા હતા, “ભાર ઊંચકનાર મજૂરોની તાક્ત ઘટતી જાય છે, અને તૂટેલા પથરા પાર વગરના પડયા છે. આપણાથી આ કોટ કેવી રીતે પૂરો થશે.”


અમારા શત્રુઓએ વિચાર્યું કે તેઓ અમારા પર આક્રમણ કરીને અમને મારી નાખે અને અમારું કામ થંભાવી દે ત્યાં સુધી અમે તેમને જોવાના નથી કે કંઈ જાણવાના નથી.


તે પ્રપંચીઓના પેંતરાને ઊંધા વાળે છે અને તેમના હાથનાં કાર્યો સફળ થવા દેતા નથી.


પ્રભુ વિધર્મી રાષ્ટ્રોના ઇરાદાને નિષ્ફળ કરે છે, અને તે પ્રજાઓની યોજનાઓને નિરર્થક બનાવે છે.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


પ્રભુની દૃષ્ટિ જ્ઞાનીની દેખરેખ રાખે છે; પણ કપટીઓના શબ્દો તે જૂઠા પાડે છે.


જાગતા રહો અને પ્રાર્થના કરો; જેથી તમે પ્રલોભનમાં ન પડો. આત્મા તત્પર છે, પણ દેહ નિર્બળ છે.


સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”


જાગૃત થાઓ, સાવધ રહો, તમારો દુશ્મન શેતાન, ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે.


Lean sinn:

Sanasan


Sanasan