Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 13:23 - પવિત્ર બાઇબલ C.L.

23 એ દિવસે મને એ પણ ખબર પડી કે ઘણા યહૂદી પુરુષોએ આશ્દોદ, આમ્મોન અને મોઆબની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતાં તેઓને મેં જોયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં તેઓને મેં જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હવે તે સમય દરમ્યાન મારા જાણવામાં આવ્યું કે કેટલાક યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 13:23
16 Iomraidhean Croise  

શલોમોન ઘણી વિદેશી સ્ત્રીઓના મોહમાં પડયો. ઇજિપ્તના રાજાની પુત્રી ઉપરાંત મોઆબી, આમ્મોની, અદોમી અને હિત્તી સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કર્યાં.


યજ્ઞકાર એઝરાએ ઊભા થઈને તેમને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરી તમે ઈશ્વર પ્રત્યે બેવફા નીવડયા છો અને એમ ઇઝરાયલના પાપમાં વધારો કર્યો છે.


આ બધાએ વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમનાથી તેમને બાળકો હતાં.


અમારા દેશમાં વસતી પરપ્રજાઓ સાથે અમે આંતરલગ્નથી જોડાઈશું નહિ.


પરપ્રજાઓ સાબ્બાથને દિવસે અથવા બીજા પવિત્ર દિવસોએ અનાજ કે બીજું કંઈપણ અમને વેચાતું આપવા આવે, તો અમે તેમની પાસેથી ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે જમીનમાં ખેતી કરીશું નહિ, અને અમારા દેણદારોનું બધું દેવું માફ કરી દઈશું.


લોકો આગળ મોશેના નિયમશાસ્ત્રનું મોટેથી વાંચન કરવામાં આવતું હતું ત્યારે તેઓના વાંચવામાં આ શાસ્ત્રભાગ આવ્યો કે જ્યાં એમ કહેલું છે કે કોઈપણ આમ્મોની કે મોઆબીને ઈશ્વરના લોકોમાં કદી જોડાવા દેવો નહિ.


તેમનાં અર્ધા છોકરાં આશ્દોદી ભાષા બોલતા હતાં. બીજા કેટલાંક છોકરાંને અમારી ભાષા બોલતાં આવડતું નહોતું.


તો પછી અમારે પણ તમારો નમૂનો અનુસરીને પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરી ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરવો?”


સાનબાલ્લાટ તથા ટોબિયાએ તેમજ અરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે અમે યરુશાલેમના કોટને ફરી બાંધવાના કામમાં પ્રગતિ કરી રહ્યા છીએ અને કોટનાં ગાબડાં પૂરાવાં લાગ્યાં છે ત્યારે તેઓ ખૂબ જ રોષે ભરાયા.


હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું તેનું તમારે પાલન કરવાનું છે. હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરીઝીઓને, હિવ્વીઓને અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢીશ.


વિશ્વાસના વિરોધીઓ સાથે સંબંધની વિષમ ઝૂંસરીએ જોડાઓ નહિ; કારણ, તેમ કરી શકાય જ નહિ. જૂઠ અને સત્ય એકબીજાનાં સાથીદાર શી રીતે બની શકે? પ્રકાશ અને અંધકાર એક્સાથે કેવી રીતે રહી શકે?


“જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને લાવે ત્યારે તે ઘણી પ્રજાઓને ત્યાંથી હાંકી કાઢશે. તમે આગળ વધશો તેમ તેમ તે તમારા કરતાં વિશાળ અને બળવાન એવી સાત પ્રજાઓ, એટલે કે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરીઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢશે.


તેમણે મોઆબ દેશની યુવતીઓ સાથે લગ્ન કર્યાં, એકનું નામ ઓર્પા અને બીજીનું નામ રૂથ હતું. તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં.


પલિસ્તીઓ ઈશ્વરની કરારપેટી કબજે કર્યા પછી તેને એબેનએઝેરથી આશ્દોદ નગરમાં લઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan