4 તે પછીના ભાગની મરામત હાક્કોથના પુત્ર ઉરિયાના પુત્ર મરેમોથે કરી. તે પછીના ભાગની મરામત મશેઝાબએલના પુત્ર બેરેખ્યાના પુત્ર મશુલ્લામે કરી. તેના પછી બાઆનાના પુત્ર સાદોકે મરામત કરી.
4 તેઓની પાસે હાક્કોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ મરામત કરતો હતો.તેની પાસે મેશેઝાબએલના પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાનો પુત્ર સાદોક મરામત કરતો હતો.
4 તેઓની પાસે હાક્કોસનો દીકરો, ઉરિયાનો દીકરો, મરેમોથ મરામત કરતો હતો. તેની પાસે મશેઝાબએલનો દીકરો બેરેખ્યાનો દીકરો મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાનાહનો દીકરો સાદોક સમારકામ કરતો હતો.
4 એ પછીના ભાગની મરામત હાક્કોસના પુત્ર ઊરિયાના પુત્ર મરેમોથે કરી. તેની પાસે મશેઝાબએલનો પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાઅનાનો પુત્ર સાદોક મરામત કરતો હતો.
યજ્ઞકારોનાં જે ગોત્રો પોતાની વંશાવળી માટે કોઈ પુરાવો મેળવી શક્યા નહિ તેમાં હબાયા, હાક્કોસ તથા બાર્ઝિલ્લાયના વંશજો હતા. (બાર્ઝિલ્લાય યજ્ઞકારોના ગોત્રના પૂર્વજે ગિલ્યાદના બાર્ઝિલ્લાય ગોત્રની સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું અને તેણે પોતાના સસરાના ગોત્રનું નામ ધારણ કર્યું હતું.) એ લોકો પોતાના પૂર્વજોની માહિતી આપી શક્યા નહિ;
ચોથે દિવસે મંદિરમાં જઈને અમે ઉરિયા યજ્ઞકારના પુત્ર મરેમોથને સોનુંરૂપું તથા પાત્રો વજન કરીને સોંપી દીધાં. તે સમયે ફિનહાસનો પુત્ર એલાઝાર તેમજ યેશૂઆનો પુત્ર યોઝાખાદ અને બિન્નઈનો પુત્ર નોઆયા એ બે લેવીઓ પણ હાજર હતા.
તે પછીના ભાગમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન તેમના બીજા ભાગનું મરામતકામ કરતા હતા. પછીના ભાગમાં બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ તેના ઘરની સામે મરામત કામ કરતો હતો.
યહૂદિયામાં ઘણા યહૂદીઓ ટોબિયા સાથે ભળેલા હતા; કારણ ટોબિયા આરાહના પુત્ર યહૂદી શખાન્યાનો જમાઈ હતો. વળી, ટોબિયાના પુત્ર યહોહાનને બેરેખ્યાના પુત્ર મેશુલ્લામની પુત્રી સાથે લગ્ન કર્યું હતું.
નીચે જણાવેલ યજ્ઞકારોનાં ગોત્ર પોતાનો વંશ સાબિત કરવા વંશાવળીમાં તે અંગેની નોંધ બતાવી શક્યા નહિ. હોબાયા, હાક્કોસ, અને બાર્ઝિલાય (બાર્ઝિલાયના ગોત્રના પૂર્વજે ગિલ્યાદના બાર્ઝિલાય ગોત્રની સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું અને પોતાના સસરાના ગોત્રનું નામ અપનાવ્યું હતું.) તેમના પૂર્વજો કોણ હતા તે તેઓ સાબિત કરી શકયા નહિ, તેથી તેમનો યજ્ઞકાર તરીકે સ્વીકાર થયો નહિ.