Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 શહેરના કોટની મરામત આ રીતે કરવામાં આવી. મુખ્ય યજ્ઞકાર એલ્યાશીબ તથા તેના યજ્ઞકારોએ “ઘેટાના દરવાજા” બાંધકામ કર્યું. તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેમણે દરવાજાનાં બારણાં ચડાવ્યાં. તેમણે શતક બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી કોટનું બાંધકામ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને મેંઢાભાગળ બાંધી, અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચઢાવ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનેલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને ઘેટાંનો દરવાજો બાંધ્યો. તેઓએ તેને પવિત્ર કર્યા પછી તેનાં સ્થાને બારણાં બેસાડ્યાં. તેઓએ હામ્મેઆહના બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મુખ્ય યાજક એલ્યાશીબે ઘેટાં દરવાજાનું નવેસરથી બાંધકામ ચાલું કર્યુ, પછી તેણે તેની પ્રતિષ્ઠા કરી અને પછી તેનાં બારણાં ચઢાવ્યાં; તેઓએ છેક હામ્મેઆહના ગુંબજ સુધી અને ત્યાંથી છેક હનાનએલના ગુંબજ સુધી દીવાલને પવિત્ર બનાવી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 3:1
19 Iomraidhean Croise  

યહોશુઆ યોયાકીમનો પિતા હતો, યોયાકીમ એલ્યાશીબનો પિતા હતો, એલ્યાશીબ યોયાદાનો પિતા હતો,


યાજકો અને લેવીઓએ પોતાને માટે અને પછી લોકો, દરવાજા તેમ જ નગરકોટ માટે શુદ્ધિકરણનો વિધિ કર્યો.


ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે, માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી.


યોયાદા તો એલ્યાશીબ પ્રમુખ યજ્ઞકારનો પુત્ર હતો. પણ યોયાદાના એક પુત્રે બેથહોરોનવાસી સાનબાલ્લાટની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેથી મેં યોયાદાને યરુશાલેમમાંથી કાઢી મૂક્યો.


આપણા ઈશ્વરના મંદિરના ભંડારની જવાબદારીમાં એલ્યાશીબ યજ્ઞકાર હતો. તેને ટોબિયા સાથે લાંબા સમયથી નિકટનો સંબંધ થયેલો હતો.


તે પછીના ભાગમાં ઝબ્બાયનો પુત્ર બારુખ છેક પ્રમુખ યજ્ઞકાર એલ્યાશીબના ઘરના પ્રવેશદ્વાર સુધી મરામત કરતો હતો.


હાક્કોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ એલ્યાશીબના ઘરના છેક બીજા છેડા સુધીના ભાગમાં મરામત કરતો હતો.


સોનીઓ અને વેપારીઓ ખૂણામાં આવેલી ઓરડીથી માંડીને “ઘેટાંના દરવાજા” સુધીના આખરી ભાગનું મરામત કરતા હતા.


સાનબાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા અન્ય દુશ્મનોએ જાણ્યું કે અમે કોટનું બાંધકામ પૂરું કર્યું છે અને હવે તેમાં કોઈ ગાબડાં પૂરવાનાં બાકી રહ્યાં નથી. જો કે હજી અમે દરવાજાનાં બારણાં ચડાવ્યાં નહોતાં.


હવે કોટની મરામત પૂરી થઈ ગઈ અને દરવાજાનાં બારણાં ચડાવી દેવામાં આવ્યાં. મંદિરના સંરક્ષકો, પવિત્ર ગાયકવૃંદના સભ્યો અને અન્ય લેવીઓને તેમના કામની સોંપણી કરવામાં આવી.


હે પ્રભુ, હું તમારી પ્રશંસા કરું છું; કારણ કે તમે તો મને ઘોરમાંથી ઉપર ખેંચી લીધો છે. અને મારા શત્રુઓને મારા પર આનંદ કરવા દીધો નથી.


હે ઈશ્વરના ભક્તો, સિયોનની પરિક્રમા કરતાં તેની આસપાસ ફરો, અને તેના મિનારાઓની ગણતરી કરો.


તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે.


તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ.


વળી, પ્રભુ કહે છે: “એવો સમય આવશે જ્યારે પ્રભુના નગર યરુશાલેમનો કોટ હનામએલના મિનારાથી પશ્ર્વિમે ખૂણાના દરવાજા સુધી ફરીથી બાંધવામાં આવશે.


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


ઉત્તરમાં ગેબાથી માંડીને દક્ષિણમાં રિમ્મોન સુધીનો સમગ્ર પ્રદેશ સપાટ થઈ જશે. યરુશાલેમ આસપાસના સર્વ પ્રદેશ કરતાં ઊંચું કરાશે; શહેરનો વિસ્તાર બિન્યામીનના દરવાજાથી અગાઉ જ્યાં દરવાજો હતો ત્યાં ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી રાજવી દ્રાક્ષકુંડ સુધીનો હશે.


યરુશાલેમમાં ‘ઘેટા દરવાજા’ આગળ પાંચ વરંડાવાળું એક સ્નાનાગાર છે. હિબ્રૂ ભાષામાં એને બેથઝાથા કહે છે.


“ત્યાર પછી અધિકારીઓ લોકોને સંબોધીને કહે: ‘નવું ઘર બાંધ્યું હોય પણ તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો તે કદાચ યુધમાં માર્યો જાય અને બીજા માણસે તેના ઘરની પ્રતિષ્ઠા કરવી પડે.


Lean sinn:

Sanasan


Sanasan