Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 13:18 - પવિત્ર બાઇબલ C.L.

18 આ કારણને લીધે તો તમારા પૂર્વજોને ઈશ્વરે શિક્ષા કરીને આ શહેરનો નાશ કર્યો હતો અને છતાં સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરીને તમે ઇઝરાયલ પર ઈશ્વરનો વિશેષ કોપ લાવવા માગો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા? [તે કારણથી] આપણા ઈશ્વર આપણા પર તથા આ નગર પર આ સર્વ હાનિ લાવ્યા નથી? તોપણ તમે સાબ્બાથને ભ્રષ્ટ કરીને ઇઝરાયલ પર હજી ઈશ્વરનો કોપ વધારે લાવો છો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા? અને તેથી આપણા ઈશ્વરે આપણા પર તથા આ નગર પર શું આ બધાં દુ:ખો વરસાવ્યાં નથી? હવે તમે વિશ્રામવારના દિવસને ભ્રષ્ટ કરીને ઇઝરાયલ પર ઈશ્વરનો વધારે કોપ લાવો છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તમારા પિતૃઓએ પણ બરાબર આ કર્યુ હતું અને તેથી આપણા દેવે આપણા પર અને આ નગર પર આ બધાં દુ:ખો વરસાવ્યા હતાં. તમે સાબ્બાથ દિવસને ષ્ટ કરીને ઇસ્રાએલ પર નવેસરથી દેવનો રોષ ઉતારો છો?”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 13:18
16 Iomraidhean Croise  

પ્રતિ વર્ષ અમારામાંનો પ્રત્યેક જણ ઈશ્વરના મંદિરની સેવાના ખર્ચ પેટે ચાર ગ્રામ ચાંદી આપશે.


પ્રભુએ ઇઝરાયલી લોકોને આવું ફરમાવવા મોશેને આદેશ કર્યો: “તમારે સાબ્બાથ એટલે મારા વિશ્રામનો દિવસ નિશ્ર્વે પાળવો. કારણ, તે મારી તથા તમારી વચ્ચે પેઢી દરપેઢીનું પ્રતીક છે. એ પરથી તમને યાદ આવશે કે મેં પ્રભુએ તમને મારા પોતાના લોક થવા માટે અલગ કર્યા છે.


પણ જો તમે મારું સાંભળશો નહિ, એટલે કે સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળશો નહિ અને તે દિવસે બોજ ઊંચકશો તથા યરુશાલેમના દરવાજાઓમાં થઈને માલસામાનની હેરફેર કરશો તો હું એ દરવાજાઓને આગ ચાંપી દઈશ અને તે આગમાં યરુશાલેમના મહેલો સળગી જશે અને તે આગ બુઝાવી શકાશે નહિ.”


તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે.


તમે અન્ય દેવોને ધૂપ ચડાવીને પ્રભુની વિરુદ્ધ પાપ કર્યાં અને પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમની આજ્ઞાઓ, આદેશો અને નિયમોનું પાલન કર્યું નહિ તેથી તો અત્યારની આ આફત તમારા પર આવી પડી છે.”


તમારા પૂર્વજોએ, યહૂદિયાના રાજાઓએ અને તેમની રાણીઓએ, તમે અને તમારી પત્નીઓએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં કરેલાં દુષ્કૃત્યો શું તમે ભૂલી ગયા છો?


તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે અને તારાં આભૂષણો છીનવી લેશે.


તે ઇજિપ્તમાં જુવાન હતી ત્યારથી પુરુષો તેની સાથે શૈયાગમન કરતા. ત્યાં જ તે પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. ત્યાં તેણે આદરેલી વેશ્યાવૃત્તિનો તેણે ત્યાગ કર્યો નહિ.


“આ બધું વીત્યા છતાં જો તમે મને આધીન થશો નહિ તો હું તમારા પાપની સજા સાત ઘણી વધારીશ.


તો હું પણ તમારી વિરુદ્ધ પડીને તમારા પર મારો કોપ રેડી દઈશ અને તમને તમારાં પાપને લીધે સાત ગણી ભારે સજા કરીશ.


તમે કહો છો, “ક્યારે ચાંદ્રમાસનો પ્રથમ દિવસ વીતે કે અમે અનાજ વેચીએ અને ક્યારે સાબ્બાથદિન પૂરો થાય કે અમે ઘઉં વેચવા કાઢીએ? ત્યારે તો અમે ચાંદીનાણાં શેકેલમાં ભાવ ચડાવી દઈશું, માપ માટેનો એફાહ નાનો કરીશું અને ત્રાજવાનો કાંટો ખોટો ગોઠવીને ગ્રાહકોને છેતરીશું.


હવે ઓ ભૂંડાઓનાં સંતાન, તમે તમારા પૂર્વજોને અનુસરીને ઇઝરાયલીઓ પર ફરીથી પ્રભુનો કોપ ઉતારવા માગો છો?


Lean sinn:

Sanasan


Sanasan