Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 13:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેણે ટોબિયાને ભંડારનો એક મોટો ઓરડો વાપરવા માટે આપ્યો. એ ઓરડો તો ધાન્ય-અર્પણો, લોબાન, મંદિરનાં પાત્રો, યજ્ઞકારો માટેનાં અર્પણો, લેવીઓને આપવામાં આવેલ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલના દશાંશો અને મંદિરના સંગીતકારો અને સંરક્ષકોને અપાયેલાં દાન રાખવા માટે હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે ટોબિયાનો સગો હતો માટે તેણે ટોબિયાને માટે એક મોટી ઓરડી બનાવી હતી. જેમ અગાઉ ખાદ્યાર્પણો, લોબાન તથા પાત્રો અને, અને લેવીઓને, ગવૈયાઓને તથા દ્વારપાળોને આજ્ઞા પ્રમાણે આપેલા અન્નના, દ્રાક્ષારસના તથા તેલના દશાંશો, તથા યાજકોનાં ઉચ્છાલીયાર્પણો ભરી રાખવામાં આવતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 એલ્યાશીબે ટોબિયા માટે એક વિશાળ રૂમ તૈયાર કરી તેમાં અગાઉ ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો, અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. અને તેમાંથી નિયમ પ્રમાણે લેવીઓ, ગાનારાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતું હતું. તેમ જ યાજકોનાં ઉચ્છાલીયાર્પણો પણ તેમાં રાખવામાં આવતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ટોબિયાને તે વિશાળ ઓરડી વાપરવા માટે આપી; જે ઓરડીમાં ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો તથા અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. આ વસ્તુઓ નિયમ પ્રમાણે લેવીઓ, ગવૈયાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતી હતી અને આમાંની થોડી વસ્તુઓ યાજકો માટે પણ રાખવામાં આવતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 13:5
9 Iomraidhean Croise  

રાજાના આદેશથી તેમણે પ્રભુના મંદિરમાં કોઠારો તૈયાર કરાવ્યા.


તેમણે તે રકમ યહૂદિયાના રાજાઓએ જર્જરિત થઈ જવા દીધેલ મકાનોની મરામત માટે પથ્થરો અને ઈમારતી લાકડું ખરીદવા કડિયા અને સુથારોને આપી.


નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે અમે પ્રત્યેક અમારા પોતાના પ્રથમ જન્મેલા પુત્રને યજ્ઞકારો પાસે મંદિરમાં લઈ જઈને તેનું ઈશ્વરને સમર્પણ કરીશું. અમે પ્રત્યેક અમારી ગાયોને જન્મેલા પ્રથમ વાછરડાનું અને અમારાં ઘેટાં અને બકરાંને જન્મેલાં પ્રથમ હલવાન કે બચ્ચાનું પણ સમર્પણ કરીશું.


પ્રતિ વર્ષે પ્રથમ લણેલા અનાજના લોટનો પિંડ તથા દ્રાક્ષાસવ, ઓલિવ તેલ તથા સર્વ પ્રકારનાં ફળોનાં અન્ય સર્વ અર્પણો અમે યજ્ઞકારો પાસે ઈશ્વરના મંદિરમાં લાવીશું. ખેતી કરતા અમારાં સર્વ નગરો પાસેથી લેવીઓ દશાંશો ઉઘરાવે છે. તેથી અમારી ભૂમિની સઘળી પેદાશનાં દશાંશો અમે લેવીઓને આપીશું.


દશાંશ ઉઘરાવતી વખતે લેવીઓની સાથે આરોનના વંશમાંથી ઊતરી આવેલ યજ્ઞકારોને પણ લક્ષમાં લેવાના છે અને લેવીઓ જે દશાંશ એકત્ર કરે તેનો દશમો ભાગ મંદિરના ઉપયોગ માટે તેના ભંડારોમાં લઈ જવાનો છે.


તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા;


હું યરુશાલેમ પાછો આવ્યો. એલ્યાશીબે ટોબિયાને ઈશ્વરના મંદિરના ચોકમાં એક મોટો ઓરડો વાપરવા આપ્યો છે એ જોઈને હું ચોંકી ઊઠયો.


બહારના ચોકમાં અંદરના દરવાજાને અડોઅડ એક નાની ઓરડી હતી. તેમાં થઇને દરવાજાના પ્રવેશમાર્ગમાં જવાતું હતું. અહીં દહનબલિ માટેનાં પશુઓના મૃતદેહો ધોવામાં આવતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan