Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 3:15 - પવિત્ર બાઇબલ C.L.

15 કોલહોઝેનો પુત્ર શાલ્લૂમ, જે મિસ્પા જિલ્લાનો અધિકારી હતો. તેણે “ઝરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેણે દરવાજા પર છાપરું કર્યું, બારણાં ચડાવ્યાં અને તેના નકુચા તથા પાટિયાં બેસાડયાં. તેણે રાજાના બગીચાની નજીક શેલા તળાવ પર દાવિદનગરમાંથી ચડવાની સીડી સુધીનો કોટ બાંધ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કારંજાના દરવાજાની મરામત કોલહોઝેનો પુત્ર શાલ્લૂન, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો; તેણે તે બાંધીને તેને ઢાંકી, અને તેના કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવનો કોટ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી [બાંધ્યો].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કારંજાના દરવાજાની મરામત કોલ-હોઝેહનો દીકરો શાલ્લુમ, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે સમારકામ કરી તેનાં બારણા બેસાડ્યા. તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવની દીવાલ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી બાંધ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 કોલહોઝેહનો પુત્ર શાલ્લૂન મિસ્પાહ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે કારંજાના દરવાજાનું સમારકામ કરી ફરી બનાવ્યો અને તેને ઉપરથી ઢાંકી દીધો અને તેનાં બારણા, આગળા અને દરવાજાના સળિયા ચઢાવ્યાં. વળી તેણે રાજાના બગીચાને અડીને આવેલા શેલાહના તળાવની દીવાલ, દાઉદના શહેરથી નીચે આવતા પગથિયાં સુધી બાંધી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 3:15
19 Iomraidhean Croise  

કિલ્લો જીતી લીધા પછી દાવિદ તેમાં રહ્યો અને તેને ‘દાવિદનું નગર’ એવું નામ આપ્યું. પર્વતની પૂર્વ બાજુએ જ્યાં જમીનમાં પૂરાણ કરવામાં આવ્યું હતું ત્યાંથી શરૂ કરીને તેણે તેની આજુબાજુ નગર બાંધ્યું.


તેથી નગરકોટમાં બાકોરું પાડવામાં આવ્યું, અને ખાલદીઓનું લશ્કર નગરની ચારે બાજુ ઘેરો ઘાલીને પડયું હોવા છતાં કેટલાક સૈનિકો રાત્રે નાસી છૂટયા. તેમણે રાજઉદ્યાનને માર્ગે બે દીવાલોની વચ્ચેના પ્રવેશદ્વાર મારફતે અરાબા એટલે યર્દનના ખીણપ્રદેશ તરફ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો.


ગિહોનના ઝરણાંને બંધ કરી દઈ યરુશાલેમના કોટની અંદરના ભાગમાં પાણી વાળી લેવા ભૂગર્ભમાંથી સુરંગ કાઢનાર હિઝકિયા રાજા જ હતો. પોતે જે કંઈ કરતો તેમાં તે સફળ થતો.


ઝરણાના દરવાજે દાવિદનગરમાં જવાનાં પગથિયાં પર તેઓ ચડયા, દાવિદનો મહેલ પસાર કર્યો અને શહેરના પૂર્વ ભાગમાં પાણીના દરવાજા પાસે પાછા કોટ પર આવ્યા.


ત્યાર પછી હું ઉત્તર તરફ ગયો અને “ઝરાના દરવાજા” સુધી તથા “રાજાના તળાવ” સુધી ગયો. મારા ગધેડાને ચાલવા જેટલો માર્ગ પણ મળતો નહોતો.


પણ હવે મેં તેમને કહ્યું, “આપણે કેવા ભારે સંકટમાં છીએ તે તમે જાણો છો; એટલે કે યરુશાલેમ ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ અગ્નિથી બાળી નાખવામાં આવ્યા છે. ચાલો, આપણે શહેરનો કોટ ફરીથી બાંધીએ અને આપણી નામોશી દૂર કરીએ.


હાલ્લોહેશનો પુત્ર શાલ્લૂમ યરુશાલેમ જિલ્લાનો બીજા અર્ધા વિભાગનો અધિકારી હતો. તેણે તે પછીના ભાગની મરામત કરી. તેની પુત્રીઓએ તેમાં તેને મદદ કરી.


રેખાબના પુત્ર માલકિયાએ “કચરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તે બેથ હાકકેરેમ જિલ્લાનો અધિકારી હતો. તેણે બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા માટે નકુચા તથા પાટિયાં બેસાડયાં.


યેશૂઆનો પુત્ર એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો તેણે શસ્ત્રાગાર આગળ જ્યાં કોટ વળાંક લે છે ત્યાં સુધીના ભાગની મરામત કરી.


તે પછીના ભાગમાં મલાય્યા ગિલ્યોની તથા યાદોન મેરાનાથી તેમ જ ગિલ્યોન તથા મિસ્પાના માણસોએ પશ્ર્વિમ-યુફ્રેટિસના રાજ્યપાલના રાજભવન સુધીના વિસ્તારમાં મરામતકામ કર્યું.


તેમના પછીના ભાગમાં હૂરના પુત્ર રફાયાએ મરામત કરી. તે યરુશાલેમ જિલ્લાના અર્ધા વિભાગનો અધિકારી હતો.


મેં તેમને પાણી પાવા માટે જળાશયો ખોદાવ્યાં.


તેમણે કહ્યું, “આ લોકોએ શિલોઆના મંદમંદ વહેતા ઝરણાને ત્યજી દીધું છે, અને તેઓ રસીન અને રમાલ્યાના પુત્ર પેકાથી રાજી છે.


પછી યર્મિયા મિસ્પામાં ગદાલ્યા પાસે દેશમાં બાકી રહેલા લોકો મધ્યે રહેવા માટે ગયો.


શિલોઆમમાં પેલા અઢાર માણસો પર બુરજ તૂટી પડયો હતો, એમનું શું? યરુશાલેમમાં રહેતા અન્ય માણસો કરતાં તેઓ વધારે પાપી હતા એમ તમે માનો છો?


અને તેને કહ્યું, “જા, શિલોઆમ (અર્થાત્ મોકલાયેલો)ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.” તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો.


ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા.


દરમ્યાનમાં, બિન્યામીનના કુળના લોકોએ સાંભળ્યું કે બાકીના બીજા બધા ઇઝરાયલીઓ મિસ્પામાં એકત્ર થયા છે. ઇઝરાયલીઓએ પૂછયું, “હવે અમને કહો કે આ ગુનાઈત કાર્ય કેવી રીતે થયું?”


Lean sinn:

Sanasan


Sanasan