Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:19 - પવિત્ર બાઇબલ C.L.

19 પણ સાનબાલ્લાટ, ટોબિયા અને અરબી ગેશેમને અમે જે કરીએ છીએ તેની ખબર પડી ત્યારે તેમણે અમારી મજાકમશ્કરી કરી. તેમણે કહ્યું, “તમે આ શું કરી રહ્યા છો? શું તમે રાજાની વિરુદ્ધ બળવો કરવાના છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પણ હોરોની સાન્બાલ્લાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી, અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઈચ્છો છો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ હોરોની સાન્બાલ્લાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી ઉડાવી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પરંતુ હોરોનના સાન્બાલ્લાટે, આમ્મોની અધિકારી ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી, અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “આ શું છે જે તમે કરી રહ્યાં છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:19
22 Iomraidhean Croise  

યોયાદા તો એલ્યાશીબ પ્રમુખ યજ્ઞકારનો પુત્ર હતો. પણ યોયાદાના એક પુત્રે બેથહોરોનવાસી સાનબાલ્લાટની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેથી મેં યોયાદાને યરુશાલેમમાંથી કાઢી મૂક્યો.


પણ હોરોનવાસી સાનબાલ્લાટ અને આમ્મોની અધિકારી ટોબિયાએ જ્યારે જાણ્યું કે ઇઝરાયલ લોકોનું ભલું કરવા કોઈ આવ્યું છે ત્યારે તેઓ અત્યંત નારાજ થઈ ગયા.


અમે યહૂદીઓ ફરીથી કોટ બાંધવા લાગ્યા છીએ એવું જ્યારે સાનબાલ્લાટે સાંભળ્યું ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠયો, અને તેણે અમારી મશ્કરી કરવા માંડી.


તેમાં આમ લખેલું હતું: “ગેશેમ કહે છે કે આસપાસના લોકોમાં એવી અફવા ઊડી છે કે યહૂદી લોકો બળવો કરવા માગે છે અને તેથી તેઓ કોટની મરામત કરવા લાગ્યા છે. તું પોતાને રાજા બનાવવા માગે છે એમ પણ તે કહે છે


અમે કામ પડતું મૂકીએ તે માટે તેઓ અમને ડરાવવા માગતા હતા. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તમે મને બળ આપો!”


“પરંતુ હવે તો જેમના પિતાઓને હું ઘેટાંના ટોળાં સાચવનાર કૂતરા જેવા ઊતરતી કક્ષાના ગણતો તેવા વયમાં મારાથી નાના મારી ઠેકડી ઉડાવે છે.


ધનવાનોનો ઉપહાસ અને ગર્વિષ્ઠોનો તિરસ્કાર વેઠી વેઠીને અમારા પ્રાણ તદ્દન ત્રાસી ગયા છે.


અમારા પડોશી દેશો અમારી નિંદા કરે છે; અમારી આસપાસના સૌ અમારો ઉપહાસ અને તિરસ્કાર કરે છે.


તમે અમને પડોશી દેશો માટે કજિયાનું કારણ બનાવ્યા છે અને અમારા શત્રુઓ અમારી ઠેકડી ઉડાડે છે.


હે સેનાધિપતિ ઈશ્વર, અમને તમારી તરફ પાછા ફેરવો, અને અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.


તારી પાસે લશ્કરી વ્યૂહરચના અને તાક્ત છે એવું તું કહે છે, પણ એ તો માત્ર મુખના ઠાલા શબ્દો છે. તું કોના પર આધાર રાખીને મારી વિરુદ્ધ બળવો કરે છે?


હું જ્યારે જ્યારે બોલું છું ત્યારે ત્યારે બૂમો પાડું છું; હું આવી બૂમો પાડું છું: ‘હિંસા! લૂંટ!!’ પણ પ્રભુનો સંદેશ પ્રગટ કરવાને લીધે મારે સતત નિંદા અને નાલેશી વહોરવી પડે છે.


પછી ઇશ્માએલે મિસ્પામાં બાકી રહેલા લોકોને અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને ગદાલ્યાના હવાલે સોંપેલી રાજાની પુત્રીઓને કેદ કરીને એ બધાંને લઈ આમ્મોન દેશની હદ તરફ પ્રયાણ કર્યું.


ત્યારે તેમણે કહ્યું, બધા બહાર નીકળી જાઓ. છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.


પણ બધાએ ઈસુને હસી કાઢયા. તેથી તેમણે બધાને બહાર કાઢી મૂક્યા અને છોકરીનાં માતાપિતા અને પોતાના ત્રણ શિષ્યોને લઈને છોકરી જ્યાં સૂતી હતી તે ઓરડીમાં ગયા.


અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.”


પિલાતે એ સાંભળ્યું ત્યારે તે ઈસુને છોડી મૂકવાનો માર્ગ શોધવા લાગ્યો. પણ યહૂદીઓએ વળતી બૂમ પાડી, “જો તમે તેને છોડી મૂકો તો એનો અર્થ એ થાય કે તમે રોમન સમ્રાટના મિત્ર નથી! જે કોઈ રાજા હોવાનો દાવો કરે છે તે સમ્રાટનો દુશ્મન છે.”


આ માણસ અમને ભયાનક ક્રાંતિકારી માલૂમ પડયો છે; તે સમગ્ર દુનિયામાં યહૂદીઓ મયે હુલ્લડ ફેલાવે છે અને નાઝરેથી પંથનો આગેવાન છે.


કેટલાકની મશ્કરી કરવામાં આવી અને કોરડા મારવામાં આવ્યા, બીજા કેટલાકને બાંધીને જેલમાં પૂરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan