Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પશ્ર્વિમ તરફ “ખીણના દરવાજે” શહેર બહાર નીકળીને દક્ષિણ તરફ “અજગર કુંડ” થઈને હું “કચરાના દરવાજા” સુધી ગયો. ફરતાં ફરતાં મેં શહેરના તૂટેલા કોટનું અને અગ્નિથી બાળી નાખેલા દરવાજાઓનું નિરીક્ષણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગરકુંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરુશાલેમના કોટનું મેં અવલોકન કર્યું, તે તૂટી પડેલો હતો, ને તેના દરવાજા આગ્નિથૌ ભસ્મ થઈ ગયેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગર કૂંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરુશાલેમના કોટનું મેં અવલોકન કર્યું, તે તૂટી પડેલો હતો અને તેના દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 રાત્રે હું ખીણનો દરવાજો પસાર કરીને અજગરકુંડ થઇને છેક કચરાના દરવાજા સુધી ગયો; તેમ જતાં રસ્તામાં મેં યરૂશાલેમની દીવાલમાં પડેલા ભંગાણ અને તેના બળી ગયેલા દરવાજાનું નિરક્ષણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:13
9 Iomraidhean Croise  

ઉઝિયાએ ખૂણાના દરવાજે, ખીણના દરવાજે અને જ્યાં જ્યાં કોટનો વળાંક હોય ત્યાં ત્યાં બુરજો બાંધીને યરુશાલેમના કોટને મજબૂત કર્યો.


તેમણે કહ્યું, “જેઓ દેશનિકાલમાંથી બચી જઈ પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં અને અપમાનજનક સ્થિતિમાં છે. યરુશાલેમનો કોટ હજી તૂટેલી હાલતમાં જ છે અને દરવાજાઓ બાળી નાખ્યા પછી સમારવામાં આવ્યા નથી.”


પછી મેં કોટ ઉપર યહૂદિયાના આગેવાનોને એકઠા કર્યા અને તેમને શહેરની આસપાસ કૂચ કરતાં કરતાં ઈશ્વરની સ્તુતિ કરનાર બે મોટાં જૂથોની જવાબદારી સોંપી. તેમાંનું પ્રથમ જૂથ કોટ ઉપર કચરાના દરવાજા તરફ ગયું.


ઈશ્વરે મને યરુશાલેમના કલ્યાણનું કામ સોંપ્યું છે તે વાત મેં કોઈને કરી નહિ. પછી હું મધરાતે ઊઠયો અને મારી સાથે થોડાએક સાથીદારો લીધા. અમે સાથે એક જ ગધેડું લીધું, જેના પર હું સવાર થયો અને એ સિવાય સાથે બીજું એકેય પ્રાણી લીધું નહિ.


તેથી હું ખીણ તરફ ગયો અને મેં કોટનું અવલોકન કર્યું. ત્યાર પછી જે માર્ગે હું નીકળ્યો હતો ત્યાં ગયો અને “ખીણના દરવાજા” થઈ શહેરમાં પાછો ગયો.


પણ હવે મેં તેમને કહ્યું, “આપણે કેવા ભારે સંકટમાં છીએ તે તમે જાણો છો; એટલે કે યરુશાલેમ ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ અગ્નિથી બાળી નાખવામાં આવ્યા છે. ચાલો, આપણે શહેરનો કોટ ફરીથી બાંધીએ અને આપણી નામોશી દૂર કરીએ.


મેં જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો. જ્યાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તે શહેર આજે ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. તો પછી મને દુ:ખ ન થાય?”


“હે ઇઝરાયલના શત્રુઓ, તેની દ્રાક્ષવાડીઓમાં જઈને નાશ કરો; જો કે સંપૂર્ણ નાશ કરશો નહિ: માત્ર તેની ડાળીઓ કાપી જાઓ; કારણ, તેઓ મારી નથી.


Lean sinn:

Sanasan


Sanasan