Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 12:43 - પવિત્ર બાઇબલ C.L.

43 એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કારણ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરુશાલેમથી દૂર સુધી સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તે દિવસે તેમણે પુષ્કળ બલીઓ અપીર્ તથા આનંદોત્સવ કર્યો; કારણ કે દેવે તેઓને આનંદથી અને સુખથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 12:43
29 Iomraidhean Croise  

યહૂદિયાના સર્વ પુરુષો તેમની પત્નીઓ અને તેમનાં સંતાનો સહિત પ્રભુના મંદિરે ઊભા હતા.


પછી યહોશાફાટની આગેવાની હેઠળ યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકો વિજયના આનંદમાં યરુશાલેમ પાછા ફર્યા. કારણ, પ્રભુએ તેમના શત્રુઓનો પરાજય કરીને તેમને હર્ષ પમાડયો હતો.


તે પછીના દિવસે એટલે સાતમા માસને ત્રેવીસમે દિવસે શલોમોને લોકોને ઘેર વિદાય કર્યા. પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકને, દાવિદને અને શલોમોનને આપેલા સર્વ આશીર્વાદોથી તેઓ સૌ હર્ષોલ્લાસી હતા.


લોકોએ એવું બૂમરાણ મચાવ્યું હતું કે તેનો ઘોંઘાટ ઘણે દૂર સુધી સંભળાતો હતો, તેથી લોકોનો અવાજ રુદનનો છે કે આનંદનો એ કળવું મુશ્કેલ હતું.


યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે.


તેમની પાછળ માસેયા, શમાયા, એલાઝાર ઉઝઝી, યહોહાનાન, માલકિયા, એલામ અને એઝેર હતા. યિભાહયાની આગેવાની હેઠળનું ગાયકવૃંદ મોટે સાદે ગાતું હતું.


ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.


તેથી મારી આસપાસના શત્રુઓ પર મારું મસ્તક ઊંચું ઉઠાવવામાં આવશે અને હું પ્રભુના મંડપમાં હર્ષનાદ સહિત બલિ ચડાવીશ. હું ગીતો ગાઈશ, હા, હું પ્રભુનાં યશોગાન ગાઈશ.


પ્રભુ મારું બળ અને મારી સંરક્ષક ઢાલ છે, મારું હૃદય તેમના પર જ ભરોસો રાખે છે; તેમણે મને સહાય કરી છે અને તેથી મારું હૃદય અત્યંત આનંદ કરે છે; હું ગીત ગાઈને તેમને ધન્યવાદ આપીશ.


હું તમારે લીધે હર્ષ અને આનંદ કરીશ; હે સર્વોચ્ચ ઈશ્વર, હું તમારા નામનાં ભક્તિગીત ગાઈશ.


હે પ્રભુ, તમે તમારાં અજાયબ કાર્યોથી મને આનંદ પમાડયો છે; તમારી સિદ્ધિઓને હું આનંદથી બિરદાવું છું.


અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્રો આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારાં ધાર્મિક્તાનાં ઓકવૃક્ષો અને પ્રભુએ રોપેલા રોપ કહેવાશે.


ત્યારે યુવતીઓ આનંદથી નૃત્ય કરશે, યુવાનો અને વૃદ્ધો આનંદ કરશે; કારણ, તેમના શોકને હું આનંદમાં પલટી નાખીશ, અને તેમનું દુ:ખ દૂર કરીને તેમને સાંત્વન અને હર્ષ આપીશ.


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


આનંદોત્સવના પ્રસંગોએ અને બીજાં નિયત ધાર્મિક પર્વોના સમયે તથા દર મહિનાના પ્રથમ દિવસે, તેમજ દહનબલિ અને સંગતબલિ ચડાવતાં પહેલાં તમે રણશિંગડાં વગાડો; એટલે તમને સહાય કરવાને હું તમારું સ્મરણ કરીશ. હું તમારો ઈશ્વર પ્રભુ છું.”


મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તેમનાં અદ્‌ભૂત કાર્યો જોયાં અને બાળકો પોકારતાં હતાં: દાવિદપુત્રને હોસાન્‍ના! તેથી તેમણે ગુસ્સે થઈને ઈસુને કહ્યું,


ઈસુની આગળ તથા પાછળ ચાલતા લોકોએ સૂત્રો પોકાર્યાં,દાવિદપુત્રને હોસાન્‍ના! પ્રભુને નામે આવનારને ઈશ્વર આશિષ આપો! સર્વોચ્ચ સ્થાનોમાં જય જયકાર હો!


એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.


એકબીજાની સાથે ગીતો, સ્તોત્રો અને પવિત્ર ભજનોથી વાત કરો. તમારા પૂરા દિલથી ગીતો ને ભજનો ગાઈને પ્રભુની સ્તુતિ કરો.


તમારામાં શું કોઈ દુ:ખી છે? તો તેણે પ્રાર્થના કરવી જોઈએ. શું કોઈ સુખી છે? તો તેણે સ્તુતિનાં ગીત ગાવાં જોઈએ.


કરારપેટી છાવણીમાં આવી પહોંચી એટલે ઇઝરાયલીઓએ યુદ્ધનો એવો ભારે પોકાર કર્યો કે પૃથ્વી ગર્જી ઊઠી.


Lean sinn:

Sanasan


Sanasan