Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પોતાના સાથીદારો અને સમરુની સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ દુર્બળ યહૂદીઓ શું કરવા ધારે છે? શું તેઓ ફરીથી આ શહેર બાંધવા માગે છે? બલિદાનો ચડાવવાથી એક દિવસમાં કામ પૂરું થઈ જશે એવું તેઓ માને છે? બળેલા પથ્થરોના ટુકડાઓના ઢગલામાંથી તેઓ બાંધકામના પથ્થરો પેદા કરી શકશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પોતાના ભાઈઓની તથા સનરુનના સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ નિર્મળ યહૂદિઓ શું કરે છે? શું તેઓ પોતાને માટે કોટ બાંધવાના? શું તેઓ યજ્ઞ કરવાના? શું તેઓ એક જ દિવસમાં પૂરું કરવાના? શું બળી ગયેલી [ઇમારતોનાં] ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેના ભાઈઓ અને સમરુનના સૈન્યની હાજરીમાં તે બોલ્યો, “આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યા છે? શું તેઓ પોતાને માટે ફરીથી નગર બાંધશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પૂરું કરી શકશે? શું બળી ગયેલી ઈમારતોના ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પુન:નિર્માણ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે પોતાના મિત્ર અને સમરૂનની સૈનાની સામે બોલ્યો, “આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યાં છે? શું તેઓ આને ફરીથી નવું બનાવશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પુરું કરી નાખશે? શું તેઓ ધૂળ ઢેફાંના ઢગલામાંથી ફરીથી પથ્થર બનાવશે જે બળીને રાખ થઇ ગયા છે?”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 4:2
17 Iomraidhean Croise  

દેશમાં વસતા લોકોએ યહૂદીઓને મંદિર બાંધતા અટકાવવાને તેમને હેરાન પરેશાન કર્યા.


યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે.


એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો.


યહૂદિયાના લોકો કહેતા હતા, “ભાર ઊંચકનાર મજૂરોની તાક્ત ઘટતી જાય છે, અને તૂટેલા પથરા પાર વગરના પડયા છે. આપણાથી આ કોટ કેવી રીતે પૂરો થશે.”


બાવન દિવસના કામ પછી એલૂલ માસની પચીસમી તારીખે કોટ પૂરો થયો.


તેઓ કહે છે, “ચાલો, આપણે તેમને એક પ્રજા તરીકે મિટાવી દઈએ જેથી ઇઝરાયલ પ્રજાના નામનું સ્મરણ સુદ્ધાં ન રહે.”


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.”


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


હે પ્રભુ, તમારાં કામો વિષે મેં તમારી કીર્તિ સાંભળી છે અને તેથી હું વિસ્મય પામું છું. હે પ્રભુ, અમારા સમયમાં પણ એવાં અજાયબ ક્મ ફરી કરી બતાવો. તમે કોપાયમાન થયા હોય, તોપણ દયા દર્શાઓ.


તે સમયે યરુશાલેમમાં વસનારા લોકોનું પ્રભુ રક્ષણ કરશે, અને એમનામાં જે સૌથી નબળો હોય તે દાવિદ સમાન બળવાન બનશે. દાવિદના વંશજો તેમને પ્રભુના દૂતની જેમ, હા, ખુદ ઈશ્વરની જેમ દોરશે.


ક્મની પ્રગતિ ખૂબ જ ધીમી હોઈ તેઓ નિરાશ થઈ ગયા છે. પણ ઝરુબ્બાબેલને મંદિરનું બાંધક્મ ચાલુ રાખતો જોઈને તેઓ હર્ષ પામશે.” દૂતે મને કહ્યું, “સાત દીવા તો આખી પૃથ્વીનું નિરીક્ષણ કરનારી પ્રભુની સાત આંખો છે.”


દુનિયા જેમને મૂર્ખ ગણે છે તેમને ઈશ્વરે ઇરાદાપૂર્વક જ પસંદ કર્યા છે, જેથી જ્ઞાનીઓ શરમાઈ જાય; દુનિયા જેમને નિર્બળ ગણે છે તેમને તેમણે પસંદ કર્યા છે; જેથી શક્તિશાળીઓ શરમાઈ જાય.


Lean sinn:

Sanasan


Sanasan