Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 10:39 - પવિત્ર બાઇબલ C.L.

39 ઇઝરાયલી લોકો અને લેવીઓએ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલનો ફાળો જ્યાં મંદિરનાં પાત્રો રાખવામાં આવે છે તે ભંડારોમાં અને ફરજ પરના યજ્ઞકારો, મંદિરના સંરક્ષકો, અને મંદિરના ગાયકવૃંદના સભ્યોના ખંડોમાં લઈ જવાનો છે. અમે અમારા ઈશ્વરના ઘર પ્રત્યે દુર્લક્ષ સેવીશું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 કેમ કે જે ઓરડીમાં પવિત્રસ્થાનના પાત્રો રાખવામાં આવે છે તેમાં ઇઝરાયલપુત્રોએ તથા લેવીપુત્રોએ સેવા કરનાર યાજકો, દ્વારપાળો તથા ગવૈયાઓને માટે ધાન્યનું, દ્રાક્ષારસનું તથા તેલનું ઉચ્છાલીયાર્પણ લાવવું. અને અમે અમારા ઈશ્વરના મંદિરનો કદી ત્યાગ કરીશું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. આમ, અમે સૌ અમારા ઈશ્વરના સભાસ્થાનની અવગણના નહિ કરીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 તેથી ઇસ્રાએલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલ વગેરે ભંડારના ઓરડાઓમાં લાવવાં, જ્યાં મંદિરની સેવાની સામગ્રી રાખવામાં આવે છે, અને જ્યાં તે વખતે સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. “આમ અમે સૌ અમારા દેવનાં મંદિરની અવગણના નહિ કરીએ.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 10:39
12 Iomraidhean Croise  

તેથી તેઓ અરામીઓની છાવણીમાંથી સમરૂન પાછા ગયા અને દરવાનોને બૂમ પાડી બોલાવ્યા: “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ નહોતું; ઘોડા અને ગધેડાં બાંધેલાં છે અને અરામીઓ તંબૂઓ યથાવત્ છોડી જતા રહ્યા છે.”


રાજાના આદેશથી તેમણે પ્રભુના મંદિરમાં કોઠારો તૈયાર કરાવ્યા.


તેમાં તેમણે નિયત અર્પણો, દશાંશો અને સમર્પિત ભેટો રાખ્યાં. તેમણે કોનાન્યા નામના લેવીને તેની દેખરેખની જવાબદારી સોંપી અને તેના ભાઈ શિમઈને તેનો સહાયકારી રાખ્યો.


ઝરુબ્બાબેલ તેમજ નહેમ્યાના સમયમાં મંદિરના સંગીતકારો અને મંદિરના સંરક્ષકો માટે ઈઝરાયલના લોકો દરરોજ ભેટો લાવતા. લોકોએ લેવીઓને પવિત્ર અર્પણનું દાન કર્યું અને લેવીઓએ યજ્ઞકારોને તેમનો નિયત હિસ્સો આપ્યો.


આપણા ઈશ્વર પ્રભુના મંદિરને હું ચાહું છું; તેથી હું તારા કલ્યાણ માટે પ્રાર્થના કરીશ.


તેથી તું તેમને કહે કે જ્યારે તમે ઉત્તમોત્તમ ભાગ અલગ કરીને અર્પણ કરો તે પછીનો બાકીનો ભાગ તમારે માટે જમીન અને દ્રાક્ષકુંડની પેદાશની જેમ ગણાશે.


પરંતુ તમે તમારાં રહેઠાણોમાં પ્રભુને અર્પિત કરેલી કોઈ પણ ખાદ્ય ચીજો જેવી કે તમારા ધાન્ય, દ્રાક્ષાસવ કે તેલનો દશાંશ, તમારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલા બચ્ચાં, પ્રભુ પ્રત્યે માનેલી માનતાનું અર્પણ તથા તમારાં સ્વૈચ્છિક અર્પણો કે તમારાં વિશિષ્ટ અર્પણો ખાઈ શકો નહિ.


કેટલાક કરે છે તેમ આપણે એકત્ર થવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ.


Lean sinn:

Sanasan


Sanasan