Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 એમ અમે કોટનું બાંધકામ ચાલુ રાખ્યું, અને થોડા સમયમાં તો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી બંધાઈ ગયો; કારણ, લોકો કામ કરવા આતુર હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એ પ્રમાણે અમે તે કોટ બાંધ્યો; અને શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઇ સુધી સાંધી દીધો. કેમ કે લોકોને કામ કરવાનું મન હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 એમ અમે તે કોટ બાંધ્યો અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે આખો કોટ તેની નિર્ધારિત ઊંચાઈથી અડધા ભાગનો કોટ તો તેઓએ જોતજોતામાં બાંધી દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેથી અમે તો દીવાલ બાંધતા જ રહ્યાં અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે, સમગ્ર દીવાલ તેની નિર્ધારિત ઊંચાઇથી અડધી તો જોતજોતામાં બંધાઇ ગઇ.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 4:6
13 Iomraidhean Croise  

“છતાં હું અને મારા લોક હકીક્તમાં તમને કંઈ આપી શકીએ તેમ છીએ જ નહિ; કારણ, અમારું જે કંઈ છે તે તમારા તરફથી જ મળેલું છે અને જે તમારું પોતાનું છે તે જ અમે તમને આપ્યું છે.


વળી, એ સર્વ ઉપરાંત મારા ઈશ્વરના મંદિર પ્રત્યેના મારા પ્રેમને લીધે મેં મારી અંગત સંપત્તિમાંથી સોનુંચાંદી આપ્યાં છે.


હિઝકિયા રાજા અને લોકો ખૂબ જ આનંદમાં હતા. કારણ, ઈશ્વરે તેમને એ બધી કાર્યવાહી જલદી પૂરી કરવામાં સહાય કરી હતી.


તમે તેમના દુરાચારની ક્ષમા આપશો નહિ અને તેમનાં પાપ ભૂલી જશો નહિ. કારણ, તેમણે અમ બાંધનારાઓનું અમારી સામે જ અપમાન કર્યું છે.”


સાનબાલ્લાટ તથા ટોબિયાએ તેમજ અરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે અમે યરુશાલેમના કોટને ફરી બાંધવાના કામમાં પ્રગતિ કરી રહ્યા છીએ અને કોટનાં ગાબડાં પૂરાવાં લાગ્યાં છે ત્યારે તેઓ ખૂબ જ રોષે ભરાયા.


બાવન દિવસના કામ પછી એલૂલ માસની પચીસમી તારીખે કોટ પૂરો થયો.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


યરુશાલેમ નગર તો સુંદર, સુવ્યવસ્થિત અને સુગઠિત રીતે બંધાયેલું છે.


પ્રભુએ યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકોના મનમાં મંદિર બાંધવાની પ્રેરણા કરી.


કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે.


તે તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સુસજજ કરો અને તેમને જે પ્રસન્‍ન કરી શકે તેવી બાબતો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણામાં પૂરી કરો. યુગોના યુગો સુધી ઈસુ ખ્રિસ્તને મહિમા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan