Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 13:31 - પવિત્ર બાઇબલ C.L.

31 બલિદાનો માટેના લાકડાં યોગ્ય સમયે લાવી દેવાય અને લોકો પ્રથમ લણણીનું અનાજ અને પ્રથમ પાકેલાં ફળ લાવતા રહે તેવી મેં ગોઠવણી કરી. હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને ઠરાવેલે સમયે કાષ્ટાર્પણને માટે તથા પ્રથમફળોને માટે પણ [ક્રમ ઠરાવી આપ્યો.] “હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે તથા પ્રથમ ફળોને માટે પણ ક્રમ ઠરાવી આપ્યો. હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 અને મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે અને પ્રથમ ફળોના અર્પણ માટે વ્યવસ્થા કરી જ્યારે તે નિર્ધારિત હતું. હે મારા દેવ, આ યાદ કરી મને આશીર્વાદ આપજે!

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 13:31
10 Iomraidhean Croise  

નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે, પ્રભુ અમારા ઈશ્વરને અર્પવામાં આવતાં બલિદાનોના વેદી પરના દહન માટે કયું ગોત્ર લાકડાં પૂરાં પાડશે તે અમે, એટલે લોકો, યજ્ઞકારો અને લેવીઓ પ્રતિ વરસે ચિઠ્ઠી નાખીને નક્કી કરીશું.


અમારી ભૂમિની પ્રથમ ઊપજનું અને અમારાં વૃક્ષો પર પ્રથમ પાકેલાં ફળોનું અર્પણ અમે પ્રતિ વર્ષે મંદિરમાં લાવીશું.


દશાંશ ઉઘરાવતી વખતે લેવીઓની સાથે આરોનના વંશમાંથી ઊતરી આવેલ યજ્ઞકારોને પણ લક્ષમાં લેવાના છે અને લેવીઓ જે દશાંશ એકત્ર કરે તેનો દશમો ભાગ મંદિરના ઉપયોગ માટે તેના ભંડારોમાં લઈ જવાનો છે.


હે મારા ઈશ્વર, તમારા મંદિરને માટે અને તેના સેવાકાર્ય માટે મારાં આ બધાં કાર્યો તમે સતત સ્મરણમાં રાખજો.


મેં લેવીઓને હુકમ કર્યો કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે અને જઈને દરવાજાઓ પર ચાંપતી દેખરેખ રાખે, જેથી સાબ્બાથદિન પવિત્ર માનવામાં આવે. હે ઈશ્વર, મારા કાર્યને પણ તમે યાદ રાખજો અને તમારા મહાન પ્રેમને લીધે મને બચાવી રાખજો.


“હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે આ લોકોના હક્ક માં મેં જે કંઈ કર્યું છે તે મારા લાભમાં સંભારજો.”


હે પ્રભુ, તમે તમારા લોક પ્રત્યે સદ્ભાવ દર્શાવો ત્યારે મને પણ સંભારજો. તમે તેમને ઉગારો, ત્યારે મને પણ ઉગારજો.


મારી યુવાનીમાં કરેલાં પાપ અને અપરાધો સંભારશો નહિ, પણ હે પ્રભુ, તમારી ભલાઈ અને તમારા પ્રેમ પ્રમાણે મને સંભારો.


અને તેણે ઈસુને કહ્યું, “ઓ ઈસુ, તમે રાજા તરીકે આવો, ત્યારે મને યાદ કરજો.”


Lean sinn:

Sanasan


Sanasan