25-26 ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચાથી માંડીને સંરક્ષકોના ચોક નજીક રાજાના ઉપલા મહેલના બુરજ સુધીના બીજા ભાગમાં મરામત કરતો હતો. પારોશનો પુત્ર પદાયા તે પછીના ભાગમાં “પાણી દરવાજા” અને મંદિરના ચોકીના બુરજ પાસે પૂર્વમાં આવેલા સ્થાન સુધી મરામત કરતો હતો. (એ સ્થાન તો ઓફેલ નામે ઓળખાતા શહેરના એક ભાગમાં હતું અને ત્યાં મંદિરના સેવકો રહેતા હતા.)
25 ઉઝાયનો પુત્ર પાલાલ [કોટના] ખાંચા સામે, તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ આગળ ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો.તેના પછી પારોશનો પુત્ર પદાયા [મરામત કરતો હતો].
25 ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણા આગળ હતો, તેની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં પારોશનો પુત્ર પદાયા મરામત કરતો હતો.
25 ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે, તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણામાં હતો, તેની સામે મરામત કરતો હતો. તેના પછી પારોશના પુત્ર પદાયા મરામત કરતો હતો.
એઝરા આ પ્રસંગને માટે બાંધવામાં આવેલ લાકડાના મંચ પર ઊભો હતો. તેની જમણી તરફ આ માણસો ઊભા હતા: માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલકિયા તથા માસેયા. તેની ડાબી તરફ આ માણસો ઊભા હતા: પદાયા, મીશાએલ માલકિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ.
તે કહે છે, ‘હું મારે માટે ભવ્ય મહેલ બાંધીશ. તેમાં ઉપલે માળે ઉજાસવાળા મોટા મોટા ઓરડા હશે.’ તેથી તે મોટી મોટી બારીઓ મૂકાવે છે, અને તેની છત પર ગંધતરુના ક્ષ્ટનાં પાટિયાં જડે છે અને તેને સિંદુરના ચળક્તા લાલ રંગથી રંગાવે છે.
તેથી સિદકિયાએ તે મુજબ હુકમ આપ્યો અને તેમણે યર્મિયાને ચોકીદારોના ચોકમાં રાખ્યો. જ્યાં સુધી નગરમાં આહાર ઉપલબ્ધ હતો, ત્યાં સુધી ભઠિયારાઓની શેરીમાંથી તેને દરરોજ થોડો થોડો ખોરાક આપવામાં આવતો. આમ, યર્મિયા ચોકીદારોના ચોકમાં રહ્યો.
હે યરુશાલેમ, તું તો ઘેટાંપાળકના બુરજ જેવું છે, અને તારામાં રહીને ઈશ્વર પોતાના લોકની સંભાળ રાખે છે. તું ફરી એકવાર અગાઉની જેમ તમારા રાજ્યની રાજધાની બની રહેશે.