Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પણ હોરોનવાસી સાનબાલ્લાટ અને આમ્મોની અધિકારી ટોબિયાએ જ્યારે જાણ્યું કે ઇઝરાયલ લોકોનું ભલું કરવા કોઈ આવ્યું છે ત્યારે તેઓ અત્યંત નારાજ થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઇઝરાયલી લોકોનું હિત સાધવાને એક માણસ ત્યાં આવ્યો છે એ સાંભળીને હોરોની સાન્બાલાટને તથા આમ્મોની ચાકર ટોબિયાને ઘણું ખોટું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જ્યારે હોરોનવાસી સાન્બાલ્લાટે તથા આમ્મોની ચાકર ટોબિયાએ આ વિષે સાંભળ્યું કે, ઇઝરાયલી લોકોને મદદ કરવાને એક માણસ ત્યાં આવ્યો છે ત્યારે તેઓને ઘણું ખોટું લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પરંતુ જ્યારે હોરેનના સાન્બાલ્લાટ અને આમ્મોની અમલદાર ટોબિયાએ આના વિષે જાણ્યું કે કોઇ ઇસ્રાએલીઓનું ભલું કરવા આવ્યું છે ત્યારે તેઓ ખૂબ નારાજ થયા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:10
26 Iomraidhean Croise  

લોકો આગળ મોશેના નિયમશાસ્ત્રનું મોટેથી વાંચન કરવામાં આવતું હતું ત્યારે તેઓના વાંચવામાં આ શાસ્ત્રભાગ આવ્યો કે જ્યાં એમ કહેલું છે કે કોઈપણ આમ્મોની કે મોઆબીને ઈશ્વરના લોકોમાં કદી જોડાવા દેવો નહિ.


યોયાદા તો એલ્યાશીબ પ્રમુખ યજ્ઞકારનો પુત્ર હતો. પણ યોયાદાના એક પુત્રે બેથહોરોનવાસી સાનબાલ્લાટની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેથી મેં યોયાદાને યરુશાલેમમાંથી કાઢી મૂક્યો.


આપણા ઈશ્વરના મંદિરના ભંડારની જવાબદારીમાં એલ્યાશીબ યજ્ઞકાર હતો. તેને ટોબિયા સાથે લાંબા સમયથી નિકટનો સંબંધ થયેલો હતો.


પણ સાનબાલ્લાટ, ટોબિયા અને અરબી ગેશેમને અમે જે કરીએ છીએ તેની ખબર પડી ત્યારે તેમણે અમારી મજાકમશ્કરી કરી. તેમણે કહ્યું, “તમે આ શું કરી રહ્યા છો? શું તમે રાજાની વિરુદ્ધ બળવો કરવાના છો?”


સાનબાલ્લાટ તથા ટોબિયાએ તેમજ અરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે અમે યરુશાલેમના કોટને ફરી બાંધવાના કામમાં પ્રગતિ કરી રહ્યા છીએ અને કોટનાં ગાબડાં પૂરાવાં લાગ્યાં છે ત્યારે તેઓ ખૂબ જ રોષે ભરાયા.


સાનબાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા અન્ય દુશ્મનોએ જાણ્યું કે અમે કોટનું બાંધકામ પૂરું કર્યું છે અને હવે તેમાં કોઈ ગાબડાં પૂરવાનાં બાકી રહ્યાં નથી. જો કે હજી અમે દરવાજાનાં બારણાં ચડાવ્યાં નહોતાં.


આસપાસના દેશોના અમારા દુશ્મનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ ભોંઠા પડી ગયા અને તેમને ખબર પડી કે ઈશ્વરની મદદથી જ આ કામ થયું છે.


સામ્રાજ્યમાં અહાશ્વેરોશ રાજા પછી યહૂદી મોર્દખાયનું બીજું સ્થાન હતું. આથી યહૂદીઓમાં તે માનવંત અને માનીતો હતો. તેણે પોતાના લોકોની આબાદી અને ભાવિ પેઢીની સલામતી માટે ઘણું કામ કર્યું.


દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે.


ક્રોધ નિર્દય અને રોષ ભયાનક હોય છે, પણ ઈર્ષા આગળ કોણ ટકી શકે?


જ્યારે કોઈ ગુલામ રાજા બને છે; જ્યારે કોઈ મૂર્ખને પેટભરીને ભાવતાં ભોજન મળે છે;


મેં ગુલામોને ઘોડા પર બેઠેલા અને સરદારોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.


મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે. તેના લોકો સોઆર અને એગ્લાથ-શલીશીયા નગરોમાં નાસી ગયા છે. કેટલાક તો રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચડે છે. કેટલાક હોરોનાયિમ જતાં જતાં માર્ગમાં કલ્પાંત કરે છે.


પછી ઇશ્માએલે મિસ્પામાં બાકી રહેલા લોકોને અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને ગદાલ્યાના હવાલે સોંપેલી રાજાની પુત્રીઓને કેદ કરીને એ બધાંને લઈ આમ્મોન દેશની હદ તરફ પ્રયાણ કર્યું.


હેશ્બોન અને એલઆલેહના લોકો ચીસો પાડે છે અને તેનો પોકાર યાહાસ, સોઆર, હોરોનાયિમ અને છેક એગ્લાથ-શલીશીયા સુધી સંભળાય છે. અરેરે, નિમ્રીમનું જળાશય સુકાઈ ગયું છે.


તેઓ રડતાં રડતાં લૂહીથનો ઢોળાવ ચડે છે. અરે, હોરોનાયિમના ઢોળાવ સુધી તેમની વેદનાના પોકાર સંભળાય છે.


ઈસુ મરણમાંથી સજીવન થયા છે એવું શિક્ષણ એ બે પ્રેષિતો લોકોને આપતા હોવાથી તેઓ ચિડાયા, કારણ, એથી એવું પુરવાર થતું હતું કે મરેલાં સજીવન થશે.


એ સાંભળીને મંદિરના સંરક્ષકોના અધિકારી અને મુખ્ય યજ્ઞકારો પ્રેષિતોનું શું થયું હશે તે અંગે વિમાસણમાં પડી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan