નહેમ્યા 2:12 - પવિત્ર બાઇબલ C.L.12 ઈશ્વરે મને યરુશાલેમના કલ્યાણનું કામ સોંપ્યું છે તે વાત મેં કોઈને કરી નહિ. પછી હું મધરાતે ઊઠયો અને મારી સાથે થોડાએક સાથીદારો લીધા. અમે સાથે એક જ ગધેડું લીધું, જેના પર હું સવાર થયો અને એ સિવાય સાથે બીજું એકેય પ્રાણી લીધું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 મેં રાત્રે ઊઠીને મારી સાથે થોડાક માણસોને લીધા. યરુશાલેમને માટે જે કરવાની મારા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી, તે વિષે મેં કોઈને કંઈ કહ્યું નહિ. જે જનાવર પર હું સવાર થયેલો હતો તે સિવાય બીજું કોઈ પણ જનાવર મારી સાથે ન હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 મેં રાત્રે ઊઠીને મારી સાથે થોડા માણસોને લીધા. યરુશાલેમને માટે જે કરવાની મારા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી, તે વિષે મેં કોઈને કંઈ કહ્યું નહિ. જે જાનવર પર હું સવારી કરતો હતો તે સિવાય બીજું કોઈ જાનવર મારી સાથે ન હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ12 જ્યારે રાત્રે હું ઉઠયો તો થોડા માણસો લઇને બહાર નીકળ્યો; યહોવાએ યરૂશાલેમ વિષે મારા હૃદયમાં જે યોજના મૂકી હતી તેના વિષે મેં કોઇને કશુંય જણાવ્યું નહોતું, હું જે જાનવર પર સવાર હતો ફકત તે એક જ જાનવર મારી સાથે હતું. Faic an caibideil |