Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 12:31 - પવિત્ર બાઇબલ C.L.

31 પછી મેં કોટ ઉપર યહૂદિયાના આગેવાનોને એકઠા કર્યા અને તેમને શહેરની આસપાસ કૂચ કરતાં કરતાં ઈશ્વરની સ્તુતિ કરનાર બે મોટાં જૂથોની જવાબદારી સોંપી. તેમાંનું પ્રથમ જૂથ કોટ ઉપર કચરાના દરવાજા તરફ ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 પછી હું યહૂદિયાના સરદારોને કોટ પર લાવ્યો, ને મેં આભારસ્તુતિ કરનારી તથા સરઘસરૂપે ફરનારી બે મોટી ટોળી ઠરાવી. [તેમાંની એક] જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ [ચાલી] ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પછી હું યહૂદિયાના આગેવાનોને કોટ પર લાવ્યો અને મેં આભારસ્તુતિ કરનારી બે ટુકડી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 ત્યાર પછી મેં યહૂદાના આગેવાનોને બે મોટા સમૂહ બનાવી દેવનો આભાર માનવા ભેગા કર્યા. તેઓ ચાલતા ચાલતા આભાર સ્તુતિના ગીત ગાતા હતા અને એક સમુહ દીવાલની ધારેધારે ચાલીને “કચરાના દરવાજા” પાસે ગયા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 12:31
8 Iomraidhean Croise  

દાવિદે સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ એટલે સર્વ આગેવાનો સાથે મંત્રણા કરી.


દાવિદ રાજાએ ઇઝરાયલના સર્વ આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. એમાં કુળોના આગેવાનો, રાજવહીવટ સંભાળનાર ટુકડીઓના અધિકારીઓ, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ, રાજા અને તેના પુત્રોની માલમિલક્ત અને પશુધન પર દેખરેખ રાખનાર, રાજમહેલના સર્વ અધિકારીઓ, શૂરવીર સૈનિકો અને અગ્રગણ્ય પુરુષો હતા.


પછી શલોમોન રાજાએ દાવિદનગર સિયોનમાંથી કરારપેટી મંદિરમાં લઈ આવવા માટે ઇઝરાયલનાં સર્વકુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા.


હોશાયા ગાયકવૃંદની પાછળ ચાલ્યો અને યહૂદિયાના અર્ધા આગેવાનો તેની પાછળ પાછળ ગયા.


આભારસ્તુતિ કરનાર બીજું જૂથ કોટ ઉપર ડાબી તરફ ગયું, અને અર્ધા લોક લઈને હું તેમની પાછળ ચાલ્યો. અમે ભઠ્ઠીઓનો દરવાજો પસાર કરીને પહોળી દીવાલ સુધી ગયા,


એમ આભારસ્તુતિ કરનારાં બન્‍ને જૂથ મંદિરના વિસ્તારમાં પહોંચ્યાં.


પશ્ર્વિમ તરફ “ખીણના દરવાજે” શહેર બહાર નીકળીને દક્ષિણ તરફ “અજગર કુંડ” થઈને હું “કચરાના દરવાજા” સુધી ગયો. ફરતાં ફરતાં મેં શહેરના તૂટેલા કોટનું અને અગ્નિથી બાળી નાખેલા દરવાજાઓનું નિરીક્ષણ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan