નહેમ્યા 12:47 - પવિત્ર બાઇબલ C.L.47 ઝરુબ્બાબેલ તેમજ નહેમ્યાના સમયમાં મંદિરના સંગીતકારો અને મંદિરના સંરક્ષકો માટે ઈઝરાયલના લોકો દરરોજ ભેટો લાવતા. લોકોએ લેવીઓને પવિત્ર અર્પણનું દાન કર્યું અને લેવીઓએ યજ્ઞકારોને તેમનો નિયત હિસ્સો આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગવૈયાઓના તથા દ્વારપાળોના હિસ્સા દરરોજની અગત્ય પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓને માટે અર્પણ કરતા. અને લેવીઓ હારુનના પુત્રોને માટે અર્પણ કરતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગાનારાઓના તથા દ્વારપાળો હિસ્સા તેઓને દરરોજની જરૂરિયાત પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓ માટે અલગ રાખતા હતા અને લેવીઓ હારુનના પુત્રો માટે અલગ હિસ્સો રાખતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ47 ઝરુબ્બાબેલનાઁ તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇસ્રાએલીઓએ ગવૈયાઓને તથા દ્વારપાળોને દરરોજ તેમનો હિસ્સો આપ્યો; જે લેવીઓને માટે હતું તે તેઓએ એક બાજુ મુકી દીધું, અને લેવીઓએ જે હારુનના વંશજો માટે હતું તે એક બાજુ મૂક્યું. Faic an caibideil |
યોયાકીમ પ્રમુખ યજ્ઞકાર હતો ત્યારે જે યજ્ઞકારો યજ્ઞકાર ગોત્રોના વડા હતા તેમની વિગત આ પ્રમાણે છે: યજ્ઞકાર ગોત્ર મરાયા સરાયા હનાન્યા યર્મિયા મશુલ્લામ એઝરા યહોહાનાન અમાર્યા યોનાથાન મેલ્લુકી યોસેફ શબાન્યા આદના હારીમ હેલ્કા મરીયોથ ઝખાર્યા ઇદ્દો મશુલ્લામ ગિન્નથોન ઝિખ્રી અબિયા … મિન્યામીન પિલ્ટાય મોઆદ્યા શામ્મૂઆ બિલ્ગા યહોનાથાન રામાયા માત્તેનાય યોયારીબ ઉઝઝી યદાયા કાલ્લાય સાલ્લાય એબેર આમોક હશાબ્યા હિલકિયા નથાનએલ યદાયા