નહેમ્યા 12:39 - પવિત્ર બાઇબલ C.L.39 ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે, માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 એફ્રાઈમની ભાગળ, જૂની ભાગળ, મચ્છીભાગળ, હનાનેલના બુરજ આગળ થઈને છેક મેંઢાભાગળ સુધી [ગયો]. તેઓ ચોકીભાગળમાં ઊભા રહ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 અને ત્યાંથી એફ્રાઇમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાનએલના બુરજ અને હામ્મેઆહના બુરજ આગળ થઈને ઘેટાંનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ39 અને ત્યાંથી એફ્રાઇમ દરવાજાના પર, “જૂનો દરવાજો,” મચ્છી દરવાજો, હનાનએલનો બૂરજ અને હામ્મેઆહ બૂરજ વટાવીને ઘેટાં-દરવાજા સુધી ગયા. ચોકીદારના દરવાજા આગળ આવીને અમે અટક્યા. Faic an caibideil |
ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચાથી માંડીને સંરક્ષકોના ચોક નજીક રાજાના ઉપલા મહેલના બુરજ સુધીના બીજા ભાગમાં મરામત કરતો હતો. પારોશનો પુત્ર પદાયા તે પછીના ભાગમાં “પાણી દરવાજા” અને મંદિરના ચોકીના બુરજ પાસે પૂર્વમાં આવેલા સ્થાન સુધી મરામત કરતો હતો. (એ સ્થાન તો ઓફેલ નામે ઓળખાતા શહેરના એક ભાગમાં હતું અને ત્યાં મંદિરના સેવકો રહેતા હતા.)