Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 12:30 - પવિત્ર બાઇબલ C.L.

30 યાજકો અને લેવીઓએ પોતાને માટે અને પછી લોકો, દરવાજા તેમ જ નગરકોટ માટે શુદ્ધિકરણનો વિધિ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 યાજકોએ તથા લેવીઓએ પોતાની જાતને પવિત્ર કરી અને પછી લોકોને, દરવાજાઓને તથા દીવાલોને પણ પવિત્ર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 12:30
14 Iomraidhean Croise  

તેથી યાકોબે પોતાના કુટુંબને અને પોતાની સાથેના બધા માણસોને કહ્યું, “તમારી પાસે પારકા દેવોની જે મૂર્તિઓ હોય તેમને ફેંકી દો, પોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલી નાખો.


તેથી ઇઝરાયલના ઈશ્વર પ્રભુની કરારપેટી લાવવા માટે યજ્ઞકારો અને લેવીઓએ પોતાને શુદ્ધ કર્યા.


આ બધાં પશુઓ કાપવા પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખવા સંબંધમાં પૂરતી સંખ્યામાં યજ્ઞકારો ઉપલબ્ધ ન હોઈ, કામ પૂર્ણ થયું ત્યાં સુધી લેવીઓએ તેમને મદદ કરી. દરમ્યાનમાં, બીજા વધારાના યજ્ઞકારોએ પોતાને શુદ્ધ કર્યા. (યજ્ઞકારોની સરખામણીમાં પોતાને શુદ્ધ રાખવામાં લેવીઓ વિશેષ વિશ્વાસુ હતા).


ત્યાં તેણે તેમને સંબોધન કર્યું. તેણે કહ્યું, “હે લેવીઓ, મારું સાંભળો; તમારી જાતને શુદ્ધ કરો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના મંદિરને શુદ્ધ કરો. મંદિરને અશુદ્ધ કરનારી સઘળી વસ્તુઓ તેમાંથી દૂર કરો.


દેશનિકાલમાંથી પાછા આવેલા બધા લોકોએ તથા દેશમાં આસપાસ વસતા વિધર્મીઓની મૂર્તિપૂજા તથા અમંગળ આચરણોથી પોતાને શુદ્ધ કરી ઇઝરાયલના ઈશ્વરની ભક્તિમાં સામેલ થયા હતા તેવા સૌએ પાસ્ખાયજ્ઞના અર્પણનું ભોજન કર્યું.


બેથગિલ્ગાલ, ગેબા અને આઝમાવેથમાંથી એકઠાં થયાં.


મેં લેવીઓને હુકમ કર્યો કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે અને જઈને દરવાજાઓ પર ચાંપતી દેખરેખ રાખે, જેથી સાબ્બાથદિન પવિત્ર માનવામાં આવે. હે ઈશ્વર, મારા કાર્યને પણ તમે યાદ રાખજો અને તમારા મહાન પ્રેમને લીધે મને બચાવી રાખજો.


મેં લોકોને પરપ્રજાની પ્રત્યેક બાબતથી શુદ્ધ કર્યા; પ્રત્યેક યજ્ઞકાર કે લેવીને પોતાની ફરજનો ખ્યાલ રહે એ રીતે મેં તેમને માટે નીતિનિયમો ઘડી કાઢયા.


મિજબાનીના દિવસ પૂરા થાય તે પછી યોબ તે બધાંને બોલાવીને તેમનું શુદ્ધિકરણ કરતો. એ માટે તે વહેલી સવારે ઊઠીને પોતાના દરેક સંતાનને માટે દહનબલિ ચડાવતો; કારણ, તે વિચારતો કે, “કદાચ, મારા પુત્રોએ પાપ કર્યું હોય અને તેમના હૃદયમાં ઈશ્વરનિંદા કરી હોય!” યોબ એ પ્રમાણે હમેશ કરતો.


“લોકો પાસે જઈને તેમને કહે કે તેઓ આજે અને કાલે પોતાને ભક્તિ માટે શુદ્ધ કરે. વળી, તેઓ પોતાનાં વસ્ત્ર ધૂએ


મોશેએ તેમને કહ્યું, “ત્રીજા દિવસને માટે તૈયાર થાઓ. દરમ્યાનમાં, સ્ત્રીસમાગમથી દૂર રહેજો.”


દરેક પ્રમુખ યજ્ઞકાર માણસોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેમના પ્રતિનિધિ તરીકે ઈશ્વરની સેવા કરવા, તેમજ અર્પણો તથા પાપોને માટે બલિદાનો ચઢાવવા તેને નીમવામાં આવે છે.


વળી, તે પોતે નિર્બળ હોવાથી ફક્ત બીજાઓનાં જ નહિ, પરંતુ પોતાનાં પાપના પ્રાયશ્ર્વિત્ત માટે પણ તેણે બલિદાનો અર્પણ કરવાં પડે છે.


Lean sinn:

Sanasan


Sanasan