Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 4:23 - પવિત્ર બાઇબલ C.L.

23 હું, મારા સાથીદારો, મારા ચાકરો કે મારા સંરક્ષકોમાંથી કોઈ પોતાનાં વસ્ત્ર ઉતારતા નહિ. અમે બધા શસ્ત્રસજિજત જ રહેતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એમ હું, મારા ભાઈઓ, મારા સેવકો તથા મારા હાથ નીચેના રક્ષક સિપાઈઓ, એમાંનો કોઇપણ પોતાના વસ્ત્ર ઉતારતો નહિ, પ્રત્યેક પોતાનું વસ્ત્ર સાથે રાખીને પણઘટ પર જતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 આમ, હું, મારા ભાઈઓ, મારા ચાકરો કે મારી પાછળ ચાલતા રક્ષકો કોઈ કદી વસ્ત્રો ઉતારતા નહિ અને અમારા દરેક જણ પાસે શસ્ત્રો અને પાણી હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આમ, હું મારા સગાંવહાંલા, મારા સેવકો મારી પાછળ ચાલતા અંગરક્ષકો કોઇ કદી કપડા ઉતારતા નહિ, અને જ્યારે અમે પાણી મેળવવા જતાં ત્યારે અમે દરેક જણ અમારા શસ્ત્રો પકડી રાખતાં.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 4:23
8 Iomraidhean Croise  

એ સમય દરમ્યાન મેં લોકોને કહ્યું કે તેમણે તેમના સાથીદારો સહિત રાત્રે યરુશાલેમમાં જ રોકાવું, જેથી આપણે રાત્રે શહેરનું રક્ષણ કરી શકીએ અને દિવસે કામ કરી શકીએ.


થોડા સમય બાદ લોકોમાંથી ઘણા સ્ત્રીપુરુષો પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યા.


મેં મારી બધી શક્તિ કોટના મરામતના કામમાં લગાડી અને મેં કોઈ જમીનજાગીર ખરીદી નહિ. મારી સાથેના સર્વ કાર્યકરો કોટના બાંધકામ જ ચાલુ રહ્યા.


યરુશાલેમના વહીવટ માટે મેં બે માણસોની નિમણૂક કરી: એક તો મારો ભાઈ હનાની અને બીજો કિલ્લાનો અમલદાર હનાન્યા. હનાન્યા સૌથી ભરોસાપાત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ હતો.


કે એકબીજાના માર્ગમાં આડે આવતું નથી. તેઓ સંરક્ષણની આડશોમાં થઈને પાર જાય છે અને કશાથી તેમને રોકી શક્તાં નથી.


પણ હું જે કંઈ છું તે ઈશ્વરની કૃપાથી છું, અને તેમણે મારા પર કરેલી કૃપા નિરર્થક ગઈ નથી. એનાથી તો બીજા બધા પ્રેષિતો કરતાં મેં સખત પરિશ્રમ કર્યો છે. જોકે હકીક્તમાં તો એ ક્મ મેં નથી કર્યું, પણ મારી સાથે કાર્ય કરનાર ઈશ્વરની કૃપાથી એ બન્યું છે.


જળાશયો આગળ બેસીને લૂંટ વહેંચી લેનારાઓનો અવાજ સાંભળો! તેઓ પ્રભુના વિજયોનું, ઇઝરાયલના લોકોના વિજયોનું રટણ કરે છે. પછી પ્રભુના લોક તેમના નગરના દરવાજા તરફ કૂચ કરી જાય છે.


તેથી તે પોતાના માણસોને લઈને સાલ્મોન પર્વત પર ગયો. ત્યાં તેણે એક કુહાડો લઈને વૃક્ષની ડાળ કાપી; પછી તેણે તે પોતાને ખભે ઊંચકી લીધી. તેણે પોતાના માણસો પણ એ જ પ્રમાણે સત્વરે કરવા જણાવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan