Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 12:27 - પવિત્ર બાઇબલ C.L.

27 યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગાઓમાંથી શોધી કાઢ્યા કે, આભારસ્તુતિના ગાયનો કરતાં, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેઓને યરુશાલેમમાં લાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢ્યા કે તેઓને ઈશ્વરની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેમને યરુશાલેમમાં લાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 યરૂશાલેમની દીવાલની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢયા અને તેમને, દેવની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ યરૂશાલેમમાં લાવે, તેઓએ પ્રતિષ્ઠા વિધિ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 12:27
34 Iomraidhean Croise  

દાવિદે સાંભળ્યું કે ઈશ્વરની કરારપેટીને લીધે પ્રભુએ ઓબેદ-અદોમના કુટુંબને અને તેના સર્વસ્વને આશિષ આપી છે ત્યારે તે કરારપેટીને મહોત્સવ સહિત યરુશાલેમ લઈ આવવાને નીકળ્યો.


તેણે સંગતબલિ તરીકે બાવીસ હજાર આખલા અને એક લાખ વીસ હજાર ઘેટાંનું બલિદાન આપ્યું અને એમ રાજા અને સર્વ લોકોએ મંદિરનું સમર્પણ કર્યું.


જ્યારે દાવિદ અને સર્વ ઈઝરાયલીઓ ઈશ્વરની સમક્ષ વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડાં વગાડતા વગાડતા પૂરા જોરશોરથી નાચતા અને ગાતા હતા.


તેણે લેવીઓને કહ્યું, “તમે લેવીઓનાં ગોત્રના આગેવાન છો. તમે અને તમારા સાથી લેવીભાઈઓ શુદ્ધ થાઓ; જેથી મેં જે સ્થાન ઇઝરાયલના ઈશ્વર પ્રભુની કરારપેટી માટે તૈયાર કર્યું છે તેમાં તમે તેને લાવી શકો.


દાવિદે લેવીઓના આગેવાનોને સિતાર, વીણા અને ઝાંઝ સાથે મોટે સાદે અને આનંદપૂર્વક ગાયનવાદન કરવા માટે તેમના લેવી ભાઈઓની નિમણૂક કરવા કહ્યું.


એમ સર્વ ઇઝરાયલીઓ હર્ષનાદસહિત, શરણાઈ, રણશિંગડાં તથા ઝાંઝ વગાડતાં અને મોટેથી સિતાર અને વીણાના વાદન સાથે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા.


તેણે આરોનના વંશજો અને લેવીઓને પણ બોલાવી લીધા.


સ્તુતિનાં ગીતો ગવાય ત્યારે હેમાન અને યદુથૂને રણશિંગડાં, ઝાંઝ અને બીજાં વાજિંત્રો પણ વગાડવાનાં હતાં. યદૂથૂનના કુટુંબના માણસો દ્વારપાળ હતા.


આસાફ આગેવાન હતો અને ઝખાર્યા તેનો મદદનીશ હતો. યહઝિએલ, શમિરામોથ, યેહિયેલ, માત્તિથ્યા, એલ્યાબ, બનાયા, ઓબેદ-અદોમ અને યેઈએલે વીણા તથા સિતાર બજાવવાની હતી; અને આસાફે ઝાંઝ વગાડવાનાં હતાં.


ચાર હજારને સંરક્ષણની ફરજ બજાવવા, અને ચાર હજારને રાજાએ પૂરાં પાડેલાં સંગીતના વાજિંત્રો વડે પ્રભુની સ્તુતિ કરવા નીમ્યા.


યેરિયા હેબ્રોનનો વંશજ હતો. દાવિદના અમલના ચાલીસમે વર્ષે હેબ્રોનના વંશજોને તેમની વંશાવળી પ્રમાણે શોધી કાઢવામાં આવ્યા, ને આ કુટુંબમાંના શૂરવીર યોદ્ધાઓ ગિલ્યાદ પ્રાંતના યાઝેરમાંથી મળી આવ્યા.


પ્રભુએ દાવિદ રાજાને રાજાના સંદેશવાહક ગાદ અને સંદેશવાહક નાથાન મારફતે આપેલી સૂચનાઓ હિઝકિયા રાજાએ અમલમાં મૂકી; તેણે લેવીઓને પ્રભુના મંદિરમાં વીણા અને ઝાંઝ સાથે ઊભા રાખ્યા.


રાજાએ અને લોકોના આગેવાનોએ લેવીઓને દાવિદ અને સંદેશવાહક આસાફે લખેલાં સ્તોત્ર ગાવા કહ્યું. સૌ લોકોએ પૂરા આનંદથી ગીત ગાયાં અને તેમણે ધૂંટણો પર રહીને અને ભૂમિ પર શિર ટેકવીને ઈશ્વરની સ્તુતિ કરી.


યજ્ઞકારો તેમને ફાળવેલા નિયત સ્થાનોએ ઊભા હતા, જ્યારે તેમની સંમુખ લેવીઓ દાવિદ રાજાએ પૂરાં પાડેલાં વાજિંત્રો સાથે પ્રભુની સ્તુતિ કરતા અને દાવિદના આદેશ પ્રમાણે “પ્રભુનો પ્રેમ સનાતન છે” એવું સ્તોત્ર ગાતા ઊભા હતા. યજ્ઞકારો રણશિંગડાં ફૂંક્તા હતા અને સર્વ ઇઝરાયલી લોકો ઊભા હતા.


ઇઝરાયલના બધા લોકો એટલે યજ્ઞકારો, લેવીઓ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા બાકીના લોકોએ આનંદથી મંદિરની પ્રતિષ્ઠા કરી.


બાકીના ઇઝરાયલી લોકો, યજ્ઞકારો અને લેવીઓ યહૂદિયાનાં અન્ય શહેરો અને નગરોમાં પોતપોતાના વતનમાં વસ્યા.


એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો.


દેશનિકાલમાંથી પાછા ફરેલા બધા લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમય પછી પ્રથમ જ વાર આ રીતે આ પર્વ ઊજવવામાં આવ્યું. લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ હતો.


તમે નૃત્ય કરીને ઈશ્વરના નામની સ્તુતિ કરો; ખંજરી તથા વીણા વગાડીને તેમનું સ્તવન ગાઓ.


હે પ્રભુ, હું તમારી પ્રશંસા કરું છું; કારણ કે તમે તો મને ઘોરમાંથી ઉપર ખેંચી લીધો છે. અને મારા શત્રુઓને મારા પર આનંદ કરવા દીધો નથી.


તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.


“ત્યાર પછી અધિકારીઓ લોકોને સંબોધીને કહે: ‘નવું ઘર બાંધ્યું હોય પણ તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો તે કદાચ યુધમાં માર્યો જાય અને બીજા માણસે તેના ઘરની પ્રતિષ્ઠા કરવી પડે.


તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો.


તેણે પુસ્તક લીધું એટલે ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો હલવાનની આગળ ઝૂકી પડયાં. દરેકના હાથમાં વાજિંત્ર અને સુગંધી ધૂપથી ભરેલાં સુવર્ણપાત્ર હતાં. એ ધૂપ તો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan