Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મેં જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો. જ્યાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તે શહેર આજે ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. તો પછી મને દુ:ખ ન થાય?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મેં રાજાને કહ્યું, “રાજાજી, ચિરંજીવ રહો. જે નગર મારા પિતૃઓની કબરોનું સ્થાન છે તે ઉજ્જડ પડ્યું છે, ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયાં છે. તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; કારણ કે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યા છે તે ખંડિયર થઈ ગયું છે અને તેના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે હું ઉદાસ થયેલો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 છતાં મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; હું કેમ ઉદાસ ના હોઉં? કારણકે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યાં છે તે ખંડેર થઇ ગયું છે, અને નગરના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઇ ગયાઁ છે.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:3
21 Iomraidhean Croise  

બાથશેબાએ રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં કહ્યું, “હે મારા સ્વામી, મારા રાજા અમર રહો!”


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અમલના ઓગણીસમા વર્ષના પાંચમા માસને સાતમે દિવસે, બેબિલોનના રાજાના અંગત સલાહકાર અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને યરુશાલેમમાં પ્રવેશ કર્યો.


યહોરામ બત્રીસ વર્ષની વયે રાજા થયો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. તેના મરણ પર કોઈએ શોક પાળ્યો નહિ. તેમણે તેને દાવિદનગરમાં દફનાવ્યો, પણ રાજવી કબરમાં નહિ.


આહાઝ રાજા મરણ પામ્યો અને તેને યરુશાલેમમાં દફનાવ્યો, પણ રાજવી કબરોમાં નહિ. તેનો પુત્ર હિઝકિયા તેના પછી રાજા બન્યો.


હિઝકિયા રાજા મરણ પામ્યો અને તેને રાજવી કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવામાં આવ્યો. યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ હિઝકિયાને તેના મરણ વખતે મોટું સન્માન આપ્યું. તેનો પુત્ર મનાશ્શા તેના પછી રાજા બન્યો.


તેણે ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું અને યરુશાલેમનો કોટ તોડી પાડયો. વળી, તેણે નગરના રાજમહેલોને તેમાંની સર્વ સંપત્તિ સહિત બાળી નાખ્યા.


તેમણે કહ્યું, “જેઓ દેશનિકાલમાંથી બચી જઈ પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં અને અપમાનજનક સ્થિતિમાં છે. યરુશાલેમનો કોટ હજી તૂટેલી હાલતમાં જ છે અને દરવાજાઓ બાળી નાખ્યા પછી સમારવામાં આવ્યા નથી.”


પશ્ર્વિમ તરફ “ખીણના દરવાજે” શહેર બહાર નીકળીને દક્ષિણ તરફ “અજગર કુંડ” થઈને હું “કચરાના દરવાજા” સુધી ગયો. ફરતાં ફરતાં મેં શહેરના તૂટેલા કોટનું અને અગ્નિથી બાળી નાખેલા દરવાજાઓનું નિરીક્ષણ કર્યું.


મારાં સગાં તથા મારા લોક પર આવી પડનાર આપત્તિ મારાથી સહી શક્તી નથી.”


તમારા સેવકોને તો તેના ખંડેરના પથ્થરો ય વહાલા છે અને તેની ધૂળ પર તેમને દયા આવે છે.


જ્યારે પ્રભુ સિયોનનગરને ફરીથી બાંધશે ત્યારે તેમનું ગૌરવ પ્રગટ થશે; ત્યારે દેશો યાહવેના નામથી અને પૃથ્વીના સર્વ રાજાઓ તેમના ગૌરવથી ભયભીત થશે.


જો હું તારું સ્મરણ ન કરું, જો હું યરુશાલેમને મારો શ્રેષ્ઠ આનંદ ન માનું; તો મારી જીભ તાળવે ચોંટી જાઓ.


હું તાવથી ધખધખું છું. મારા હાડમાંસમાં કંઈ આરોગ્ય નથી.


બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અમલના ઓગણીસમા વર્ષના પાંચમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજાના અંગત સલાહકાર અને અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યરુશાલેમમાં પ્રવેશ કર્યો.


દરવાજાઓ જમીનદોસ્ત થયા છે અને એમના લાકડાના દાંડાઓના ટુકડેટુકડા થઈ ગયા છે. રાજા અને અધિકારીઓ બંદીવાસમાં લઈ જવાયા છે. હવે ત્યાં નિયમશાસ્ત્રનું શિક્ષણ અપાતું નથી અને સંદેશવાહકોને પ્રભુ તરફથી સંદર્શન થતાં નથી.


તેમણે રાજાને અરામી ભાષામાં જવાબ આપ્યો, “હે રાજા, આપ અમર રહો! આપનું સ્વપ્ન અમને કહો એટલે અમે તેનો અર્થ બતાવીશું.”


તેમણે નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, “હે રાજા, અમર રહો.


રાજા અને તેના ઉમરાવોનો કોલાહલ સાંભળીને રાજમાતા ભોજનખંડમાં આવી પહોંચી. તેણે કહ્યું, “હે રાજા, અમર રહો! વિહ્વળ કે ઉદાસ બનશો નહિ.


દાનિયેલે જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો!


તેથી તેઓ તરત જ રાજા પાસે ગયા અને તેને કહ્યું, “હે દાર્યાવેશ રાજા, આપ અમર રહો!


અને હું તમારાં નગરોને ખંડિયેર બનાવી દઈશ. હું તમારાં ઉચ્ચ ભક્તિસ્થાનોનો વિનાશ કરીશ અને તમારાં અર્પણોની સુવાસથી હું પ્રસન્‍ન થઈશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan