Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:18 - પવિત્ર બાઇબલ C.L.

18 વળી, ઈશ્વર મારી સાથે છે અને તેમણે મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને જે જે કહ્યું હતું તે બધું મેં તેમને જણાવ્યું. તેમણે જવાબ આપ્યો, “ચાલો, પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીએ.” એમ તેઓ એ ઉમદા કાર્ય શરૂ કરવાને તૈયાર થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મારા ઈશ્વરની કૃપાર્દષ્ટિ મારા પર હતી તે વિષે, તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું, તેઓએ કહ્યું, “ઊઠો, આપણે બાંધીએ.” એમ તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મારા ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર હતી. તે વિષે તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું, “ઊઠો અને આપણે બાંધીએ.” તેથી તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 મે એમને કહ્યું કે મારા દેવનાં હાથે મને આશીર્વાદ આપ્યા અને રાજાએ મને જે કહ્યું હતું તે પણ મેં તેમને કહી સંભળાવ્યું. તેથી તેઓ બોલી ઊઠયા, “ચાલો બાંધવાનું શરૂ કરી દઇએ.” એમ કહીને તેઓએ ઉત્સાહપૂર્વક કામ કરવાનું શરૂ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:18
10 Iomraidhean Croise  

બળવાન તથા શૂરવીર થાઓ. તમારો રાજા શાઉલ મરણ પામ્યો છે અને યહૂદાના કુળે પોતાના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે.”


દાવિદના શૂરવીર યોદ્ધાઓ જેમણે તેને પૂરો ટેકો આપ્યો અને પ્રભુએ દાવિદને આપેલા વચન પ્રમાણે સૌ ઈઝરાયલીઓની સાથમાં રહીને તેના રાજ્યને સંગીન બનાવવા સહાય કરી, તેમની યાદી આ પ્રમાણે છે:


હિંમત રાખજે! આપણે આપણા લોકો તથા આપણા ઈશ્વરનાં નગરો માટે ભારે જંગ ખેલીએ; પછી પ્રભુની ઇચ્છા હોય તેમ થાઓ.”


રાજાએ કોટનું સમારકામ કરાવી તે પર બુરજો બંધાવ્યા અને બહારની દીવાલ બાંધી શહેરની સંરક્ષણની વ્યવસ્થા મજબૂત બનાવી. વળી, તેણે યરુશાલેમના પ્રાચીન ભાગની પૂર્વ બાજુની જમીન પર બાંધેલા સંરક્ષણકામનું સમારકામ કરાવ્યું. તેણે પુષ્કળ ભાલા અને ઢાલો પણ બનાવડાવ્યાં.


તેમણે સાત દિવસ સુધી ખમીરરહિત રોટલીનું પર્વ આનંદથી પાળ્યું. પ્રભુએ આશ્શૂરના સમ્રાટનું વલણ બદલી નાખ્યું હોવાથી તેણે તેમને ઇઝરાયલના ઈશ્વરના મંદિરના બાંધકામમાં પ્રોત્સાહન આપ્યું તેને લીધે તેઓ ખૂબ આનંદમાં હતા.


મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું.


અંતમાં, પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાક્તવાન બનો.


કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે.


દાવિદ ઝીફ નજીક વેરાન પ્રદેશમાં હોરેશમાં હતો. શાઉલના પુત્ર યોનાથાને ત્યાં જઇને ઈશ્વર તેનું રક્ષણ કરશે એમ કહીને તેને હિંમત આપી.


Lean sinn:

Sanasan


Sanasan