Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 4:17 - પવિત્ર બાઇબલ C.L.

17 બાંધકામનો સરસામાન ઊંચકનારા પણ એક હાથે કામ કરતા અને બીજા હાથમાં શસ્ત્ર રાખતા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જેઓ કોટ બાંધતા હતા તેઓ, તથા જેઓ માથા પર બોજો ઉપાડતા હતા તેઓ પણ, શસ્ત્રસજ્જિત રહેતા, તેઓમાંનો દરેક એક હાથથી કામ કરતો, ને બીજા હાથમાં શસ્ત્ર રાખતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કોટ બાંધનારાઓ અને વજન ઉપાડનારાઓ એક હાથથી કામ કરતા હતા અને બીજા હાથમાં શસ્ત્ર ધારણ કરી રાખતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જેઓ દીવાલ બાંધતા હતા તેઓ, અને વજન ઉપાડતા હતા તેઓ બધાં એક હાથથી કામ કરતાં, ને બીજા હાથમાં શસ્ત્ર રાખતાં;

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 4:17
15 Iomraidhean Croise  

તેથી જ્યાં કોટ આૂરો હોય તેવા સ્થાનોમાં મેં લોકોને તેમના ગોત્રવાર તલવારો, ભાલાઓ અને ધનુષ્યો સજાવીને ગોઠવી દીધા.


તે વખતથી મારા અર્ધા માણસો કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો બખ્તર પહેરીને તથા ભાલા, ઢાલો અને ધનુષ્યો સજીને ચોકીપહેરો કરતા. આગેવાનો પણ કોટનું કામ કરતાં કરતાં યહૂદિયાના લોકોનું ધ્યાન રાખતા હતા.


બાંધકામમાં રોક્યેલ પ્રત્યેક જણ પોતાની કમરે તલવાર લટકાવી રાખતો. ચેતવણી માટેનું રણશિંગડું વગાડનાર મારી સાથે રહેતો.


તેમના ગળામાં ઈશ્વરની બુલંદ સ્તુતિ હો; અને તેમના હાથમાં બેધારી તલવાર હો;


તેઓ બધા તલવારબાજીમાં અને યુદ્ધકળામાં કુશળ છે. રાત્રિહુમલાના ભયની આશંકાથી તેઓ સૌએ પોતાની તલવાર કમરે લટકાવેલી છે.


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


કે એકબીજાના માર્ગમાં આડે આવતું નથી. તેઓ સંરક્ષણની આડશોમાં થઈને પાર જાય છે અને કશાથી તેમને રોકી શક્તાં નથી.


જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ.


કારણ, ઘણા વિરોધીઓ હોવા છતાં પ્રભુએ અહીં મારે માટે મહાન અને ઉમદા કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું છે.


જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હકક નથી? પણ અમે અમારા એ હક્કનો ઉપયોગ કર્યો નથી. ખ્રિસ્ત વિષેના શુભસંદેશના માર્ગમાં કંઈ અવરોધ આવે નહિ માટે અમે સઘળું સહન કર્યું છે.


સાચા પ્રેમથી, સત્યના અમારા સંદેશાથી અને ઈશ્વરના સામર્થ્ય દ્વારા કર્યું છે. સ્વરક્ષણ તેમજ આક્રમણ માટે અમે સચ્ચાઈને અમારું શસ્ત્ર બનાવ્યું છે!


અને વિરોધ કરનારાઓની જરાપણ બીક રાખતા નથી. તેમનો તો નાશ થશે પણ તમારો ઉદ્ધાર થશે એની ઈશ્વર તરફથી આ સ્પષ્ટ નિશાની છે.


ઈસુ ખ્રિસ્તના વફાદાર સૈનિક તરીકે દુ:ખ સહન કરવામાં તારો ભાગ લે.


દોડની સ્પર્ધામાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે. મેં મારી દોડનું નિયત અંતર પૂરું કર્યું છે. વિશ્વાસમાં હું અડગ રહ્યો છું.


Lean sinn:

Sanasan


Sanasan