Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પછી મેં રાજાને કહ્યું, “નામદાર, મારા પર આપની કૃપા હોય અને આપ મારી વિનંતી માન્ય રાખો તો મને યહૂદિયા દેશમાં જવાની રજા આપો અને જે શહેરમાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તેનો પુનરોદ્ધાર કરવા જવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મેં રાજાને કહ્યું, “જો આપની મરજી હોય, અને જો આપના સેવક પર આપની કૃપાર્દષ્ટિ હોય, તો યહૂદિયાના જે નગરમાં મારા પિતૃઓની કબરો છે ત્યાં મને જવા દો, જેથી હું તે ફરીથી બાંધું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી મેં રાજાને કહ્યું, “આપને ઠીક લાગે તો મને યહૂદિયા જવાની રજા આપો. કારણ કે જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા, તે શહેરનો હું ફરીથી જીર્ણોધ્ધાર કરી શકું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને મેં રાજાને જવાબ આપ્યો, “જો તમે પ્રસન્ન હો અને તમને ઠીક લાગે તો મને યહૂદા જવાની રજા આપો. કારણકે હું તે શહેરને ફરીથી બાંધી શકું જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:5
12 Iomraidhean Croise  

યોઆબે દાવિદ સમક્ષ ભૂમિ સુધી નમન કરતા કહ્યું, “હે રાજા, મારા માલિક, ઈશ્વર તમને આશિષ આપો. તમે મારી માગણી માન્ય રાખી છે તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્‍ન થયા છો.”


“આથી નામદાર, અમારી આપને વિનંતી છે કે બેબિલોન રાજ્યના દફતર ભંડારમાં તપાસ કરાવો કે સમ્રાટ કોરેશે યરુશાલેમમાંનું મંદિર ફરી બાંધવાનો આદેશ આપેલો કે નહિ. તે પછી આ અંગે આપની શી ઇચ્છા છે તે પ્રમાણે અમને આદેશ આપશો.”


રાજાએ મને પૂછયું, “તારી શી માગણી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


રાજાની પાસે રાણી પણ બેઠી હતી. રાજાએ મને પૂછયું, “તું ત્યાં કેટલો સમય રહેશે અને ક્યારે પાછો આવીશ?” મેં તે જણાવ્યું અને તેમણે મારી માગણી માન્ય રાખી.


તેથી હે રાજા, આપને યોગ્ય લાગે તો એક રાજવી વટહુકમ બહાર પાડો કે વાશ્તી રાણી રાજાની સમક્ષ કદી હાજર થાય નહિ. તેની નોંધ ઇરાન અને માદાયના કાયદાઓમાં કરો જેથી તે કદી બદલી શકાય નહિ. વળી, તેનું રાણીપદ બીજી કોઈ યોગ્ય સ્ત્રીને આપો.


“આપને યોગ્ય લાગતું હોય અને મારી માગણી પૂરી કરવાની આપની ઇચ્છા હોય તો આપ અને હામાન આવતી કાલે ફરીથી મિજબાની માટે પધારો એવી મારી વિનંતી છે. તે વખતે હું આપને મારી માગણી જણાવીશ.”


એસ્તેર રાણીએ જવાબ આપ્યો, “હે રાજા, આપ મારા પર પ્રસન્‍ન હો અને આપની મરજી હોય તો મારી આટલી વિનંતી માન્ય રાખો: મને અને મારા લોકને જીવતદાન આપો.


“હે રાજા, આપની ઇચ્છા હોય, આપ મારા પર પ્રસન્‍ન હો, અને આપને એ વાત યોગ્ય લાગતી હોય તો અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને આપના સામ્રાજ્યના બધા યહૂદીઓની ક્તલ કરવા માટે જે હુકમ બહાર પાડયો હતો તે પાછો ખેંચી લો.


આમ કરવાથી તું ઈશ્વરની અને માણસોની દષ્ટિમાં સદ્ભાવ અને સંમતિ પ્રાપ્ત કરીશ.


તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે.


ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે તો ધોળેલી કબર જેવા છો. જે બહારથી સુંદર દેખાય છે, પણ અંદર તો મરેલા માણસનાં હાડકાં અને દુર્ગંધ છે.


રૂથે જવાબ આપ્યો, “સાહેબ, મારા પર રહેમનજર રાખજો. હું તો તમારા એક નોકર જેવી પણ નથી તો ય તમે મારી સાથે માયાળુપણે બોલ્યા છો તેથી મને હૈયાધારણ મળી છે.”


Lean sinn:

Sanasan


Sanasan