Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 રાજાની પાસે રાણી પણ બેઠી હતી. રાજાએ મને પૂછયું, “તું ત્યાં કેટલો સમય રહેશે અને ક્યારે પાછો આવીશ?” મેં તે જણાવ્યું અને તેમણે મારી માગણી માન્ય રાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 રાજાએ મને પૂછ્યું, (રાણી પણ રાજાની પાસે જ બેઠેલી હતી), તને ત્યાં જતાં કેટલો વખત લાગશે? અને તું ક્યારે પાછો આવશે?” મેં રાજાની સાથે અમુક મુદત ઠરાવી. ત્યાર પછી રાજાએ મને કૃપા કરીને જવા દીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, “ત્યાં તારે કેટલો સમય લાગશે અને તું ક્યારે પાછો આવશે?” મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો! તેથી મને જવા માટે રજા મળી ગઈ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, “ત્યાં તારે કેટલો સમય લાગશે? અને તું ક્યારે પાછો આવશે?” આમ મને જવા માટે રજા મળી ગઇ! મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો!

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:6
9 Iomraidhean Croise  

હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો.


એ બધું બન્યું ત્યારે હું યરુશાલેમમાં નહોતો. કારણ, આર્તાશાસ્તા રાજાના અમલના બત્રીસમા વરસે હું તેમને અહેવાલ આપવા પાછો બેબિલોન ગયો હતો. થોડા સમય પછી તેમની પરવાનગી મેળવીને,


રાજાએ મને પૂછયું, “તારી શી માગણી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


પછી મેં રાજાને કહ્યું, “નામદાર, મારા પર આપની કૃપા હોય અને આપ મારી વિનંતી માન્ય રાખો તો મને યહૂદિયા દેશમાં જવાની રજા આપો અને જે શહેરમાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તેનો પુનરોદ્ધાર કરવા જવા દો.”


આર્તાશાસ્તા રાજાના અમલના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી યહૂદિયા દેશના રાજ્યપાલ તરીકેનાં બાર વરસો દરમ્યાન મેં કે મારા સગાંસંબંધીઓએ મને રાજ્યપાલ તરીકે મળવાપાત્ર ખાધાખોરાકી પૈકી કંઈ લીધું નથી.


તારા વંશજો પ્રાચીનકાળનાં ખંડિયેરો બાંધશે અને તું પેઢીઓના જુના પાયા પર ચણતર કરશે. તું ફાટેલી દીવાલોને સમારનાર અને વસવાટની શેરીઓનું પુન:નિર્માણ કરનાર તરીકે ઓળખાશે.”


તેઓ પ્રાચીન ખંડિયેરોને અને ભંગાર ઇમારતોને ફરીથી બાંધશે, પેઢીઓથી પાયમાલ અને ઉજ્જડ રહેલાં નગરોનું નવનિર્માણ કરશે.


તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ.


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


Lean sinn:

Sanasan


Sanasan