Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 13:13 - પવિત્ર બાઇબલ C.L.

13 મેં મંદિરના ભંડારના ઓરડાઓની જવાબદારી આ માણસોને સોંપી: યજ્ઞકાર શેલેમ્યા, નિયમશાસ્ત્રી સાદોક, અને પદાયા લેવી. ઝાક્કૂરનો પુત્ર અને માતાન્યાનો પૌત્ર હનાન તેમનો મદદનીશ હતો. પોતાના સાથી કાર્યકરોને અપાતા પુરવઠાની વહેંચણીમાં આ માણસોની પ્રામાણિક્તા અંગે હું ભરોસો રાખી શકું તેમ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે ભંડારો ઉપર મેં ભંડારીઓ નીમ્યા, તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક ચિટનીસ, તથા લેવીઓમાંનો પદાયા; અને તેઓથી ઊતરતો માત્તાન્યાના પુત્ર ઝાક્કૂરનો પુત્ર હાનાન હતો; કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા, પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે ભંડારો ઉપર મેં ખજાનચીઓ નીમ્યા તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક શાસ્ત્રી તથા લેવીઓમાંનો પદાયા. તેઓના પછી માત્તાન્યાનો દીકરો ઝાક્કૂરનો દીકરો હાનાન હતો, કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા. પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 અને મેં યાજક શેલેમ્યા તથા સાદોક ચિટનીસ, અને લેવી પદાયાને ભંડાર સંભાળવા મૂક્યા અને મેં તેમની મદદમાં માત્તાન્યાના પુત્ર, ઝાક્કૂરના પુત્ર હાનાનને તેઓને મદદ કરવા નીમ્યો. આ માણસોની શાખ ઘણી સારી હતી. તેઓનું કામ પોતાના સાથી લેવીઓને પ્રામાણિકપણે પૂરવઠાની વહેંચણી કરી આપવાનું હતું.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 13:13
20 Iomraidhean Croise  

સમારકામ માટે જવાબદાર માણસો પૂરેપૂરા પ્રામાણિક હતા; જેથી તેમની પાસેથી હિસાબ પણ માગતા નહિ.


દોષ નિવારણબલિ અને પ્રાયશ્ર્વિતબલિ માટે આવતા પૈસા પેટીમાં નાખવામાં આવતા નહિ; એ યજ્ઞકારો માટે હતા.


બાંધકામમાં રોક્યેલા મુકાદમો પ્રામાણિક હોવાથી તેમની પાસેથી નાણાંનો હિસાબ લેવાની જરૂર નથી.”


દશાંશ ઉઘરાવતી વખતે લેવીઓની સાથે આરોનના વંશમાંથી ઊતરી આવેલ યજ્ઞકારોને પણ લક્ષમાં લેવાના છે અને લેવીઓ જે દશાંશ એકત્ર કરે તેનો દશમો ભાગ મંદિરના ઉપયોગ માટે તેના ભંડારોમાં લઈ જવાનો છે.


બાનીનો પુત્ર અને હશાબ્યાનો પૌત્ર ઉઝઝી જે લેવીઓનો ઉપરી હતો. તે પણ યરુશાલેમમાં વસ્યો. તેના પૂર્વજો માત્તાન્યા અને મિખા હતા. ઈશ્વરના મંદિરમાં સેવાભક્તિ માટે સંગીતના કામની જવાબદારી જેને શિર હતી તે આસાફના ગોત્રનો હતો.


તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા;


તે પછીના ભાગમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન તેમના બીજા ભાગનું મરામતકામ કરતા હતા. પછીના ભાગમાં બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ તેના ઘરની સામે મરામત કામ કરતો હતો.


યરુશાલેમના વહીવટ માટે મેં બે માણસોની નિમણૂક કરી: એક તો મારો ભાઈ હનાની અને બીજો કિલ્લાનો અમલદાર હનાન્યા. હનાન્યા સૌથી ભરોસાપાત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ હતો.


એઝરા આ પ્રસંગને માટે બાંધવામાં આવેલ લાકડાના મંચ પર ઊભો હતો. તેની જમણી તરફ આ માણસો ઊભા હતા: માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલકિયા તથા માસેયા. તેની ડાબી તરફ આ માણસો ઊભા હતા: પદાયા, મીશાએલ માલકિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ.


પ્રભુએ જવાબ આપ્યો, “વિશ્વાસુ અને સમજુ કારભારી કોણ છે? શેઠ ઘરકુટુંબ ચલાવવા અને બીજા નોકરોને યોગ્ય સમયે તેમના ખોરાકનો હિસ્સો આપવા જેની નિમણૂક કરે તે જ.


અને દરેકને તેની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપવામાં આવતું હતું.


શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. કેટલાક સમય પછી ગ્રીક યહૂદીઓએ હિબ્રૂ યહૂદીઓની વિરુદ્ધ બડબડાટ કર્યો. ગ્રીક યહૂદીઓએ કહ્યું કે રોજિંદી વહેંચણીમાં અમારી વિધવાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે.


તેથી ભાઈઓ, તમે પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય એવા સાત સેવકો તમારામાંથી પસંદ કરો. અમે તેમને એ જવાબદારી સોંપીશું.


કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.


મને સામર્થ્ય આપનાર ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુનો હું આભાર માનું છું.


પ્રથમ તેમની પારખ થવી જોઈએ. જો તેઓ નિર્દોષ માલૂમ પડે તો સેવા માટે તેમની નિમણૂક કરવી.


Lean sinn:

Sanasan


Sanasan