Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:20 - પવિત્ર બાઇબલ C.L.

20 મેં જવાબ આપ્યો, “આકાશના ઈશ્વર અમને સફળતા અપાવશે. અમે તેમના સેવકો છીએ અને અમે પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીશું. પણ યરુશાલેમમાં તમારો કોઈ ભાગ, હક્ક કે દાવો નથી તે જાણી લેજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ત્યારે મેં તેઓને ઉત્તર આપ્યો, “આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે; માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો કે હક કે સ્મારક યરુશાલેમમાં નથી [એ જાણજો].”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પછી મેં તેઓને જવાબ આપ્યો, “આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. અમે તેમના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો, હક કે સ્મારક યરુશાલેમમાં નથી, એ સમજી લેજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ત્યારે મેં તેઓને જવાબ આપ્યો કે, “આકાશના દેવ અમને સફળતા આપશે. અમે તેના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરવાના છીએ. પરંતુ તમારે અહીં યરૂશાલેમમાં તમારો કોઇં ભાગ નથી, કોઇ દાવો નથી, કે નથી કોઇ અધિકાર!”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:20
21 Iomraidhean Croise  

તેનો ધાર્મિક સલાહકાર ઝખાર્યા પોતે જીવ્યો ત્યાં સુધી તેણે તેને ઈશ્વરની નિષ્ઠાપૂર્વક ઉપાસના કરતાં શીખવ્યું અને જ્યાં સુધી તેણે પ્રભુની ઉપાસના કરી ત્યાં સુધી તેમણે તેને આબાદી બક્ષી.


ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ગોત્રના આગેવાનોએ તેમને કહ્યું, “પ્રભુ, અમારા ઈશ્વરનું મંદિર બાંધવા માટે અમારે તમારી મદદની જરૂર નથી. પણ ઇરાનના સમ્રાટ કોરેશે અમને આપેલા આદેશ પ્રમાણે, અમે પોતે એને બાંધીશું.”


એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી.


રાજાએ મને પૂછયું, “તારી શી માગણી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


“જો કોઈ પુરુષ કે સ્ત્રી રાજાના બોલાવ્યા વગર અંદરના ચોકમાં પ્રવેશ કરે તો તેનો ઘાત કરવો એવો કાયદો છે. રાજાના સલાહકારોથી માંડીને સામ્રાજ્યના સર્વ લોકોને તેની ખબર છે. એ કાયદાની વિરુદ્ધ થઈને જઈ શકાય નહિ. માત્ર રાજા પોતાનો સોનાનો રાજદંડ જનાર વ્યક્તિ સામે ઊંચો કરે તો જ તે માર્યો જાય નહિ. વળી, આ એક મહિનાથી તો રાજાએ મને બોલાવી નથી.”


ત્યારે તે લાચારની પ્રાર્થના પ્રત્યે લક્ષ આપશે, અને તેમની અરજોની અવગણના કરશે નહિ.


યરુશાલેમની આબાદી માટે પ્રાર્થના કરો; “હે યરુશાલેમ, તારા પર પ્રેમ કરનાર સમૃદ્ધ બનો.”


પછી તો અમે તમારા વિજયને લીધે જય જયકાર કરીશું અને અમે આપણા ઈશ્વરને નામે વિજયપતાકાઓ ફરકાવીશું. પ્રભુ તમારી સર્વ અરજો પરિપૂર્ણ કરો.


પરંતુ મારા ઉદ્ધારના શુભેચ્છકો આનંદથી જયજયકાર કરો, અને તેઓ સદા કહો કે, “પોતાના ભક્તના કલ્યાણમાં રાચનાર પ્રભુ મહાન મનાઓ.”


તમારી કૃપા થકી સિયોનનગરનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને તમે ફરી બાંધો,


“જ્યારે આરોન પવિત્રસ્થાનમાં પ્રવેશે ત્યારે ઇઝરાયલનાં બાર કુળોનાં નામ કોતરેલું ઉરપત્ર ધારણ કરશે, જેથી હું પ્રભુ મારા લોકોને હંમેશા સ્મરણમાં રાખીશ.


કારણ, ઈશ્વરનો ડર રાખનાર સર્વ સંજોગોમાં સફળતા પ્રાપ્ત કરે છે.


તેમને તો હું પુત્રપુત્રીઓ દ્વારા ચાલુ રહેતાં નામ અને સ્મારક કરતાં વધારે સારું નામ અને સારું સ્મારક મારા મંદિરમાં તથા કોટની દીવાલની અંદર શહેરમાં આપીશ.”


તેણે તેના પર ઓલિવ તેલ રેડવું અને લોબાન મૂકવો. પછી તે અર્પણ આરોનવંશી યજ્ઞકાર સમક્ષ લાવવું. યજ્ઞકારે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો લોબાન લઈને તેમનું પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.


દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે.


હેલ્દાય, ટોલિયા, યદાયા અને સફાન્યાના પુત્ર યોશિયાના માનમાં એ મુગટ પ્રભુના મદિરમાં સ્મારક બની રહેશે.”


આનંદોત્સવના પ્રસંગોએ અને બીજાં નિયત ધાર્મિક પર્વોના સમયે તથા દર મહિનાના પ્રથમ દિવસે, તેમજ દહનબલિ અને સંગતબલિ ચડાવતાં પહેલાં તમે રણશિંગડાં વગાડો; એટલે તમને સહાય કરવાને હું તમારું સ્મરણ કરીશ. હું તમારો ઈશ્વર પ્રભુ છું.”


તેણે કહ્યું, ‘કર્નેલ્યસ! ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે અને તારાં દાનધર્મનાં કાર્યો યાદ કર્યાં છે.


તે બીકમાં ને બીકમાં દૂત સામે તાકી રહ્યો અને કહ્યું, “શું છે, સાહેબ?” દૂતે કહ્યું, “ઈશ્વરે તારી પ્રાર્થનાઓ અને તારાં દાનધર્મનાં કાર્યોનો સ્વીકાર કર્યો છે, અને તને યાદ કર્યો છે.


ઈશ્વરની દૃષ્ટિમાં તારું હૃદય ચોખ્ખું નહિ હોવાથી અમારા કાર્યમાં તારે કંઈ લાગભાગ નથી.


Lean sinn:

Sanasan


Sanasan