Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 11:30 - પવિત્ર બાઇબલ C.L.

30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેમનાં ગામડાંઓમાં વસ્યા. તેઓ લાખીશમાં અને તેની નજીકનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં વસ્યા. આમ, યહૂદિયાના લોકોએ દક્ષિણે બેર-શેબાથી ઉત્તરે હિન્‍નોમખીણ સુધીના પ્રદેશમાં વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓના કસબાઓમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં, અને અઝેકા તથા તેના કસબાઓમાં વસ્યા. એમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 ઝાનોઆહમાં, અદુલ્લામ અને તેઓનાઁ ગામમાં. લાખીશ અને તેનાઁ ખેતરોમાં, અઝેકાહ તથા તેનાઁ ગામમાં. આમ લોકોએ બેર-શેબાથી હિન્નોમની ખીણ સુધી છાવણી દરેક ઠેકાણે નાખી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 11:30
18 Iomraidhean Croise  

અબ્રાહામ વહેલી સવારે ઊઠયો. તેણે રોટલી તથા મશક લઈને હાગારને ખભે મૂકાવ્યાં. તેનો છોકરો પણ તેને સોંપ્યો અને તેને વિદાય કરી. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના રણપ્રદેશમાં ભટકવા લાગી.


એ ઇશ્માએલના પુત્રો છે. એમનાં નામ પરથી એમનાં નગરો અને મુકામોનાં નામ પડયાં છે. એ બારે જણ પોતપોતાના કુળના પ્રથમ પૂર્વજો હતા.


યોશિયા રાજાએ હિન્‍નોમ ખીણમાં આવેલા વિધર્મી પૂજાસ્થાન તોફેથને પણ ભ્રષ્ટ કર્યું; જેથી કોઈ પોતાના પુત્રનું કે પુત્રીનું મોલેખ દેવતાને અગ્નિમાં બલિ ન ચઢાવે.


તેઓ એન-રિમ્મોન, સોરા તથા યાર્મૂથમાં,


બિન્યામીનના કુળના લોકો ગેબા, મિખ્માશ, આય, બેથેલ તથા નજીકનાં ગામોમાં;


હાનૂન તથા ઝાનોઆ નગરના રહેવાસીઓએ “ખીણનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેમણે તેની બારસાખો તથા તેનાં બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા નકુચા તથા પાટિયાં બેસાડયાં. વળી, તેમણે “કચરાના દરવાજા” સુધી લગભગ ચારસો પચાસ મીટર જેટલા કોટની મરામત કરી.


આશ્શૂરનો મુખ્ય લશ્કરી અધિકારી ત્યાંથી પાછો ફર્યો ત્યારે તેને ખબર પડી કે આશ્શૂરનો રાજા પોતાની છાવણી ત્યાંથી ઉપાડી લઈને હવે લિબ્ના સામે લડી રહ્યો છે. તેથી તે લાખીશથી ત્યાં ગયો.


ઠીકરાંના દરવાજે થઈને હિન્‍નોમની ખીણે જા, અને હું તને જે સંદેશ આપું તે ત્યાં પ્રગટ કરજે.


તેથી હું પ્રભુ કહું છું કે એવો સમય આવશે. જ્યારે આ સ્થળ ‘તોફેથ’ કે ‘હિન્‍નોમની ખીણ’ નહિ, પણ ‘ક્તલની ખીણ’ કહેવાશે.


તેમણે હિન્‍નોમની ખીણમાં બઆલ દેવની પૂજા માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેઓ મોલેખ દેવને પોતાનાં પુત્રપુત્રીઓને અગ્નિમાં હોમીને બલિ ચડાવે. મેં તેમને એવું કરવાની ક્યારેય આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખોય આવ્યો નથી કે તેઓ એવાં ધૃણાસ્પદ કાર્યો કરીને યહૂદિયાના લોકોને પાપમાં પાડે.”


હે મારેશાના નિવાસીઓ, પ્રભુ તમને એક શત્રુના હાથમાં સોંપી દેશે; જે તમારું નગર સર કરશે. ઇઝરાયલનો રાજા અદુલ્લામની ગુફામાં સંતાઈ જશે.


તેથી અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફિયાને તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો:


લિબ્નાનો રાજા, અદુલ્લામનો રાજા,


યોક્તએલ; લાખી, બોસ્કાથ, એગ્લોન,


ત્યાંથી તે જ્યાં યબૂસીઓનું શહેર યરુશાલેમ આવેલું છે ત્યાં પર્વતની દક્ષિણ બાજુએ હિન્‍નોમની ખીણમાં થઈને પસાર થઈ. તે સીમા હિન્‍નોમની ખીણની પશ્ર્વિમ તરફ આવેલા પર્વતની ટોચે બહાર નીકળીને રફાઈઓની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી.


ત્યાંથી તે હિન્‍નોમની ખીણ સામે આવેલા પર્વતની તળેટી સુધી રફાઈમની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી. પછી તે સરહદ દક્ષિણ તરફ હિન્‍નોમની ખીણમાં થઈને યબૂસી-કરાડની દક્ષિણે એન-રોગેલ સુધી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan