યરુશાલેમમાં નીચેના લેવીઓ રહ્યા: હાશ્શૂબનો પુત્ર શમાયા, જેના પૂર્વજો મરારી ગોત્રના આઝીકામ અને હશાબ્યા હતા. બાકબાક્કાર, હેરેશ અને ગાલાલ. મિખાનો પુત્ર માત્તાન્યા હતો. મિખાના પિતા ઝિખ્રી અને દાદા આસાફ હતા. શમાયાનો પુત્ર ઓબાદ્યા હતો; શમાયાનો પિતા ગાલાલ અને દાદા યદૂથુન હતા. આસાનો પુત્ર અને એલ્કાનાનો પૌત્ર બેરેખ્યા હતો. તેઓ નટોફા નગરનાં પરાંઓમાં રહેતા હતા.