Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 આઝબૂકનો પુત્ર નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જિલ્લાનો અધિકારી હતો તે દાવિદની કબર, તળાવ અને છેક શસ્ત્રાગાર સુધીના પછીના ભાગમાં મરામત કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેના પછી આઝબૂકનો પુત્ર નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જિલ્લાનો અધીકારી હતો, તે દાઉદની કબરની સામેની જગા સુધી, તથા ખોદેલા તળાવ સુધી તથા શાસ્ત્રાલય સુધી મરામત કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેની બાજુમાં આઝબૂકનો દીકરો નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જીલ્લાનો અધિકારી હતો, તેણે દાઉદની કબરોની સામેની જગ્યા સુધી તથા ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેના પછી નહેમ્યા, જે આઝબૂકનો પુત્ર હતો અને બેથ-સૂરના અડધા પ્રાંતનો પ્રશાસક હતો, તેણે દાઉદની કબરોની સામે વાળી જગ્યાથી લઇને ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 3:16
18 Iomraidhean Croise  

હિઝકિયા રાજાનાં અન્ય કાર્યો, તેનાં પરાક્રમી કામો, અને તેણે બાંધેલ જળાશય તથા શહેરમાં પાણી પહોંચાડવા ખડકમાં ખોદાવેલ ભૂગર્ભ જળમાર્ગ વિષેનું વર્ણન યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.


શામ્માઈ માઓનનો પિતા હતો, માઓન બેથ-શૂરનો પિતા હતો.


બેથ-શૂર, સોકો, અદુલ્લામ,


દાવિદનગરમાં તેણે પોતાના માટે ખડકમાં ખોદાવેલી કબરમાં તેને દફનાવવામાં આવ્યો. તેમણે તેના મૃતદેહને દફન માટે અત્તરો અને સુગંધી તેલો લગાડયાં અને તેના મરણનો શોક પાળવા મોટું દહન કર્યું.


ત્યાર પછી હું ઉત્તર તરફ ગયો અને “ઝરાના દરવાજા” સુધી તથા “રાજાના તળાવ” સુધી ગયો. મારા ગધેડાને ચાલવા જેટલો માર્ગ પણ મળતો નહોતો.


હાલ્લોહેશનો પુત્ર શાલ્લૂમ યરુશાલેમ જિલ્લાનો બીજા અર્ધા વિભાગનો અધિકારી હતો. તેણે તે પછીના ભાગની મરામત કરી. તેની પુત્રીઓએ તેમાં તેને મદદ કરી.


રેખાબના પુત્ર માલકિયાએ “કચરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તે બેથ હાકકેરેમ જિલ્લાનો અધિકારી હતો. તેણે બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા માટે નકુચા તથા પાટિયાં બેસાડયાં.


કોટના પછીના જુદાજુદા ભાગોની મરામત નીચે જણાવેલા લેવીઓએ કરી: બાનીનો પુત્ર રહૂમ પછીના ભાગમાં મરામત કરતો હતો. કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી હશાબ્યા તેના જિલ્લા તરફથી તે પછીના ભાગની મરામત કરતો હતો.


તેમના પછીના ભાગમાં હૂરના પુત્ર રફાયાએ મરામત કરી. તે યરુશાલેમ જિલ્લાના અર્ધા વિભાગનો અધિકારી હતો.


મેં તેમને પાણી પાવા માટે જળાશયો ખોદાવ્યાં.


જુઓ, એ તો શલોમોન છે, જે પાલખીમાં બેસીને આવે છે. તેને ફરતે ઇઝરાયલના સાઠ જેટલા સુસજ્જ સૈનિકો તેના અંગરક્ષકો છે.


વળી, પ્રાચીન કુંડનું પાણી વાળી લાવી તેનો સંગ્રહ કરવા માટે શહેરની અંદર જળકુંડ બનાવ્યો. પણ આ બધાના સરજનહાર તરફ તમે મીટ માંડી નહિ. તેમજ અગાઉથી તેની રચના કરનાર ઈશ્વર તરફ લક્ષ આપ્યું નહિ.


યરુશાલેમની સંરક્ષણ દીવાલમાં પડેલાં ગાબડાંનું તમે અવલોકન કર્યું. નીચાણના જળકુંડમાં તમે પાણીનો સંગ્રહ કર્યો.


પ્રભુએ યશાયાને કહ્યું, “તું તારી સાથે તારા પુત્ર શઆર-યાશૂબ [અર્થાત્ બચેલો શેષ પાછો ફરશે]ને લઈને આહાઝ રાજાને મળવા જા. તે તને ધોબીઘાટને માર્ગે ઉપરના કુંડના નાળાને છેડે મળશે.


“ભાઈઓ, આપણા પૂર્વજ દાવિદ વિષે મારે તમને સ્પષ્ટ કહેવું જોઈએ. તે મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો, અને આજ દિન સુધી તેની કબર અહીં આપણે ત્યાં છે.


હાલ્હૂલ, બેથ-શૂર, ગદોર


Lean sinn:

Sanasan


Sanasan