Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 4:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તેઓ અમારી કેવી મજાક કરે છે તે સાંભળો. તેમની ઠઠ્ઠામશ્કરીનું પરિણામ તેમને જ ભોગવવા દો. તેમનું સર્વસ્વ લૂંટાઈ જાય અને વિદેશમાં તેઓ કેદી તરીકે લઈ જવાય એવું કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 “હે અમારા ઈશ્વર, સાંભળો, અમારો તિરસ્કાર કરવામાં આવે છે! તેઓ અમારી નિંદા કરે છે તેનો તેમને તમે બદલો આપો. તેઓ બંદીવાસમાં જાઓ, અને તેમના ઘરબાર લૂંટાઈ જાઓ!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અમારા ઈશ્વર, સાંભળો, કેમ કે અમારી મશ્કરી કરવામાં આવે છે. તેઓ અમારી જે નિંદા કરે છે તેનો બદલો તેઓને વાળી આપો. તેઓ બંદીવાસમાં જાઓ અને તેઓના ઘરબાર લૂંટાઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યારે મેં મારી પ્રાર્થનામાં કહ્યું, “જુઓ હે અમારા દેવ, અમારી મશ્કરી કરવામાં આવે છે; તેઓના ઉપહાસને તેમના જ માથે માર અને તેઓ પોતાની જાતેજ, તેઓને વિદેશમાં બંદીવાસમાં લઇ જવામાં આવો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 4:4
7 Iomraidhean Croise  

પછી મેં કહ્યું, “આ તમે બહુ જ ખોટું કરો છો. તમારે તો ઈશ્વરથી ડરીને સદાચારથી વર્તવું જોઈએ. એવું કરશો તો તમે આપણા બિનયહૂદી શત્રુઓને આપણી નિંદા કરવાનું નિમિત્ત આપશો નહિ.


lહે પ્રભુ, અમારી પડોશી પ્રજાઓએ તમારી કરેલી નિંદાનો સાત ગણો બદલો તેમને શિરે વાળો.


પ્રભુ ઉદ્ધતોની ઉપેક્ષા કરે છે; પરંતુ નમ્રજનો પર પોતાની કૃપા વરસાવે છે.


“તેઓ તેમની સઘળી દુષ્ટતાને લીધે દોષિત ઠરો. મારા પાપને લીધે તમે મને શિક્ષા કરી, તેમ તેમને પણ કરો. હું દુ:ખમાં નિસાસા નાખું છું. મારું હૃદય નિર્ગત થયું છે


ઇઝરાયલના લોકોએ ભારે રોષ ચડાવ્યો છે તેમના ગુના માટે તેઓ મૃત્યુદંડને લાયક છે; તેમણે ઈશ્વરની માનહાનિ કરી હોવાથી તે તેમને સજા કરશે.


પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”


Lean sinn:

Sanasan


Sanasan